Today News : જમ્મુ કાશ્મીર: સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 જવાન શહીદ, એક આતંકી ઠાર

Today Latest News Update in Gujarati 9 August 2025: જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં બે સુરક્ષા કર્મચારીઓના નિધન થયા છે, એક આતંકવાદી પણ માર્યો ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

Today Latest News Update in Gujarati 9 August 2025: જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં બે સુરક્ષા કર્મચારીઓના નિધન થયા છે, એક આતંકવાદી પણ માર્યો ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Indian army, Jammu-Kashmir

ભારતીય સેના ફાઇલ ફોટો (Photo- X)

Today Latest News Update in Gujarati 9 August 2025 : જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં 2 જવાન શહીદ થયા છે, એક આતંકવાદી પણ માર્યો ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પરંતુ શનિવારે સવારે, એન્કાઉન્ટર વધુ તીવ્ર બન્યું અને ભીષણ ગોળીબાર જોવા મળ્યો હતો.

Advertisment

આ સમયે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે, જેમની શોધખોળ ચાલુ છે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ઘણા દિવસોથી સેનાનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જ્યારથી સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ દ્વારા પહેલગામના ગુનેગારોને ઠાર કર્યા છે, ત્યારથી આતંકવાદીઓ સંપૂર્ણપણે ગુસ્સે થઈ ગયા છે, તેમના તરફથી સતત નાપાક કાવતરાઓ ઘડવામાં આવી રહી છે.

  • Aug 09, 2025 23:06 IST

    Gujarat Rain : રાજ્યમાં રક્ષાબંધનના દિવસે 31 તાલુકામાં વરસાદ, બધે ઝરમર વરસ્યો

    Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 9 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે ...બધું જ વાંચો



  • Aug 09, 2025 21:57 IST

    દહીં સાથે લસણ ખાવું સ્વાસ્થ્ય માટે વરદાન, વજન ઘટવા સહિત આ ફાયદા થશે

    health news gujarati : આયુર્વેદિક ડોક્ટર શ્રેય શર્માના જણાવ્યા અનુસાર દહીં સાથે લસણનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે ...વધુ માહિતી



  • Advertisment
  • Aug 09, 2025 20:40 IST

    મચ્છરોને ઘરથી દૂર ભગાડનાર 5 છોડ, વરસાદના દિવસોમાં લગાવવા માટે બેસ્ટ રહેશે

    Mosquito Repellent Plants : મચ્છર કરડવાથી ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગો થવાનું જોખમ પણ રહે છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે, તમે ઘરમાં કેટલાક એવા છોડ રોપી શકો છો, જે મચ્છરોને તમારાથી દૂર રાખશે ...સંપૂર્ણ વાંચો



  • Aug 09, 2025 19:20 IST

    મહારાષ્ટ્રની ચૂંટણી લઇને શરદ પવારનો મોટો દાવો, કહ્યું - બે લોકોએ 160 સીટ જીતવાની ગેરંટી આપી હતી

    શરદ પવારે કહ્યું કે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં બે લોકો તેમને મળવા દિલ્હીમાં આવ્યા હતા. આ લોકોએ મહા વિકાસ આઘાડી (એમવીએ)ને 288માંથી 160 બેઠકો જીતવાની ખાતરી આપી હતી ...સંપૂર્ણ વાંચો



  • Aug 09, 2025 18:40 IST

    આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હવે એકાઉન્ટમાં ઓછામાં ઓછા 50,000 રૂપિયા રાખવા પડશે

    ICICI Bank MAB hike: જો ખાતાધારકો નિશ્ચિત મિનિમન બેલેન્સ નહીં જાળવી રાખે તો તેમણે દંડ તરીકે રકમના છ ટકા અથવા 500 રૂપિયા (જે ઓછું હોય તે) ચૂકવવા પડશે ...સંપૂર્ણ માહિતી



  • Aug 09, 2025 18:05 IST

    માઇકલ ક્લાર્કે આ ભારતીય ખેલાડીને ગણાવ્યો આગામી વીરેન્દ્ર સેહવાગ, કહ્યું - તેને મેદાન પર રોકવો અસંભવ

    yashasvi jaiswal : ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે ભારતીય બેટ્સમેન વિશે વાત કરી હતી, જેની બેટિંગથી તેને સેહવાગની યાદ આવી ગઈ હતી અને તેણે તે ખેલાડીને ભારતીય ક્રિકેટનો આગામી વિરેન્દ્ર સેહવાગ ગણાવ્યો હતો ...બધું જ વાંચો



  • Aug 09, 2025 16:15 IST

    ઓપરેશન સિંદૂર પર વાયુ સેના પ્રમુખે કહ્યું - S-400 મિસાઇલ સિસ્ટમે 5 પાકિસ્તાની જેટ તોડી પાડ્યા

    Operation Sindoor : ભારતીય વાયુસેના (IAF) ના વડા એર ચીફ માર્શલ એપી સિંહે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના S-400 મિસાઇલ સિસ્ટમે હાલમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના 5 લડાકુ વિમાનને તોડી પાડ્યા હતા ...સંપૂર્ણ વાંચો



  • Aug 09, 2025 15:26 IST

    દિલ્હીમાં ભારે વરસાદ પછી દિવાલ ધરાશાયી, 7 લોકોના મોત, મૃતકોમાં બે બાળકો સામેલ

    Delhi NCR Heavy Rain : દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદના કારણે જેતપુર વિસ્તારમાં એક બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં કુલ સાત લોકોનાં મોત નીપજ્યાં છે ...વધુ માહિતી



  • Aug 09, 2025 12:16 IST

    Shravan special Recipe: શ્રાવણમાં ઘરે બનાવો સરળ અને યુનિક સોજી બાસ્કેટ ચાટ, ઉપવાસને આપો ચટપટો ટચ

    Shravan special suji Basket chaat recipe in gujarati : શ્રાવણ માસના ઉપવાસમાં તમારે કંઈક ફરાળી અને ચટપટું ખાવાનું મન થાય તો તમે સોજી બાસ્કેટ ચાટ ચોક્કસ બનાવી શકો. ...વધુ માહિતી



  • Aug 09, 2025 11:29 IST

    Study in Canada : કેનેડામાં AI ડિગ્રી માટે ટોચની 5 યુનિવર્સિટીઓ કઈ છે? કેટલી ફી છે? અહીં જાણો બધુ

    Study in Artificial Intelligence in Canada : વિશ્વભરના દેશોમાં AI નિષ્ણાતો, વ્યાવસાયિકો, એન્જિનિયરોની માંગ છે. જો કે, જો તમને AI ક્ષેત્રમાં ઊંડું જ્ઞાન હોય તો જ તમને નોકરી મળશે. ...બધું જ વાંચો



  • Aug 09, 2025 10:09 IST

    Today News Live: જમ્મુ અને કાશ્મીર: સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ

    જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં બે સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે, એક આતંકવાદી પણ માર્યો ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પરંતુ શનિવારે સવારે, એન્કાઉન્ટર વધુ તીવ્ર બન્યું અને ભીષણ ગોળીબાર જોવા મળ્યો. અત્યાર સુધીની માહિતી અનુસાર, 10 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે, બે શહીદ પણ થયા છે.



  • Aug 09, 2025 09:22 IST

    Today News Live: ટ્રમ્પે મહામંદીની ચેતવણી આપી

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમના દ્વારા અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફની શેરબજાર પર ખૂબ સારી અસર પડી રહી છે પરંતુ જો કોઈ કોર્ટ ટેરિફ રોકવાનો પ્રયાસ કરશે તો તે ફરી એકવાર અમેરિકાને મહામંદી તરફ ધકેલી શકે છે.



  • Aug 09, 2025 08:48 IST

    Today News Live: 24 કલાકમાં 17 તાલુકામાં છૂટોછવાયો વરસાદ

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 8 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 9 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 0.42 ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Aug 09, 2025 08:47 IST

    Today News Live: દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ

    દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, રક્ષાબંધન પર રસ્તાઓ પર લાંબા ટ્રાફિક જામ પણ જોવા મળ્યા છે. ફરીદાબાદ હોય, નોઈડા હોય કે ગાઝિયાબાદ, વાહનો રખડતા જોવા મળે છે. હવામાન વિભાગે પહેલાથી જ આગાહી કરી હતી કે શનિવારે આકાશ વાદળછાયું રહેશે અને વરસાદ પણ પડી શકે છે. આ ક્રમમાં શુક્રવારે જ છૂટાછવાયા વરસાદ શરૂ થયો હતો અને શનિવારે સવારે તે વધુ તીવ્ર બન્યો હતો.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ