Today Latest News Update in Gujarati 6 July 2025: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝીલ છે. બ્રાઝીલ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, બ્રાઝીલના ભારતીય સમુદાયના લોકોએ રિયો ડી જેનરિયોમાં તેમનો બહુ જ શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યો છે. તે આશ્ચર્યજનક છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાયેલા છે અને ભારતના વિકાસ માટે કેટલા ભાવુક છે. અહીં પીએમ મોદી 17માં બ્રિક્સ શિખર સમિટમાં ભાગ લેશે. ત્યારબાદ રાજકીય પ્રવાસ પર જશે. પીએમ મોદીની આ ચોથી બ્રાઝીલ યાત્રા છે. આ દરમિયાન તેઓ ઘણી દ્વિપક્ષીય બેઠકોમાં ભાર લઇ શકે છે.
આજે ડો શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ, PM મોદીએ શ્રદ્ધાંજલી અર્પિત કરી
ડો શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મ આજે 125મી જન્મ જયંતી છે. ડો શ્યામા પ્રસાદ મુખર્જી ભારતના મહાન સ્વતંત્રત સેનાની, રાજકારણી, કેબિનેટ મંત્રી શિક્ષણવિદ, સામાજિક કાર્યકર અને બેરિસ્ટર હતા. તેનો જન્મ 6 જુલાઇ 1901માં કલકત્તામાં થયો હતો. જનસંઘ પાર્ટીની સ્થાપના ડો શ્યામા પ્રસાદ મુખર્જી એ કરી હતી. આજે ડો શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી પર પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી છે.
આજે દેવશયની એકાદશી, પંઢરના વિઠ્ઠલ મંદિરમાં ભવ્ય ઉજવણી
આજે દેશભરમાં દેવશયની એકાદશીની ધામધમૂથી ઉજવણી કરવામાં આવી છે. શ્રદ્ધાઓએ ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું છે. આજથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી ક્ષિરસાગરમાં શયન કરશે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. મહારાષ્ટ્રના પંઢરમાં શ્રી વિઠ્ઠલ રુક્મણી મંદિરમાં અષાઢી એકાદશી અવસર પર મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં પણ પંઢરપુરની ધાર્મિક વારી પંરપરાની ઉજવણી કરવામાં આવી છે.





