Today Latest News Update in Gujarati 9 September 2025: મંગળવારે ઇઝરાયલે કતરની રાજધાની દોહામાં હમાસના ટોચના નેતાઓેને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. ઇઝરાયેલના અધિકારીઓએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. માહિતી અનુસાર ઇઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટે આ કાર્યવાહી હાથ ધરી હતી. ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ આ કાર્યવાહીને એક સ્વતંત્ર કાર્યવાહી ગણાવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે હમાસના ટોચના આતંકવાદી નેતાઓ સામે આજની કાર્યવાહી સંપૂર્ણપણે સ્વતંત્ર ઇઝરાયેલની કાર્યવાહી હતી. ઇઝરાયલે તેની શરૂઆત કરી, ઇઝરાયલે તેને સંચાલિત કર્યું અને ઇઝરાયેલ તેની સંપૂર્ણ જવાબદારી લે છે. કતરે સરકારે હુમલાને કાયરતાપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાનૂનનું ઉલ્લંઘન ગણાવ્યું છે.