Today Latest News Update in Gujarati 18 November 2025: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વના મુખ્ય સાથી સાઉદી અરેબિયાને F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાની યોજના જાહેર કરી છે. ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે તેઓ સાઉદી અરેબિયાને F-35 ફાયટર જેટ વેચાણને મંજૂરી આપશે. ટ્રમ્પ વહીવટીતંત્રમાં એવી ચિંતા છે કે સાઉદી અરેબિયાને F-35 પૂરા પાડવાથી ચીનને આ અત્યાધુનિક લડાયક વાહનો પાછળની અમેરિકન ટેકનોલોજીની ઍક્સેસ મળી શકે છે. ટ્રમ્પની આ જાહેરાત સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) ની વોશિંગ્ટનની બહુપ્રતિક્ષિત મુલાકાતના એક દિવસ પહેલા જ આવી છે, જે આઠ વર્ષમાં તેમની પ્રથમ મુલાકાત હતી.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ સાઉદી અરેબિયાને જેટ વેચશે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, “હું કહીશ કે અમે કરીશું. અમે F-35 વેચીશું.” F-35 ફાઇટર જેટનું વેચાણ બંને દેશો વચ્ચેના ઘણા મોટા સોદાઓમાંનો એક છે જેની જાહેરાત MBS ની મુલાકાત દરમિયાન થવાની અપેક્ષા છે. ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને એપીએ અહેવાલ આપ્યો છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સ આ મુલાકાત દરમિયાન યુએસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો ડોલરના રોકાણની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.






