Today Latest News Update in Gujarati 4 July 2025: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. જ્યારથી મનસેના કાર્યકર્તાઓએ એક દુકાનદારને લાફો માર્યો છે ત્યારથી વિવાદ વધી ગયો છે. હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ વાયરલ વીડિયો અંગે ચેતવણી આપી છે. દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું છે કે મરાઠીના નામે ગુંડાગીરીને મંજૂરી આપી શકાતી નથી. તે કેસ અંગે મુખ્યમંત્રીનું કહેવું છે કે, તાત્કાલિક એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ભાષાના નામે ગુંડાગીરી કરનારને અમે માફ કરવાના નથી. આવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરેક વ્યક્તિએ પોતાની ભાષા પર ગર્વ જોવો જોઈએ, પરંતુ તેના નામે ગુંડાગીરી કરી શકાતી નથી.
‘આપણે એક પરિવારનો ભાગ છીએ…’, ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાય વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા છે. પ્રધાનમંત્રી અગાઉ ઘાનાની મુલાકાતે ગયા હતા. પિયાર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડા પ્રધાન મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્રિનિદાદ અને ટોબેગોમાં હાજર ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘હું થોડા સમય પહેલા ગુંજારવ પક્ષીઓની આ સુંદર ભૂમિ પર આવ્યો છું અને મારો પહેલો વાર્તાલાપ અહીંના ભારતીય સમુદાય સાથે છે. તે સંપૂર્ણપણે સ્વાભાવિક લાગે છે કારણ કે આપણે એક પરિવારનો ભાગ છીએ… ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાયની યાત્રા હિંમતથી ભરેલી છે.
તમારા પૂર્વજોએ મુશ્કેલીઓનો સામનો કર્યો… સમસ્યાઓનો બહાદુરીથી સામનો કર્યો. તેઓ ગંગા અને યમુનાને પાછળ છોડી ગયા પણ રામાયણને તેમના હૃદયમાં લઈ ગયા. તેઓએ તેમની માટી છોડી દીધી, પણ તેમનું મીઠું નહીં. તેઓ ફક્ત સ્થળાંતર કરનારા નહોતા; તેઓ એક શાશ્વત સભ્યતાના સંદેશવાહક હતા. તેમના યોગદાનથી આ દેશને સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે ફાયદો થયો છે.’