/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Gujarat-CM-bhupendra-patel-1.jpg)
Gujarat CM Bhupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. (Photo: @Bhupendrapbjp)
Today Latest News Live Update in Gujarati 23 November 2025: ઝારખંડના દુમકા જિલ્લામાં એક જ પરિવારના 4 લોકોની હત્યાથી ખળભળાટ મચ્યો છે. પીટીઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, હંસડીહા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બરદાહી ગામમાં એક વ્યક્તિએ તેની પત્ની અને 2 બાળકોની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. એક જ પરિવારના 4 લોકોની હત્યાની ઘટનાથી ગામમાં સનનાટી મચી ગઇ છે.
CM ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં 503 કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છને મોટી ભેટ આપી છે. તેમણે કચ્છમાં 503 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોનું ઇ ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણ કર્યું હતું. આ વિકાસલક્ષી કામોમાં રોડ રસ્તાનું નિર્માણ, મકાન બાધકામ અને શિક્ષણ સહિત સાત ખાસ વિભાગોના પ્રોજેક્ટ સામેલ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પ્રયાસ કચ્છના સમગ્ર વિકાસનું પરિદ્રશ્ય બદલવામાં મોટી ભૂમિકા ભજવશે.
- Nov 23, 2025 14:08 IST
CM ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં 503 કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છને મોટી ભેટ આપી છે. તેમણે કચ્છમાં 503 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોનું ઇ ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણ કર્યું હતું. આ વિકાસલક્ષી કામોમાં રોડ રસ્તાનું નિર્માણ, મકાન બાધકામ અને શિક્ષણ સહિત સાત ખાસ વિભાગોના પ્રોજેક્ટ સામેલ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પ્રયાસ કચ્છના સમગ્ર વિકાસનું પરિદ્રશ્ય બદલવામાં મોટી ભૂમિકા ભજવશે.
watch | गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने कच्छ को एक बड़ा तोहफ़ा देते हुए, खत मुहूर्त सेरेमनी के तहत भुज में 503 करोड़ रुपये विकास परियोजनाओं का उद्घाटन किया। ये परियोजनाएं सड़क, आवास और शिक्षा समेत सात खास विभागों से जुड़ी हैं। मुख्यमंत्री ने कहा कि यह प्रयास कच्छ के पूरे… pic.twitter.com/6dW45SkuBd
— ANI_HindiNews (@AHindinews) November 23, 2025
- Nov 23, 2025 13:28 IST
Explained : ચંદીગઢનો ઇતિહાસ, પંજાબ - હરિયાણાનો દાવો અને કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત બિલ સામે વિરોધ કેમ?
Chandigarh Bill : ચંડીગઢ હાલ પંજાબ અને હરિયાણાના સંયુક્ત પાટનગર છે, જેને લઇ બંને રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર શિયાળું સત્રમાં પ્રસ્તાવિત ચંદીગઢ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જો કે તેની પહેલા જ પંજાબના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ...અહીં વાંચો
- Nov 23, 2025 11:56 IST
Harman Sidhu Death: પંજાબી ગાયક હરમન સિદ્ધુનું નિધન, 37 વર્ષની ઉંમરે કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Punjabi Singer Harman Sidhu Death : પંજાબી ગાયક હરમન સિદ્ધુ એ કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. પેપર તે પ્યાર, મેલા, સારી રાત પારહડી અને થકેવન જટ્ટાન દા જેવા ગીતો ગાઈ હરમન સિદ્ધુ ફેમસ થયો હતો. ...વધુ માહિતી
- Nov 23, 2025 11:56 IST
ઝારખંડમાં એક જ પરિવારના 4 લોકોના મોતથી સનસનાટી
ઝારખંડના દુમકા જિલ્લામાં એક જ પરિવારના 4 લોકોની હત્યાથી ખળભળાટ મચ્યો છે. પીટીઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, હંસડીહા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બરદાહી ગામમાં એક વ્યક્તિએ તેની પત્ની અને 2 બાળકોની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. એક જ પરિવારના 4 લોકોની હત્યાની ઘટનાથી ગામમાં સનનાટી મચી ગઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us