Live

Todan News: અરવિંદ કેજરીવાલનો મોદી સરકાર પર કટાક્ષ – અમેરિકાના કોટનની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી, ભારતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે?

Gujarat Latest News Update Today in Gujarati 7 September 2025 : અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 19 ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારી 11 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડતા અમેરિકાથી ભારત આવતું કોટન 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થઇ જશે. પરિણામે ભારતના ખેડૂતોને ઓછો ભાવ મળશે.

Written by Ajay Saroya
Updated : September 07, 2025 14:09 IST
Todan News: અરવિંદ કેજરીવાલનો મોદી સરકાર પર કટાક્ષ – અમેરિકાના કોટનની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી, ભારતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે?
આપ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)

Gujarat Latest News Update Today in Gujarati 7 September 2025 : ઉજ્જૈનની શનિવાર મોડી રાત્રે ક્ષિપ્રા નદીમાં એક કાર પડવાની દૂર્ઘટના બની છે. દૂર્ઘટનાગ્રસ્ત કારમાં 1 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 3 પોલીસ કર્મચારી સવાર હતા. શનિવારે રાત્રે કાર ક્ષિપ્રા નદીના મોટા પુલ પરથી પસાર થઇ હતી ત્યારે અચાનક નદીમાં પડી ગઇ હતી. કારમાં સવાર 1 પોલીસ અધિકારીનું મોત થયું છે, જ્યારે અન્ય બે પોલીસ કર્મચારીની નદીમાં શોધખોળ ચાલી રહી છે.

જાપાનના પીએમ શિગેરુ ઇશિબા રાજીનામું આપશે

જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ભંગાણ ન પડે તે માટે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી છે. ઇશિબાની આગેવાની હેઠળના એલડીપીની આગેવાની હેઠળના ગઠબંધને ગયા વર્ષે સત્તામાં આવ્યા બાદ સંસદના બંને ગૃહોની ચૂંટણીમાં બહુમતી ગુમાવી દીધી છે, કારણ કે જીવનનિર્વાહના વધતા જતા ખર્ચને કારણે મતદારો નારાજ છે.

અરવિંદ કેજરીવાલનો મોદી સરકાર પર કટાક્ષ – અમેરિકાના કોટનની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી, ભારતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે?

આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 19 ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારી 11 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી દીધી છે. હવે અમેરિકાથી આવતું કોટન ભારતના ખેડૂતોની તુલનામાં 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થઇ જશે. પરિણામે આપણા દેશના ખેડૂતોનું કપાસ વેચાશે નહીં. જ્યારે આપણા દેશના ખેડૂતો ઓક્ટોબર – નવેમ્બરમાં માર્કેટયાર્ડમાં પોતાનો કપાસ લઇને જશે ત્યારે ખબર પડશે કે કપાસ ખરીદનાર કોઇ નથી. 2013માં ગુજરાતમાં લગભગ 1500 – 1700 રૂપિયા પ્રતિ મણના હિસાબે કપાસના ખેડૂતોને ભાવ મળતા હતા. તે સમયે 2024માં ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી કહેતા હતા કે, તે બહુ ઓછા છે, તે 2500 રૂપિયા હોવા જોઇએ. પરંતુ 2500 તો દૂર હવે બજારમાં એક ખેડૂતને 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જ્યારે દરેક ચીજના ભાવ વધ્યા છે. અમેરિકાનો કપાસ આવવાથી કપાસનો ભાવ 900 રૂપિયા સુધી જતો રહશે. અમેરિકાના ખેડૂતોને માલામાલ કરવામાં આવી રહ્યા છે.

Live Updates

અરવિંદ કેજરીવાલના મોદી સરકાર પર કટાક્ષ - અમેરિકાના કોટનની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી, ભારતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે?

આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 19 ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારી 11 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી દીધી છે. હવે અમેરિકાથી આવતું કોટન ભારતના ખેડૂતોની તુલનામાં 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થઇ જશે. પરિણામે આપણા દેશના ખેડૂતોનું કપાસ વેચાશે નહીં. જ્યારે આપણા દેશના ખેડૂતો ઓક્ટોબર – નવેમ્બરમાં માર્કેટયાર્ડમાં પોતાનો કપાસ લઇને જશે ત્યારે ખબર પડશે કે કપાસ ખરીદનાર કોઇ નથી. 2013માં ગુજરાતમાં લગભગ 1500 – 1700 રૂપિયા પ્રતિ મણના હિસાબે કપાસના ખેડૂતોને ભાવ મળતા હતા. તે સમયે 2024માં ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી કહેતા હતા કે, તે બહુ ઓછા છે, તે 2500 રૂપિયા હોવા જોઇએ. પરંતુ 2500 તો દૂર હવે બજારમાં એક ખેડૂતને 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જ્યારે દરેક ચીજના ભાવ વધ્યા છે. અમેરિકાનો કપાસ આવવાથી કપાસનો ભાવ 900 રૂપિયા સુધી જતો રહશે. અમેરિકાના ખેડૂતોને માલામાલ કરવામાં આવી રહ્યા છે.

જાપાનના પીએમ શિગેરુ ઇશિબા રાજીનામું આપશે

જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ભંગાણ ન પડે તે માટે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી છે. ઇશિબાની આગેવાની હેઠળના એલડીપીની આગેવાની હેઠળના ગઠબંધને ગયા વર્ષે સત્તામાં આવ્યા બાદ સંસદના બંને ગૃહોની ચૂંટણીમાં બહુમતી ગુમાવી દીધી છે, કારણ કે જીવનનિર્વાહના વધતા જતા ખર્ચને કારણે મતદારો નારાજ છે.

Gujarat Rain : અમદાવાદમાં વરસાદની ધડબડાટી, સાબરમતી નદીમાં પાણી છોડાતા ચેતવણી, આ 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Rain Red Alert IMD Weather Forecast : હવામાન વિભાગે રવિવારે ગુજરાતમાં 8 જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. અમદાવાદમાં શનિવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સાબરમતી નદીમાં ભારે પાણી છોડાતા વાસણા બેરેજના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. …સંપૂર્ણ માહિતી

ઉજ્જૈન ક્ષિપ્રા નદીમાં કાર પડતા 1 પોલીસ અધિકારીનું મોત, 2 લોકોની શોધખોળ ચાલુ

ઉજ્જૈનની શનિવાર મોડી રાત્રે ક્ષિપ્રા નદીમાં એક કાર પડવાની દૂર્ઘટના બની છે. દૂર્ઘટનાગ્રસ્ત કારમાં 1 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 3 પોલીસ કર્મચારી સવાર હતા. શનિવારે રાત્રે કાર ક્ષિપ્રા નદીના મોટા પુલ પરથી પસાર થઇ હતી ત્યારે અચાનક નદીમાં પડી ગઇ હતી. કારમાં સવાર 1 પોલીસ અધિકારીનું મોત થયું છે, જ્યારે અન્ય બે પોલીસ કર્મચારીની નદીમાં શોધખોળ ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ