Today News : જમ્મુ અને કાશ્મીરમાં CRPF જવાનોને લઈ જતું વાહન ખીણમાં પડ્યું, બે જવાનોના મોત

Today Latest News Update in Gujarati 7 August 2025: ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં CRPF જવાનોને લઈ જતું વાહન ખીણમાં પડી ગયું. આ અકસ્માતમાં બે CRPF જવાનોના મોત થયા છે. CRPF એ જણાવ્યું છે કે 187મી બટાલિયનનું એક વાહન, જે 18 જવાનોને લઈને જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના કડવાથી બસંત ગઢ જઈ રહ્યું હતું, તે અકસ્માતમાં ખીણમાં પડી ગયું.

Written by Ankit Patel
Updated : August 07, 2025 23:31 IST
Today News : જમ્મુ અને કાશ્મીરમાં CRPF જવાનોને લઈ જતું વાહન ખીણમાં પડ્યું, બે જવાનોના મોત
Army : આર્મી સેૈનિક પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Today Latest News Update in Gujarati 7 August 2025: ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં CRPF જવાનોને લઈ જતું વાહન ખીણમાં પડી ગયું. આ અકસ્માતમાં બે CRPF જવાનોના મોત થયા છે. CRPF એ જણાવ્યું છે કે 187મી બટાલિયનનું એક વાહન, જે 18 જવાનોને લઈને જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના કડવાથી બસંત ગઢ જઈ રહ્યું હતું, તે અકસ્માતમાં ખીણમાં પડી ગયું.

Live Updates

દેશનું સૌથી સસ્તુ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, 100 કિમી રેન્જનો દાવો, જાણો કિંમત અને ફિચર્સ

ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટઅપ Zelo Electric એ ભારતનું સૌથી સસ્તું ઇ-સ્કૂટર Knight+ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર માત્ર સસ્તું નથી પણ તેમાં તે તમામ સ્માર્ટ ફીચર્સ પણ છે જે અત્યાર સુધી ફક્ત મિડ અથવા હાઇ-રેન્જ સ્કૂટરમાં જ ઉપલબ્ધ હતા …બધું જ વાંચો

કમલ હાસન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા, ખાસ કલાને ઓળખ અપાવવા વિનંતી કરી

રાજ્યસભાના સાંસદ અને અભિનેતા કમલ હાસને ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને કીલાડીની પ્રાચીનતાને ઝડપથી માન્યતા આપવા વિનંતી કરી. …વધુ વાંચો

આઈપીએલ 2026 : સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડવા માંગે છે, ફ્રેન્ચાઇઝીને રિલીઝ કે ટ્રેડ કરવા કહ્યું - રિપોર્ટ

આઈપીએલ 2026 : રિપોર્ટ અનુસાર સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટને ઔપચારિક રીતે ટ્રેડ કરવા કે રિલીઝ કરવા વિનંતી કરી છે. …વધુ વાંચો

Gujarat Rain : રાજ્યમાં વરસાદનો લાંબો વિરામ, ફક્ત 6 તાલુકામાં ઝરમર વરસ્યો

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 7 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફક્ત 6 તાલુકામાં વરસાદ વરસ્યો છે …સંપૂર્ણ વાંચો

'ભારત પણ અમેરિકા પર 50% ટેરિફ લગાવી દે', શશિ થરૂરે કહ્યું- સરકાર જવાબ આપે, કોઈ દેશ આપણને કેમ ધમકાવે

American Tariff: શશિ થરૂરે કહ્યું કે અમેરિકન માલ પર આપણો સરેરાશ ટેરિફ 17% છે. આપણે 17% પર કેમ રોકાઈએ? આપણે તેને વધારીને 50% કરવો જોઈએ. …અહીં વાંચો

ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું - મહારાષ્ટ્ર, હરિયાણામાં વોટોની ચોરી થઇ

Rahul Gandhi Election Rigging: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી એકવાર ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો કરવામાં આવ્યો છે. રાહુલે સવાલ ઉઠાવ્યો હતો કે નકલી મતદારો ક્યાંથી આવી રહ્યા છે? …બધું જ વાંચો

ઉત્તરકાશી દુર્ઘટના: રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં સૌથી વધુ ગુજરાતના પ્રવાસીઓ

Uttarkashi Cloud burst: ઉત્તરકાશી દુર્ઘટનામાં બચાવેલા લોકોની સંખ્યા અંગેની અટકળો વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટે અત્યાર સુધીમાં બચાવેલા કુલ લોકોના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. …અહીં વાંચો

Gujarat Bharti 2025 : ગુજરાતમાં 261 જગ્યાઓ માટે વધુ એક સરકારી ભરતી જાહેર, પોસ્ટ, પાગરથી લઈ બધું અહીં વાંચો

ojas gsssb Bharti 2025 in gujarati : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં વાંચો. …વધુ વાંચો

PM Modi on Trump Tariffs: ટેરિફ વિવાદ વચ્ચે ખેડૂતોનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીએ કહી મોટી વાત, અહીં વાંચો શું કહ્યું?

PM Modi Rresponse on Trump Tariffs News in Gujarati: અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા ‘વિવાદ’ વચ્ચે, પીએમ નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના એક મોટું નિવેદન આપ્યું છે. …વધુ માહિતી

Gujarat Rain Today: ગુજરાતમાં 24 કલાકમાં 31 તાલુકામાં છૂટો છવાયો વરસાદ, ક્યાં કેટલો નોંધાયો?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 31 તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના કુંકાવાવ વાડિયામાં 0.31 ઈંચ નોંધાયો હતો. …વધુ માહિતી

Today News Live: ગુજરાતમાં 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 6 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 7 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના કુંકાવાવ વાડિયામાં 0.31 ઈંચ નોંધાયો હતો.

Work in Canada : કેનેડામાં નોકરી છૂટી જાય તો શું કરવું? ભારતીય વર્કર્સ પાસે છે 2 વિકલ્પો

options after job lost in Canada in gujarati : કામદાર વર્ક પરમિટ પર લખેલી તારીખ સુધી કેનેડામાં રહી શકે છે. આ જ કારણ છે કે દરેક ભારતીય કામદારને ખબર હોવી જોઈએ કે કેનેડામાં નોકરી ગુમાવવાના કિસ્સામાં શું કરવું? …અહીં વાંચો

Today News Live: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શું પ્રતિક્રિયા આપી?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતનો પક્ષ રજૂ કરતા કહ્યું, “આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે… ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. તાજેતરના સમયમાં, અમેરિકાએ રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે. અમે આ મુદ્દાઓ પર અમારી સ્થિતિ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધી છે, જેમાં એ હકીકતનો પણ સમાવેશ થાય છે કે અમારી આયાત બજારના કારણોસર છે અને ભારતના 1.4 અબજ લોકોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના એકંદર ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે.”

Today News Live: ટ્રમ્પના 50% ટેરિફ પર ભારતની તીવ્ર પ્રતિક્રિયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે હું આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફ વધારીશ. હવે ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતે આનો યોગ્ય જવાબ આપ્યો છે અને અમેરિકાના આ પગલાને ખોટું ગણાવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ