Ram Mandir, PM Modi in Ayodhya: રામ મંદિરના શિખર પર ભગવો ધર્મ ધ્વજ લહેરાય ચુક્યો છે. આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી અયોધ્યા શહેર બન્યું છે. પીએમ મોદીએ રામ મંદિર પહોંચીને ભગવાન રામની આરતી કર્યા બાદ શિખર પર ભગવો ધર્મ ધ્વજારોહણ કર્યું હતું. રામ મંદિર માટે ખાસ રચાયેલ આ 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો ધ્વજ મંદિરના નિર્માણ પૂર્ણ થવાનો સંદેશ આપશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 7,000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.





