/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/NDA-meeting.jpg)
દિલ્હીમાં એનડીએની બેઠક - Photo- ANI
Today Latest News Update in Gujarati 5 August 2025: આજે દિલ્હીમાં સંસદની કાર્યવાહી પહેલા NDA સંસદીય દળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન PM મોદી સાંસદોને પણ સંબોધિત કર્યા હતા.
- Aug 05, 2025 23:29 IST
મેં મારી આંખો સામે ઘણી હોટલો તણાતા જોઇ, પ્રત્યક્ષદર્શીએ ધરાલી ગામની દર્દનાક કહાની જણાવી
Dharali Village Cloudburst : પ્રત્યક્ષદર્શી આસ્થાએ કહ્યું કે અહીં ઘણી મોટી હોટલો હતી, ત્રણથી ચાર માળની હોટલો હતી અને હવે તેમની છત પણ દેખાતી નથી. તેણે કહ્યું કે આખું માર્કેટ પૂરું થઈ ગયું છે, ધરાલી ખૂબ મોટું બજાર હતું અને અહીં એક ખૂબ મોટું મંદિર હતું. ...સંપૂર્ણ માહિતી
- Aug 05, 2025 20:51 IST
Gujarat Rain : રાજ્યમાં ઝરમર મેહુલિયો, હવે ક્યારે પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 5 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે ...બધું જ વાંચો
- Aug 05, 2025 20:01 IST
ટ્રમ્પને ભારત-રશિયાની દોસ્તી પચી રહી નથી, આગામી 24 કલાકમાં ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી
Trump India tariff hike: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને રશિયાની મિત્રતાને પચાવી શકતા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 24 કલાકમાં ભારત પર ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી ...વધુ માહિતી
- Aug 05, 2025 18:27 IST
ગંભીરા પુલ પર લટકતું ટેન્કર હટાવવા ખાસ ટેકનિકનો ઉપયોગ, 50 નિષ્ણાતોની ટીમ કામગીરીમાં જોડાઈ
Gambhira Bridge Collapses: મુજપુર ગંભીરા પુલ ધરાશાયી થયા બાદ ટેન્કરને પુલના સ્તર પર લાવવા માટે એર લિફ્ટિંગ રોલર બેગ અને સ્ટ્રેન જેક જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ...વધુ વાંચો
- Aug 05, 2025 17:30 IST
Tata Safari And Harrier : ટાટા સફારી અને હેરિયર નવા અપટેડ વર્ઝનમાં લોન્ચ, કિંમતથી લઇ સેફ્ટી ફીચર્સ દરેક વિગત વાંચો
Tata Safari And Harrier Adventure X Variant Launch : ટાટા મોટર્સે બે ફ્લેગશિપ એસયુવી ટાટા સફારી અને હેરિયરના એડવેન્ચર એક્સ વેરિયન્ટ લોન્ચ કર્યા છે. અહીં બંને નવા વેરિઅન્ટની કિંમતથી લઈને ફીચર્સ સુધીની વિગતો પર એક નજર કરીએ. ...અહીં વાંચો
- Aug 05, 2025 16:01 IST
Uttarkashi Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, ઘણા ઘરો દબાયા, જુઓ વીડિયો
ઉત્તરાખંડ ઉત્તરકાશી ક્લાઉડબર્સ્ટ સમાચાર : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા. ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે ...અહીં વાંચો
- Aug 05, 2025 14:07 IST
Satyapal Malik Death : જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું 79 વર્ષની ઉંમરે નિધન
Satya Pal Malik passes away news in gujarati : જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન થયું છે. સત્યપાલ મલિક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા, થોડા દિવસો પહેલા હોસ્પિટલમાંથી એક ચિંતાજનક તસવીર પણ બહાર આવી હતી. ...સંપૂર્ણ માહિતી
- Aug 05, 2025 12:34 IST
ભારતનું અનોખું મંદિર જે વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે, જાણો કયા ભગવાનની થાય છે પૂજા? શું છે માન્યતા
Uttarakhand Bansi Narayan Temple in gujarati : દેશના દરેક ખૂણામાં રહસ્યોથી ભરેલા મંદિરો આવેલા છે. આવા ઘણા મંદિરો છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. ઉત્તરાખંડમાં આવું જ એક મંદિર છે. ...બધું જ વાંચો
- Aug 05, 2025 11:04 IST
Today News Live: દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ, PM મોદીનું સન્માન
આજે દિલ્હીમાં સંસદની કાર્યવાહી પહેલા NDA સંસદીય દળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન PM મોદી સાંસદોને પણ સંબોધિત કરવાના છે. આ દિવસે, 5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી. આ સાથે, રાજ્યને બે ભાગમાં (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) વિભાજીત કરીને તેમને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આજે ફરી એકવાર સરકાર એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે, જેના સંદર્ભમાં તે સંસદમાં બિલ લાવી શકે છે. બીજી તરફ, વિપક્ષી દળો બિહારમાં મતદાર યાદીના સુધારાનો મુદ્દો ઉઠાવીને સતત ચર્ચાની માંગ કરી રહ્યા છે.
- Aug 05, 2025 09:51 IST
Today News Live: બાંગ્લાદેશીઓ લાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા
સ્વતંત્રતા દિવસ પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરમિયાન, દિલ્હી પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. એમ પણ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તે બધા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. તે બધા લગભગ 20-25 વર્ષના છે અને તેઓ દિલ્હીમાં મજૂર તરીકે કામ કરે છે. પોલીસે તેમની પાસેથી કેટલાક બાંગ્લાદેશી દસ્તાવેજો જપ્ત કર્યા છે. હાલમાં, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજા એક કેસમાં, દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી અંગે મોટી કાર્યવાહી કરી છે. લાલ કિલ્લાની સુરક્ષામાં તૈનાત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
- Aug 05, 2025 09:15 IST
370 કલમ નાબૂદના પાંચ વર્ષ પૂર્ણ, શું આજે જમ્મુ કાશ્મીરમાં કંઈ મોટું થવાનું છે?
jammu kashmir news in gujarati : પાંચ વર્ષ પહેલા આ દિવસે જમ્મુ અને કાશ્મીરનો ઇતિહાસ કાયમ માટે બદલી નાખવામાં આવ્યો હતો, કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. હવે પાંચ વર્ષ વીતી ગયા છે અને અટકળો શરૂ થઈ ગઈ છે કે આ તારીખે જમ્મુ અને કાશ્મીરમાં ફરીથી કંઈક મોટું થવાનું છે. ...વધુ વાંચો
- Aug 05, 2025 08:24 IST
Gujarat Bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે વધુ એક સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી
ojas gsssb Bharti 2025 in gujarati : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત સ્થાપત્ય મદદનીશ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં વાંચો. ...બધું જ વાંચો
- Aug 05, 2025 07:30 IST
Today News Live: આજે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના અંતિમ સંસ્કાર થશે
સોમવારે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ શિબુ સોરેનનું નિધન થયું હતું. તેમનો પાર્થિવ દેહ દિલ્હીથી રાંચી લવાયો છે. તેમના અંતિમ સંસ્કાર આજે મંગળવારે કરવામાં આવશે. શિબુ સોરેનના અંતિમ સંસ્કાર મંગળવારે બપોરે 12 વાગ્યે રામગઢના નેમરા ગામમાં કરવામાં આવશે. નાના પુત્ર બસંત સોરેન ચિતાને અગ્નિદાહ આપશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધી તેમાં હાજરી આપશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us