/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/US-National-Guard.jpg)
અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક હુમલો- photo- X
Today Latest News Update in Gujarati 28 November 2025: બુધવારે બપોરે બે નેશનલ ગાર્ડ સભ્યોને ગોળી મારી દેવામાં આવી હતી, જે અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસસ્થાન વ્હાઇટ હાઉસથી થોડા અંતરે છે. બુધવારે વ્હાઇટ હાઉસ નજીક હિંસાની ઘટનામાં વોશિંગ્ટન, ડીસીમાં તૈનાત બે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડ સભ્યોને ગોળી મારી દેવામાં આવી હતી. બે સૈનિકમાંથી એકનું મોત થયું છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે નેશનલ ગાર્ડ સભ્ય સ્પેશિયાલિસ્ટ સારાહ બેકસ્ટ્રોમને વોશિંગ્ટન, ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળી મારીને સ્ટાફ સાર્જન્ટ એન્ડ્રુ વોલ્ફ સાથે ગોળી મારી દેવામાં આવી હતી, જેની હાલત ગંભીર છે.
એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ અને વોશિંગ્ટનના મેયર મુરિયલ બોઝરે જણાવ્યું હતું કે બુધવારે બપોરે બનેલી ઘટના બાદ બંને સુરક્ષા કર્મચારીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોળી મારવામાં આવેલા સુરક્ષા કર્મચારીઓમાં સ્પેશિયાલિસ્ટ સારાહ બેકસ્ટ્રોમ, 20, અને સ્ટાફ સાર્જન્ટ એન્ડ્રુ વોલ્ફ, 24 છે.
વ્હાઇટ હાઉસ નજીક બે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડ સભ્યોને ગોળી મારવાનો આરોપ એક અફઘાન નાગરિક પર મૂકવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ આતંકવાદી કૃત્ય તરીકે કરવામાં આવી રહી છે.
- Nov 28, 2025 22:53 IST
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના ઇન્સ્ટાગ્રામ પર દેખાઈ એક જેવી વસ્તું, લગ્નમાં વિલંબનો મુખ્ય સંકેત?
ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુછલના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર વાદળી રંગનું પ્રતીક દેખાયું છે. એવું માનવામાં આવે છે કે આ પ્રતીકનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે થાય છે. ...અહીં વાંચો
- Nov 28, 2025 20:28 IST
ગુજરાત જાયન્ટ્સે WPL 2026 ની હરાજી અને નવી ટીમ વિશે કહી આવી વાત, જાણો શું કહ્યું
WPL Auction 2026 Gujarat Giants Squad List: મહિલા પ્રીમિયર લીગની હરાજી પછી ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ માઈકલ ક્લિંગરે જણાવ્યું કે અમે આ નવી સિઝન માટે ઉત્સાહિત છીએ. અમારા મુખ્ય મૂલ્યો એ જ છે કે આક્રમક અને નીડર માનસિકતા. મને વિશ્વાસ છે કે આ સિઝનમાં અમે ખૂબ જ સારું પ્રદર્શન કરીશું ...સંપૂર્ણ માહિતી
- Nov 28, 2025 19:04 IST
1 લીટર પેટ્રોલ પર 71 kmpl સુધીની માઇલેજ આપે છે આ ટોપ 5 સ્કૂટર, સ્ટાઇલ પણ છે દમદાર
Best Mileage Scooters in India 2025: 2025 માં ભારતમાં ટોપ 5 હાઇ માઇલેજ સ્કૂટર્સની કિંમત, એન્જિન, ફિચર્સ, માઇલેજ અને સંપૂર્ણ વિગતો જાણો. Honda Activa, TVS Jupiter, Hero Pleasure Plus, Yamaha Fascino અને RayZR માંથી કોઇ છે સૌથી શાનદાર. ...વધુ વાંચો
- Nov 28, 2025 17:56 IST
ભારતની અર્થવ્યવસ્થામાં જોરદાર ઉછાળો, વર્ષના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 8.2 ટકા રહ્યો
India Q2 GDP Growth Data 2025 : નાણાંકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા બધા અંદાજોને પાછળ રાખતા ઝડપથી આગળ વધી છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 8.2 ટકા વધ્યો છે. નોંધપાત્ર છે કે છેલ્લા છ ક્વાર્ટરમાં આ સૌથી વધુ છે ...વધુ વાંચો
- Nov 28, 2025 17:12 IST
MI WPL 2026 Players List : અમેલિયા કેરને 3 કરોડમાં ખરીદી, આવી છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ
MI WPL 2026 Players List : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 મેગા હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) પાસે 13 ખેલાડીઓનો ખાલી સ્લોટ હતો. તેણે પોતાની ટીમમાં 11 ખેલાડીઓ જોડ્યા હતા. અમેલિયા કેરને સૌથી વધારે 3 કરોડ રૂપિયામાં ખરીદી હતી ...અહીં વાંચો
- Nov 28, 2025 16:30 IST
DC WPL 2026 Players List: ચિનેલ હેનરી અને શ્રી ચરણીને ખરીદ્યા, આવી છે દિલ્હી કેપિટલ્સની ટીમ
DC WPL 2026 Players List: દિલ્હી કેપિટલ્સની ટીમમાં હવે 16 ખેલાડીઓ છે. ટીમે આ હરાજીમાં ચિનેલ હેનરીને રુપિયા 1.30 કરોડમાં અને શ્રી ચરણીને 1.30 કરોડ રુપિયામાં ખરીદ્યા હતા ...અહીં વાંચો
- Nov 28, 2025 15:46 IST
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 4 ડિસેમ્બરે ભારત પ્રવાસે આવશે, પીએમ મોદી સાથે આ મુદ્દાઓ પર કરશે ચર્ચા
Vladimir Putin to visit India : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતના પ્રવાસે આવશે. રશિયાના રાષ્ટ્રપતિના કાર્યાલય ક્રેમલિન તરફથી શુક્રવારે આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પુતિન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની રાજકીય યાત્રા પર જશે ...સંપૂર્ણ વાંચો
- Nov 28, 2025 15:10 IST
"ગીતામાં શ્રી કૃષ્ણના ઉપદેશો દરેક યુગમાં સુસંગત છે" : ઉડુપીમાં PM મોદીએ કહ્યું
Prime Minister Narendra Modi's visit to Udupi: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉડુપીએ પાંચ દાયકા પહેલા એક નવું શાસન મોડેલ રજૂ કર્યું હતું. રામ જન્મભૂમિ ચળવળમાં ઉડુપીની ભૂમિકા સમગ્ર દેશ જાણે છે. ...બધું જ વાંચો
- Nov 28, 2025 14:05 IST
RNSB Recruitment 2025 : ગાંધીનગર અને વાંકાનેરમાં બેંકમાં નોકરી મેળવવાની જોરદાર તક, ફ્રેશર પણ કરી શકશે અરજી
RNSB Recruitment 2025 Executive and Apprentice posts:રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. ...બધું જ વાંચો
- Nov 28, 2025 12:27 IST
Today News Live: મહેસાણા જિલ્લામાં SIRની કામગીરી કરતા BLOનું મોત
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.
- Nov 28, 2025 11:46 IST
PM Modi Unveil Ram Statue Today in Goa: ગોવામાં 'જય શ્રી રામ' ગુંજશે, પીએમ મોદી 77 ફૂટ ઊંચી રામની પ્રતિમાનું અનાવરણ કરશે
PM Modi Unveil 77-ft Lord Ram Statue Today: અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજા રોહણ સમારોહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવામાં ભગવાન રામની 77 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવાના છે. ...સંપૂર્ણ વાંચો
- Nov 28, 2025 10:52 IST
Ojas bharti 2025 : એન્જીનિયરિંગ પાસ લોકો માટે ગુજરાતમાં સરકારી નોકરી, બે લાખ સુધી પગાર, અહીં વાંચો બધી જ માહિતી
Ojas GSPHC bharti 2025 : ઓજસ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. ...બધું જ વાંચો
- Nov 28, 2025 08:55 IST
Exclusive: બંધારણના મૂળભૂત માળખામાં કોઈ ફેરફાર નહીં, 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' પર કાયદા પંચનું વલણ
Exclusive on One Nation One Election Bills: એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ અંગે સંયુક્ત સંસદીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક 4 ડિસેમ્બરે યોજાવાની છે. તે બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ...અહીં વાંચો
- Nov 28, 2025 08:19 IST
Study in Britain : બ્રિટનમાં અભ્યાસ કરવાનો જોરદાર મોકો, ભારતીય વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટી આપી રહી છે શિષ્યવૃત્તિ
scholarships for UK study Indian students : બ્રિટનમાં ડિગ્રી મેળવવી દરેક માટે પોસાય તેમ નથી, કારણ કે શિક્ષણનો ખર્ચ ઘણો વધારે છે. તેથી, ઘણી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. ...સંપૂર્ણ માહિતી
- Nov 28, 2025 07:54 IST
Today News Live: વ્હાઇટ હાઉસ નજીક આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા યુએસ નેશનલ ગાર્ડ સભ્યનું મોત
બુધવારે વ્હાઇટ હાઉસ નજીક હિંસાની ઘટનામાં વોશિંગ્ટન, ડીસીમાં તૈનાત બે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડ સભ્યોને ગોળી મારી દેવામાં આવી હતી. બે સૈનિકમાંથી એકનું મોત થયું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે નેશનલ ગાર્ડ સભ્ય સ્પેશિયાલિસ્ટ સારાહ બેકસ્ટ્રોમને વોશિંગ્ટન, ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળી મારીને સ્ટાફ સાર્જન્ટ એન્ડ્રુ વોલ્ફ સાથે ગોળી મારી દેવામાં આવી હતી, જેની હાલત ગંભીર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us