/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/haryana-school-bus-accident.jpg)
Haryana School Bus Accident : હરિયાણામાં સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. (Photo: X)
Today Latest News Live Update in Gujarati 14 December 2025 : હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં રવિવારે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ એક્સિડેન્ટમાં 1 વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે અને 18 ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિત મુજબ આર્યન સ્કૂલની બસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ માટે પ્રતાપગઢ લઇ રહી હતી. આ વાહન અકસ્માતમાં જીવ ગુમાવનાર ઇશિકા ધોરણ 11ની વિદ્યાર્થિની છે. મીડિયા રિપોર્ટસ મુજબ 3 શિક્ષક, રોડવેઝ બસ ચાલક, સ્કૂલ બસના ચાલક અને કન્ડક્ટર ઘાયલ થયા છે.
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર, 2 લોકોના મોત અને 8 ઘાયલ
અમેરિકાની રોડ આઇલેન્ડ રાજ્યની બ્રાઉન યુનિવર્સિટીમાં શનિવારે અચાનક ગોળીબારથી સમગ્ર દેશમાં દહેશતનો માહોલ છે. આ ગોળીબારમાં 2 લોકોના મોત અને 8 લોકો ઘાયલ થયા છે. ગોળીબારની ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં ચારે બાજુથી નાકાબંધી કરવામાં આવી છે, વિદ્યાર્થી અને પ્રોફેરસોને તેઓ જ્યાં છે ત્યાં સંતાઇને રહેવા અપિલ કરાઇ છે. આ ફાયરિંગ બ્રાઉન યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને ફિઝિક્સ બ્લિડિંગ નજીક થયું છે, જ્યાં તે સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થી હાજર હતા.
- Dec 14, 2025 15:10 IST
ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીની ભારત પ્રવાસના આયોજક 14 દિવસની પોલીસ કસ્ટડીમાં
કલકત્તાની વિધાનનગર અદાલતે ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીના G.O.A.T ઈન્ડિયા ટૂર 2025 પ્રમોટર અને આયોજક સત્તાદૂ દત્તાને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.
कोलकाता, पश्चिम बंगाल | बिधाननगर अदालत ने स्टार फुटबॉलर लियोनेल मेस्सी के G.O.A.T इंडिया टूर 2025 के प्रमोटर और आयोजक सताद्रु दत्ता को 14 दिनों की पुलिस हिरासत में भेज दिया है।
— ANI_HindiNews (@AHindinews) December 14, 2025 - Dec 14, 2025 14:58 IST
હરિયાણામાં સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, 1 વિદ્યાર્થિની મોત અને 18 ઘાયલ
હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં રવિવારે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ એક્સિડેન્ટમાં 1 વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે અને 18 ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિત મુજબ આર્યન સ્કૂલની બસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ માટે પ્રતાપગઢ લઇ રહી હતી. આ વાહન અકસ્માતમાં જીવ ગુમાવનાર ઇશિકા ધોરણ 11ની વિદ્યાર્થિની છે. મીડિયા રિપોર્ટસ મુજબ 3 શિક્ષક, રોડવેઝ બસ ચાલક, સ્કૂલ બસના ચાલક અને કન્ડક્ટર ઘાયલ થયા છે.
- Dec 14, 2025 14:50 IST
Pankaj Chaudhary: પંકજ ચૌધરી બન્યા યુપી ભાજપ અધ્યક્ષ, પહાડ જેવા 5 પડકારોનો સામનો કરવો પડશે
Pankaj Chaudhary BJP Predident Of Uttar Pradesh : ઉત્તરપ્રદેશ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીની સામે ઘણા પડકારો છે. આમાંના કેટલાક 2024 ની લોકસભા અને 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના નિરાશાજનક પ્રદર્શન અને પછાત, દલિત અને લઘુમતી સમુદાયોને ટેકો આપવાના સમાજવાદી પાર્ટીના પ્રયાસોથી ઉદભવે છે. ...બધું જ વાંચો
- Dec 14, 2025 08:32 IST
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર, 2 લોકોના મોત અને 8 ઘાયલ
અમેરિકાની રોડ આઇલેન્ડ રાજ્યની બ્રાઉન યુનિવર્સિટીમાં શનિવારે અચાનક ગોળીબારથી સમગ્ર દેશમાં દહેશતનો માહોલ છે. આ ગોળીબારમાં 2 લોકોના મોત અને 8 લોકો ઘાયલ થયા છે. ગોળીબારની ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં ચારે બાજુથી નાકાબંધી કરવામાં આવી છે, વિદ્યાર્થી અને પ્રોફેરસોને તેઓ જ્યાં છે ત્યાં સંતાઇને રહેવા અપિલ કરાઇ છે. આ ફાયરિંગ બ્રાઉન યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને ફિઝિક્સ બ્લિડિંગ નજીક થયું છે, જ્યાં તે સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થી હાજર હતા.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us