Today News : આ કેસે મારું જીવન બરબાદ કરી દીધું, આજે હિંદુત્વની જીત થઇ : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

Today Latest News Update in Gujarati 31 July 2025: મહારાષ્ટ્રના માલેગાવ વિસ્ફોટ કેસમાં મુંબઇની એક વિશેષ NIA અદાલતે પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2008માં માલેગાવમાં બોમ્બ બ્લાસ્ટ થતા 6 લોકોના મોત થયા હતા.

Written by Ajay Saroya
Updated : July 31, 2025 23:26 IST
Today News : આ કેસે મારું જીવન બરબાદ કરી દીધું, આજે હિંદુત્વની જીત થઇ : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
Pragya Thakur : પ્રજ્ઞા ઠાકુર (Express file photo)

Today Latest News Update in Gujarati 31 July 2025 : NIA કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં લાંબા સમય સુધી જેલમાં બંધ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને વર્ષો સુધી આતંકવાદનું કલંક સહન કરવું પડ્યું હતું. નિર્દોષ જાહેર થયા પછી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે આ કેસે મારું જીવન બરબાદ કરી દીધું, આજે હિંદુત્વની જીત થઇ છે.

Live Updates

Inidan Railways: તહેવારો દરમિયાન ગુજરાતમાં સ્પેશ્ય ટ્રેનોની જાહેરાત, જાણો કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?

પશ્ચિમ રેલ્વેએ રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી દરમિયાન સામાન્ય લોકોની સુવિધા માટે બાંદ્રા ટર્મિનસ-ઓખા અને બાંદ્રા ટર્મિનસ-સાંગાનેર સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. …બધું જ વાંચો

‘Statue of Unity આટલું ભવ્ય હશે મને ખ્યાલ નહોતો’, ઓમર અબ્દુલ્લાએ કહ્યું – આ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ

Jammu Kashmir News: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુરુવારે ગુજરાતના કેવડિયામાં હતા. અહીં તેમણે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા પણ જોઈ. …સંપૂર્ણ માહિતી

Rain Update: ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની IMDની આગાહી, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડશે

ચોમાસાના બીજા રાઉન્ડમાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસા દરમિયાન ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. …વધુ માહિતી

Gujarat Rain : રાજ્યમાં વરસાદનો વિરામ, ફક્ત 33 તાલુકામાં છાંટા પડ્યા

ગુજરાત વરસાદ : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 31 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફક્ત 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે …અહીં વાંચો

ગુજરાતમાં સિંહોના બચ્ચાઓને કોની નજર લાગી? ત્રણ દિવસમાં ત્રણ સિંહબાળના મોત, પ્રશાસન એલર્ટ

ગુજરાતના અમરેલી જિલ્લામાં ત્રણ દિવસમાં ત્રણ સિંહ બાળના મૃત્યુ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ વન વિભાગે સાવચેતી રૂપે ત્રણ સિંહણ અને છ સિંહબાળને અલગ કર્યા છે. …અહીં વાંચો

આ કેસે મારું જીવન બરબાદ કરી દીધું, આજે હિંદુત્વની જીત થઇ : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

માલેગાવ બ્લાસ્ટ કેસમાં અદાલતે પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. NIA કોર્ટના ચુકાદા બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, મે શરૂઆતથી કહ્યું હતું કે, મને તપાસ માટે બોલાવાય છે, તેની પાછળ કોઇને કોઇ પુરાવા હોવા જોઇએ. મને તપાસ માટે બોલાવાતી હતી અને મારી ધરપકડ કરી હેરાન કરવામાં આવી. તેનાથી મારું જીવન બરબાદ થઇ ગયું. હું એક સાધુનું જીવન જીવી રહી હતી પરંતુ મારા પર આરોપ લગાવવામાં આવ્યા, કોઇ પણ મારી સાથે ઉભું ન હતું. હું જીવીત છું કારણ કે હું એક સંન્યાસી છું. તેમણે ષડયંત્ર રચી ભગવાને બદનામ કર્યો, આજે ભગવાની જીત થઇ છે, હિંદુત્વની જીત થઇ છે અને ઈશ્વર દોષીઓને સજા આપશે.

Malegaon Case Verdict: માલેગાવ વિસ્ફોટ કેસના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, 17 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો

Malegaon Blast Case Judgement : માલેગાવ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. અદાલતે વર્ષ 2008ના માલેગાવ વિસ્ફોટ કેસના પ્રજ્ઞા સાધ્વી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. …વધુ માહિતી

માલેગાવ બ્લાસ્ટ કેસમાં આજે ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા કોર્ટ પહોંચી

માલેગાવ બ્લાસ્ટ કેસમાં આજે એક વિશેષ અદાલત ચુકાદો આપવાની છે. આ કેસના આરોપીઓમાં સાધ્વી પ્રજ્ઞા અને મેજર રરમેશ ઉપાધ્યાય (નિવૃત્ત)નું પણ નામ સામેલ છે. માલેગાવ વિસ્ફોટ કેસના ચૂકાદ પહેલા સાધ્વી પ્રજ્ઞા અને આરોપીઓ અદાલત પહોંચ્યા છે.

માલેગાવ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ બાદ આજે NIA અદાલત ચુકાદો આપશે

મહારાષ્ટ્રના માલેગાવ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ બાદ મુંબઇની એક વિશેષ NIA અદાલત આજે ચુકાદો સંભળાવશે. 29 સપ્ટેમ્બર, 2008માં નાસિકના માલેગાવ શહેરમાં એક મસ્જિદ નજીક એક મોટરસાઇલક પર મુકેલો બોમ્બ બ્લાસ્ટ થતાથી 6 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક આજે નિવૃત્તિ થશે

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને સેવા નિવૃત્તિના બે દિવસ પહેલા 29 જુલાઇ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પદે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ ક્રાઈમ બ્રાન્ચ 9માં પ્રભારી પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત હતા. દયા નાયક આજે, 31 જુલાઈના રોજ પોલીસ સેવામાંથી નિવૃત્ત થશે.

IMDનું ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા અટકી ગઈ છે. ભૂસ્ખલનને કારણે રુદ્રપ્રયાગમાં ગૌરીકુંડ અને મુનકટિયા વચ્ચેનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઇ ગયો છે, જેમાં આશરે 2,500 યાત્રાળુઓ ફસાયા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તેમને સોનપ્રયાગમાં સલામત સ્થળોએ લઈ જઈ રહી છે. દેહરાદૂન, નૈનિતાલ અને પિથોરાગઢમાં યલો એલર્ટ યથાવત છે. હિમાચલમાં 289 રસ્તાઓ પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે અને મૃતકોની સંખ્યા વધીને 170 થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 4 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ