Today Latest News Update in Gujarati 4 June 2025: મધ્યપ્રદેશના ઝાબુઆમાં માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. એસપી પદમ વિલોચન શુક્લાએ જણાવ્યું હતું કે, “ઝાબુઆ જિલ્લાના મેઘનગર નજીક સિમેન્ટ ભરેલી ટ્રોલી ટ્રક પલટી ખાઈને વાહન પર પડતાં નવ લોકોના મોત થયા છે, બે ઘાયલ થયા છે. આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી.
બેંગલુરુંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ, 11 લોકોના મોત
આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીતની ઉજવણી એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર RCB ની વિજય પરેડ પહેલા ભાગદોડ થઇ હતી. મળતી માહિતી મુજબ સ્ટેડિયમની બહાર ભારે ભીડ વચ્ચે થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત છે
ટ્રમ્પના ટેક્સ બિલ પર એલોન મસ્કનો ગુસ્સો ભડકી ઉઠ્યો
અબજપતિ ઉદ્યોગપતિ અને ટેકનોલોજી દિગ્ગજ એલોન મસ્કે ટ્રમ્પ વહીવટીતંત્રના નવા ટેક્સ અને ખર્ચ બિલ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, એલોન મસ્કે આ બિલને ‘ઘૃણાસ્પદ ઘૃણાસ્પદ’ ગણાવ્યું અને કહ્યું કે તેનાથી ખાધ વધશે.
આ સાથે, મસ્કે લખ્યું કે ‘માફ કરશો, પણ હું તેને હવે સહન કરી શકતો નથી…’, આ કોંગ્રેસનું મોંઘુ, વાહિયાત અને શરમજનક બિલ છે. જેમણે તેની તરફેણમાં મતદાન કર્યું છે તેમને પોતાને શરમ આવવી જોઈએ. કારણ કે તેઓ જાણે છે કે તેમણે ખોટું કર્યું છે.





