Today Latest News Live Update in Gujarati 30 october 2025: આજે 30 ઓક્ટોબરે પીએમ મોદી કેવડિયામાં 800 કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. જ્યારે આવતી કાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એક્તા દિવસ પર પરેડમાં ભાગ લેશે. મળતી માહિતી પ્રમાણે 800 કરોડના પ્રોજેક્ટ્સમાં ત્રણ મ્યુઝિયમનો પણ સમાવેશ થાય છે. આ ત્રણ મ્યુઝિયમની વાત કરીએ તો ગુજરાત વંદના મ્યૂઝિયમ, વીર બાળ ઉદ્યાન મ્યૂઝિયમ અને મ્યૂઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા એટલે કે મોરકી મ્યૂઝિયમ. મોરકી મ્યૂઝિયમ રજવાડાનું મ્યૂઝિયમ છે. સરદાર પટેલની પ્રતિમાની પાછળની તરફ મોરકી મ્યૂઝિયમ બનશે.





