Gujarat Latest Live News Update Today in Gujarati 24 November 2025: ઈઝરાયલે ફરી લેબનાન પર ફરી હુમલો કર્યો છે. શનિવારે ઇઝરાયલે લેબનાનના પાટનગર બેરુતના દક્ષિણ વિસ્તાર પર એરસ્ટ્રાક કરતા હિઝબુલ્લાહનો ચીફ ઓફ કમાન્ડર હાયથમ અલી તબતાબાઇ મરાયો છે. ઈઝરાયલ સુરક્ષા દળ (IDF) દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે, જો કે હિઝબુલ્લાહ તરફથી આ વિશે કોઇ પૃષ્ટિ કરવામાં આવી નથી. નવેમ્બર 2024થી ઈઝરાયલ અને લેબનાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની શરૂઆત બાદ તબતાબાઈ ઇઝરાયલ દ્વારા માર્યા ગયેલા સૌથી સિનિયર હિઝબુલ્લાહ કમાન્ડર છે.
G20 સમિટ માંથી પીએમ નરેન્દ્ર મોદી ભારત પરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકામાં જી20 સમિટમાં સામેલ થઇ ભારત પરત આવ્યા છે.
અયોધ્યા રામ મંદિરમાં 25 નવેમ્બરે ધ્વજારોહણ કાર્યકમને લઇ કડક સુરક્ષા
અયોધ્યા રામ મંદિરમાં 25 નમેમ્બરે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. આ ધ્વજારોહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહેવાના છે. ધ્વજારોહણ કાર્યક્રમની અંતિમ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટન ઘટના બાદ અયોધ્યમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે.





