Today Latest News Update in Gujarati 8 June 2025: મણિપુરમાં ફરી અશાંતિનો માહોલ સર્જાયો છે. શનિવારે મેઇતેઇ સમૂદાયના નેતા અરામબાઈ તંગગોલની ધરપકડ બાદ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. હિંસક ટોળાએ ટાયરો અને જૂનું ફર્નિચર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધરપકડ કરાયેલા નેતાને મુક્ત કરવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર અફવાઓને ફેલાતી રોકવા અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે શનિવાર મધ્ય રાતથી 5 દિવસ માટે 5 જિલ્લા ઇમ્ફાલ પશ્ચિમ,ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, કાકચિંગ અને વિષ્ણુપુરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. જેમાં ઇમ્ફાલ પશ્ચિમ,ઇમ્ફાલ પૂર્વ, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં 4 કે તેનાથી વધુ વ્યક્તિઓ એક્ઠાં થવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ વિષ્ણુપુરમાં સંપૂર્ણ કરફ્યુ લાદવામાં આવ્યો છે.
રિંકુ સિંહ અને પ્રિયા સરોજની આજે લખનઉમાં સગાઇ
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની આજે લખનઉમાં સગાઇ જવાની છે. લખનઉની ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાનાર આ હાઇ પ્રોફાઇલ કાર્યક્રમમાં ક્રિકેટર થી લઇ રાજકીય નેતાઓ સહિત 300 થી વધુ વીઆઈપી મહેમાનો આવવાના છે.
બિહાર વિધાનસભા ચૂંટણી વિશે ચિરાગ પાસવાને કહ્યું – મારું લક્ષ્ય NDA ને મજબૂત કરવાનો છે
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણી 2025 વિશે કહ્યું કે, હું એનડીએ ગઠબંધનને મજબૂત કરવા માટે બિહારની 243 બેઠકો પર ચિરાગ પાસવાન બનીને ચૂંટણી લડશે. મારું લક્ષ્ય છે અમે NDAની જીત માટે અગ્રેસર રહે…