Today News : ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ટ્રેનની અડફેટે આવતા છ યાત્રાળુઓના મોત

Gujarat Latest News Update Today in Gujarati 5 November 2025: કારતક પૂર્ણિમાના દિવસે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. બુધવારે સવારે ચુનાર રેલ્વે સ્ટેશન પર કાલકા એક્સપ્રેસની અડફેટે આવતા છ યાત્રાળુઓના મોત થયા હતા.

Written by Ankit Patel
Updated : November 05, 2025 23:45 IST
Today News : ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ટ્રેનની અડફેટે આવતા છ યાત્રાળુઓના મોત
કાલકા એક્સપ્રેસ ટ્રેન અકસ્માત- photo- X/Arv_Ind_Chauhan

Today Latest News Update in Gujarati 5 November 2025: કારતક પૂર્ણિમાના દિવસે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. બુધવારે સવારે ચુનાર રેલ્વે સ્ટેશન પર કાલકા એક્સપ્રેસની અડફેટે આવતા છ યાત્રાળુઓના મોત થયા હતા. બે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ રેલ્વે ટ્રેક પર ચાલતી વખતે ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત બાદ ચુનાર રેલ્વે સ્ટેશન પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આરપીએફ અને રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

Live Updates

14 દિવસ સુધી ખોરાકમાં તેલનો ઉપયોગ બંધ કરો તો શરીર પર શું અસર થશે? જાણો એક્સપર્ટ પાસેથી

Health News Gujarati : જો તમે બે અઠવાડિયા સુધી તમારા આહારમાં તેલનો સમાવેશ ન કરો, તો શું તમે જાણો છો કે તેનાથી તમારા શરીર પર શું અસર પડે છે. ડાયેટિશિયન કનિકા મલ્હોત્રાએ આ વિષય પર ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ …સંપૂર્ણ વાંચો

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 : ગુરુવારે પ્રથમ તબક્કામાં 121 સીટો પર મતદાન, જાણો બધી માહિતી

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટેનું મતદાન ગુરુવારને 6 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં, 3.75 કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.98 કરોડ પુરુષો, 1.76 કરોડ મહિલાઓ અને 758 થર્ડ જેન્ડર મતદાતાઓનો સમાવેશ થાય છે. …સંપૂર્ણ માહિતી

ભારતીય મહિલા વર્લ્ડ ચેમ્પિયન ટીમે પીએમ મોદી સાથે મુલાકાત કરી,  ‘NAMO’ જર્સી આપી

ICC મહિલા વન ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાર ભારતીય ટીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમે પીએમ મોદી સાથે ટ્રોફી શેર કરી હતી. તમામ ખેલાડીઓએ સાથે મળીને પીએમ મોદીને ‘નમો’ નામની જર્સી પણ સોંપી હતી. આ પ્રસંગે ટીમના કોચ અમોલ મજુમદાર પણ હાજર રહ્યા હતા …અહીં વાંચો

40 હજાર રન, 101 સદી અને 227 અડધી સદી, આ છે 10 રેકોર્ડ જે કોહલીને બનાવે છે વિરાટ

વિરાટ કોહલીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ (ટેસ્ટ અને રેડ બોલ ક્રિકેટ), લિસ્ટ એ ક્રિકેટ (50 ઓવરની ક્રિકેટ) અને ટી-20 (આંતરરાષ્ટ્રીય, આઈપીએલ અને ડોમેસ્ટિક 20 ઓવર ક્રિકેટ) માં કુલ મળીને 40,725 રન બનાવ્યા છે. તેણે 101 સદી અને 227 અડધી સદી ફટકારી છે …સંપૂર્ણ માહિતી

ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, ઋષભ પંતની વાપસી, આવતા જ મળી મોટી જવાબદારી

India vs South Africa Test series : સાઉથ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઋષભ પંતની ઈજા બાદ ટીમમાં વાપસી થઇ છે. 14 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે …વધુ માહિતી

હાર્દિક પંડ્યા નવી ગર્લફ્રેન્ડ સાથે રોમાંટિક થયો, કાર વોશ કરતા કરી કિસ, જુઓ વાયરલ વીડિયો

Hardik Pandya Mahieka Sharma : હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કાર ધોઈ રહ્યો છે અને તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા આ દરમિયાન તેને કિસ કરતી જોવા મળી રહી છે. એટલે કે હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે બંને સંભવતઃ એકબીજાને ડેટ કરી રહ્યા છે …બધું જ વાંચો

Mirzapur Train Accident: ઉત્તર પ્રદેશમાં કાલકા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા છ મહિલાના મોત, થઈ હતી એક મોટી ભૂલ?

Mirzapur Train Accident: ચુનાર રેલ્વે સ્ટેશન પર પાટા ઓળંગતી વખતે ઝડપી ગતિએ આવતી કાલકા એક્સપ્રેસે આઠ લોકોને ટક્કર મારી હતી. …સંપૂર્ણ વાંચો

Today News Live: ગુજરાત સરકાર મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે કરશે ખરીદી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદી કરવા અંગે જાણકારી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.

રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.

કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે, અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે.

NHAI bharti 2025 : નેશનલ હાઈવે ઓથોરિટીમાં નોકરીઓ, મહિને ₹1.77 લાખ સુધીનો પગાર, અહીં વાંચો શું જોઈએ લાયકાત?

nhai recruitment 2025 in gujarati : નેશનલ હાઈવે ઓથોરિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની અગત્યની માહિતી આ લેખમાં આપેલી છે. …વધુ માહિતી

Today News Live: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ટ્રેનની અડફેટે આવતા છ યાત્રાળુઓના મોત

કારતક પૂર્ણિમાના દિવસે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. બુધવારે સવારે ચુનાર રેલ્વે સ્ટેશન પર કાલકા એક્સપ્રેસની અડફેટે આવતા છ યાત્રાળુઓના મોત થયા હતા. બે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ રેલ્વે ટ્રેક પર ચાલતી વખતે ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત બાદ ચુનાર રેલ્વે સ્ટેશન પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આરપીએફ અને રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

ન્યૂયોર્ક શહેરના મેયર બન્યા જોહરાન મમદાની, જાણો કોણ છે ભારતીય મૂળના મુસ્લિમ નેતા

New York City new Mayor zohran mamdani : ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય મમદાનીએ આ મહત્વપૂર્ણ મેયરની ચૂંટણીમાં ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો, એક સ્વતંત્ર ઉમેદવાર અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાનો સામનો કર્યો હતો. …વધુ માહિતી

Today News Live: અમેરિકાના લુઇસવિલેમાં કાર્ગો વિમાન ક્રેશ, 3 લોકોના મોત

અમેરિકાના કેન્ટુકીમાં એક કાર્ગો વિમાન ક્રેશ થયું છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ અહેવાલ આપ્યો છે કે મંગળવારે સાંજે લુઇસવિલેના મુહમ્મદ અલી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ટેકઓફ કર્યા પછી તરત જ કાર્ગો વિમાન ક્રેશ થયું હતું, જેમાં આગ લાગી હતી અને તેના કારણે સમગ્ર વિસ્તારમાં કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો.

USA h-1b visa : શું H-1B વિઝા ધરાવતા લોકો અમેરિકામાં નોકરી બદલી શકે છે? USCIS ના નિયમો વિશે જાણો

USA h-1b visa for indian workers in gujarati : અમેરિકાના ટેક, હેલ્થકેર અને ફાઇનાન્સ ક્ષેત્રોમાં નોકરીઓ માટે H-1B વિઝા આપવામાં આવે છે, અને ભારતીય કામદારો સૌથી વધુ મેળવે છે. દર વર્ષે ફક્ત 65,000 H-1B વિઝા જારી કરવામાં આવે છે. …સંપૂર્ણ માહિતી

Today News Live: ઇન્ડોનેશિયાના સુલાવેસીના દરિયાકાંઠે 6.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

બુધવારે વહેલી સવારે ઇન્ડોનેશિયાના સુલાવેસીના દરિયાકાંઠે 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દેશની ભૂસ્તરશાસ્ત્રીય એજન્સી (હવામાન, આબોહવા અને ભૂ-ભૌતિકશાસ્ત્ર એજન્સી) એ શક્તિશાળી ભૂકંપની જાણ કરી. એજન્સીએ જણાવ્યું કે બુધવારે વહેલી સવારે ઇન્ડોનેશિયાના સુલાવેસીના દરિયાકાંઠે 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી.

એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સુલાવેસી ટાપુના દરિયાકાંઠે સમુદ્રમાં સ્થિત હતું, અને તેની ઊંડાઈ હજુ સુધી સ્પષ્ટ નથી. જો કે, પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપ હળવો અનુભવાયો હતો, પરંતુ કોઈ મોટું નુકસાન કે જાનમાલનું નુકસાન થયું નથી. ભૂસ્તરશાસ્ત્રીય એજન્સીએ સ્થાનિક રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ