Today Latest News Update in Gujarati 6 June 2025: ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની શુક્રવારે રાજ્યના સાયબર ક્રાઈમ સેલ દ્વારા સોશિયલ મીડિયા પર ‘ઓપરેશન સિંદૂર’ સંબંધિત અપમાનજનક અને રાષ્ટ્રવિરોધી પોસ્ટ અપલોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોની પર ઓપરેશન સિંદૂર અંગે ફેસબુક પર વિવાદાસ્પદ નિવેદનો પોસ્ટ કરવાનો આરોપ છે.
PM મોદીએ J&Kમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું કર્યું ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચિનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સીએમ ઓમર અબ્દુલ્લા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ તેમની સાથે હાજર હતા. ઉધમપુરમાં એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી હેલિકોપ્ટર દ્વારા ચિનાબ નદી પરના પુલનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા.
ચિનાબ પુલનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ ભારતના પ્રથમ ‘કેબલ-સ્ટેડ’ અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું અને 272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક (USBRL) ના પૂર્ણાહુતિ પ્રસંગે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી. પ્રધાનમંત્રીની મુલાકાત માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ તરીકે ઓળખાતો ચેનાબ રેલ પુલ 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે. તે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે લગભગ 1,400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ચેનાબ પુલ નદીના પટથી 359 મીટર ઉપર છે. તે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચો અને દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં કુતુબ મિનાર કરતા લગભગ પાંચ ગણો ઉંચો છે. વર્ષ 2003 માં ચેનાબ પુલ બનાવવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ સ્વપ્ન આજે પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, આ પુલ બનાવવામાં ઘણા પડકારો હતા.





