Today News : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સીઝફાયર લંબાવવા ફરી વાતચીત કરશે

Gujarat Latest News Update Today in Gujarati 31 October 2025: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સીઝફાયર લંબાવવા અને ઇસ્તાંબુલમાં આગામી સપ્તાહ વધુ એક શાંતિ મંત્રણા કરવા સંમત થયા છે. બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. આ વાતચીત 6 નવેમ્બરે થશે

Written by Ankit Patel
Updated : October 31, 2025 23:36 IST
Today News : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સીઝફાયર લંબાવવા ફરી વાતચીત કરશે
Pakistan Afghanistan Ceasefire : પાકિસ્તાન અફઘાનિસ્તાન યુદ્ધવિરામ પર સહમત થયા છે. (Photo: Social Media)

Today Latest News Update in Gujarati 31 october 2025: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સીઝફાયર લંબાવવા અને ઇસ્તાંબુલમાં આગામી સપ્તાહ વધુ એક શાંતિ મંત્રણા કરવા સંમત થયા છે. બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. આ વાતચીત 6 નવેમ્બરે થશે. અફઘાન તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે શુક્રવારે કહ્યું હતું કે બંને પક્ષો સંમત થયા છે કે તેઓ ફરીથી મળશે અને બાકીના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે ઇસ્લામિક અમીરાત અન્ય પડોશી દેશો સાથે સારા સંબંધો ઇચ્છે છે. બીજી તરફ પાકિસ્તાને આશા વ્યક્ત કરી હતી કે આ વાતચીતથી સકારાત્મક પરિણામો મળશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ કહ્યું કે પાકિસ્તાન પાડોશી દેશ સાથે તણાવ વધારવા માંગતું નથી.

Live Updates

ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ થતા પ્રશંસકો ચિંતિત, અભિનેતાની ટીમે આપી હેલ્થ અપડેટ

Dharmendra health update : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર સાંભળીને તેમના ચાહકો ચિંતિત થયા હતા …વધુ વાંચો

Gujarat Rain : રાજ્યમાં શુક્રવારે 67 તાલુકામાં વરસાદ, રાજુલામાં 2.91 ઇંચ

Gujarat Rain : અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. દિવાળી ગઇ છે અને ઠંડીની સિઝન શરુ થઇ છે થતા વરસાદ વરસી રહ્યો છે …સંપૂર્ણ માહિતી

પંજાબના લુધિયાણામાં કબડ્ડી ખેલાડીની હત્યા, SSP ઓફિસ પાસે જ બની ઘટના

પંજાબના લુધિયાણા જિલ્લાના જગરાંવમાં શુક્રવારે 25 વર્ષીય કબડ્ડી ખેલાડી તેજપાલ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં વી હતી. આ ઘટના એસએસપી કાર્યાલયની બાજુમાં જ બની હતી …વધુ માહિતી

ગુજરાતમાં કેજરીવાલે કહ્યું - હર્ષ સંઘવીને સુપર સીએમ અને ભૂપેન્દ્ર પટેલને ડમી CM બનાવી દીધા

Arvind Kejriwal : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ગુજરાત મંત્રીમંડળ પર ટિપ્પણી કરતા કહ્યું કે ભાજપે હર્ષ સંઘવીને ઇનામ આપતા સુપર સીએમ અને ભૂપેન્દ્ર પટેલને ડમી સીએમ બનાવી દીધા છે અને પટેલ સમાજનું અપમાન કર્યું છે
બધું જ વાંચો

શિયાળામાં ફક્ત 1 મહિનો પીવો આ જ્યૂસ, સ્કિન દેખાશે જવાન, શરીરમાં લોહી વધારશે

Beetroot Juice Benefits : બીટરૂટમાં હાજર પોષક તત્વોની વાત કરીએ તો તેમાં આયર્ન, ફોલેટ, વિટામિન સી, પોટેશિયમ, ફાઇબર, મેંગેનીઝ અને એન્ટીઓકિસડન્ટ હોય છે જે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. આ જ્યૂસ શરીરને ડિટોક્સ કરે છે અને બળતરાને કંટ્રોલ કરે છે …બધું જ વાંચો

વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને કહ્યું - અમે ઓપરેશન સિંદૂર માટે તૈયાર અને તૈનાત છીએ

ભારતીય નૌકાદળના વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને કહ્યું કે હું તમને ખાતરી આપવા માંગુ છું કે અમે દરેક જહાજ પર નજર રાખી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે તેઓ શું કરી રહ્યા છે, તેઓ શું કરવાના છે, ક્યારે આવે છે, ક્યારે જાય છે, અમે બધું જાણીએ છીએ …બધું જ વાંચો

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું "મારો અંગત અભિપ્રાય એ છે કે RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ"

Congress President Mallikarjuna Kharge : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ફરીથી પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે તે દેશમાં મોટાભાગની કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ માટે જવાબદાર છે. …સંપૂર્ણ વાંચો

કેટલીક સરકારોએ દેશની સાર્વભૌમત્વ સાથે સમાધાન કર્યું છે : એક્તા દિવસ પર PM મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા

national unity day PM modi speech In gujarati : આ ખાસ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહીને રાષ્ટ્રને એકતાના શપથ લેવડાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશને સંબોધન કર્યું હતું. …સંપૂર્ણ માહિતી

Today News Live: આજે, આપણા રાષ્ટ્રની એકતા અને આંતરિક સુરક્ષા ઘુસણખોરોથી ગંભીર ખતરોનો સામનો કરી રહી છે : PM મોદી

રાષ્ટ્રીય એકતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, “આજે, આપણા રાષ્ટ્રની એકતા અને આંતરિક સુરક્ષા ઘુસણખોરોથી ગંભીર ખતરોનો સામનો કરી રહી છે. દાયકાઓથી, વિદેશી ઘુસણખોરો આપણા દેશમાં પ્રવેશ કરી રહ્યા છે, તેના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છે અને તેના વસ્તી વિષયક સંતુલનને ખલેલ પહોંચાડી રહ્યા છે. કમનસીબે, અગાઉની સરકારોએ આ મહત્વપૂર્ણ મુદ્દાને અવગણ્યો, સમસ્યા તરફ આંખ આડા કાન કર્યા. વોટ-બેંક રાજકારણના અનુસંધાનમાં, તેઓએ જાણી જોઈને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કર્યું. પહેલીવાર, દેશે આ પડકારનો સામનો કરવા અને તેની અખંડિતતાનું રક્ષણ કરવા માટે એક મક્કમ અને નિર્ણાયક વલણ અપનાવ્યું છે… મેં લાલ કિલ્લા પરથી ડેમોગ્રાફી મિશનની જાહેરાત કરી. પરંતુ આજે, જ્યારે આપણે આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ, ત્યારે કેટલાક લોકો રાષ્ટ્રીય હિત કરતાં પોતાના સ્વાર્થને ઉપર રાખી રહ્યા છે… આ લોકો ઘુસણખોરો માટે અધિકારો સુરક્ષિત કરવા માટે રાજકીય લડાઈ લડી રહ્યા છે…”

Today News Live: "ભારત ઘર મેં ઘુસ કર મારતા હૈ"..." : PM મોદી

રાષ્ટ્રીય એકતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, “કલમ 370 ની સાંકળ તોડીને, કાશ્મીર આજે મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયું છે. આજે, પાકિસ્તાન અને આતંકવાદના માસ્ટરમાઇન્ડ્સને પણ આ દેશની સાચી શક્તિનો અહેસાસ થયો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, આખી દુનિયાએ જોયું કે જો કોઈ ભારત તરફ આંખ ઉંચી કરવાની હિંમત કરે છે, તો “ભારત ઘર મેં ઘુસ કર મારતા હૈ”…”

Today News Live: રાષ્ટ્રીય એકતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,આજે આપણે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી છીએ

રાષ્ટ્રીય એકતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “સરદાર પટેલ અમર રહે… આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ… આજે આપણે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી છીએ…”

Today News Live: આજે કરોડો લોકોએ એકતાના શપથ લીધા: PM મોદી

રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે કરોડો લોકોએ એકતાના શપથ લીધા. અમે સંકલ્પ કર્યો છે કે અમે રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવતા કાર્યોને પ્રોત્સાહન આપીશું… આપણા રાષ્ટ્રની એકતાને નબળી પાડતા દરેક વિચાર કે કાર્યનો દરેક નાગરિકે ત્યાગ કરવો જોઈએ. આ આપણા દેશ માટે સમયની માંગ છે…”

Today News Live: એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું વિઝન સર્વોપરી હતું..

રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “સ્વતંત્રતા પછી, સરદાર પટેલે 550 થી વધુ રજવાડાઓને એક કરવાનું અશક્ય લાગતું કાર્ય પૂર્ણ કર્યું. તેમના માટે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું વિઝન સર્વોપરી હતું…”

Today News Live: એક્તા પરેડમાં SKATનું આકાશમાં અદભુત પ્રદર્શન

રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ દરમિયાન ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) એ આકાશને ત્રિરંગાના રંગોમાં રંગ્યું હતું.

Today News Live: રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં આસામ પોલીસનો બાઈક પર સ્ટંટ

રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં આસામ પોલીસના મોટરસાઇકલ ડેરડેવિલ શોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

Today News Live: રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ની ટુકડી

રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ની ટુકડી

Today News Live: પરેડમાં BSF ડોગ સ્ક્વોડએ તેમની સંભાળવાની કુશળતા દર્શાવી

રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સ્થાનિક જાતિઓ, રામપુર શિકારી શ્વાનો અને મુધોલ શિકારી શ્વાનોનો સમાવેશ કરતી BSF ડોગ સ્ક્વોડએ તેમની સંભાળવાની કુશળતા દર્શાવી. ઓલ ઇન્ડિયા પોલીસ ડોગ કોમ્પિટિશન વિજેતા, મુધોલ શિકારી શ્વાનો “રિયા” એ પરેડમાં ડોગ સ્ક્વોડનું નેતૃત્વ કર્યું.

Today News Live: વિવિધતામાં એક્તા થીમ પર વિવિધ રાજ્યોના ટેબ્લો પર પરેડમાં જોડાયા

કેવડિયામાં અત્યારે રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિતે એક્તા પરેડ ચાલી રહી છે. આ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા છે, જે “વિવિધતામાં એકતા” થીમની ઝાંખી કરાવે છે.

Today News Live: BSF અને ગુજરાત પોલીસે ભેગા મળીને પરેડમાં પ્રદર્શન કર્યું

એકતા પરેડમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ બેન્ડ અને રાયફલ સાથે ગુજરાત પોલીસ અને BSFની ટીમે સંયુક્ત રીતે એકતા પથ પર પોતાનું શાનદાર પ્રદર્શન આપી શૌર્યની નવી પરિભાષા વ્યક્ત કરી હતી. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રદર્શનમાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.

Canada PGWP Rules: હાથમાં આવેલી વર્ક પરમિટ પણ થઈ શકે છે રદ, કેનેડામાં વિદ્યાર્થીઓએ આ 10 ભૂલો ટાળવી

Canada Work Permit Rules in gujarati: ગ્રેજ્યુએશન પછી કેનેડામાં રહેવા અને કામ કરવાની યોજના ધરાવતા વિદ્યાર્થીઓએ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે અરજી કરતી વખતે સાવધાની રાખવી જોઈએ …સંપૂર્ણ વાંચો

Today News Live: ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા પરેડમાં જોડાયા

ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાયા. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમના 100 જેટલા સદસ્યોએ કર્યું.

Today News Live: પીએમ મોદી એકતા દિવસના લેવડાવ્યા શપથ

કેવડિયા ખાતે એક્તા નગરમાં આજે સરદાર પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ રહી છે. પીએમ મોદી રાષ્ટ્રિય એક્તા દિવસની ઉજવણીમાં હાજર છે. તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આપી હતી. કૃતજ્ઞ રાષ્ટ્ર વતી લોખંડી પુરુષને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી, પીએમ મોદી એકતા દિવસના શપથ પણ લેવડાવ્યા હતા.

Today News Live: SOU ખાતે પીએમ મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સરદાર પટેલની 150મી જન્મ જ્યંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સરદાર પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા છે.

Today News Live: થોડી વારમાં PM મોદી એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના મુખ્ય કાર્યક્રમમાં થોડીવારમાં ઉપસ્થિત રહેશે. થોડી જ વારમાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) ખાતે પહોંચશે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ભવ્ય ‘એકતા પરેડ’ નિહાળશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે. સમગ્ર કેવડિયા ખાતે ઉત્સાહનો માહોલ છે.

Today News Live: આરંભ 7.0ના સમાપનમાં તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

એકતા પરેડ બાદ પીએમ મોદી 10:45 વાગ્યે આરંભ 7.0ના સમાપનમાં તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ 12:20 વાગ્યે કેવડિયાથી વડોદરા જશે અને 1:00 વાગ્યે વડોદરા એરપોર્ટથી દિલ્હી રવાના થશે.

Today News Live: આજે પીએમ મોદી કેવડિયા ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે

આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જ્યંતિ છે. એટલે કે આજનો દિવસ રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે બીજા દિવસે વડાપ્રધાન મોદી કેવડિયાના પ્રવાસે છે. અહીં સવારે સરદાર પટેલની ભવ્ય પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલી અર્પણ કરશે. ત્યારબાદ એક્તા પરેડનું નિરીક્ષણ કરશે. અને પછી દેશને સંબોધિત કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ