Gujarati News 1 April 2025 : બેંગલુરુના લોકોને મોટો ફટકો, કચરા માટે વધુ ટેક્સ ચૂકવવો પડશે, નવા દર લાગુ

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 1 April 2025: બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) એ બેંગલુરુમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે મોટો નિર્ણય લીધો છે. હવે નવા નિયમ મુજબ, બેંગલુરુમાં રહેતા લોકોએ 1 એપ્રિલથી ઘન કચરા વ્યવસ્થાપન માટે પહેલા કરતાં વધુ ચૂકવણી કરવી પડશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
garbage bengaluru rate

બેંગલુરુમાં કચરા માટે પૈસા ચૂકવવા પડશે - Express photo

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 1 April 2025, આજના તાજા સમાચાર: બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) એ બેંગલુરુમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે મોટો નિર્ણય લીધો છે. હવે નવા નિયમ મુજબ, બેંગલુરુમાં રહેતા લોકોએ 1 એપ્રિલથી ઘન કચરા વ્યવસ્થાપન માટે પહેલા કરતાં વધુ ચૂકવણી કરવી પડશે. બેંગલુરુમાં ઘન કચરા વ્યવસ્થાપન કંપની હવેથી દર મહિને કચરા પર એક પ્રકારનો ટેક્સ લાદવાની તૈયારી કરી રહી છે. આ શ્રેણીમાં દુકાનો, હોટલ અને રહેણાંક ઇમારતોનો સમાવેશ થાય છે. દરેક પાસેથી અલગ-અલગ રીતે ટેક્સ વસૂલવામાં આવશે. હોટેલ ચાર્જ જે પહેલા 5 રૂપિયા હતો તે હવે વધારીને 12 રૂપિયા કરવામાં આવ્યો છે.

Advertisment

સુપ્રીમ કોર્ટે મંગળવારે મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે મંગળવારે મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે સાબરમતી આશ્રમના પુનર્વિકાસની ગુજરાત સરકારની યોજનાને પડકાર આપ્યો હતો. તુષાર ગાંધીનું કહેવું હતું કે આ પ્રોજેક્ટ આશ્રમનું મૂળ સ્વરૂપ અને તેની ઐતિહાસિક ઓળખ પ્રભાવિત થશે.

'રસ્તા ચાલવા માટે હોય છે', રસ્તા વચ્ચે નમાઝ પર પ્રતિબંધ અંગે સીએમ યોગીનું મોટું નિવેદન

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે શેરીઓમાં નમાઝ અદા કરવા પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય વહીવટીતંત્રના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ આવેલા શ્રદ્ધાળુઓ પાસેથી લોકોએ અનુશાસન શીખવું જોઈએ. સીએમ યોગીએ કહ્યું કે રસ્તો ચાલવા માટે છે. આવું કરનારા લોકોએ હિંદુઓ પાસેથી શિસ્ત શીખવી જોઈએ.

Advertisment

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે 66 કરોડ લોકો પ્રયાગરાજ આવ્યા. ક્યાંય લૂંટફાટ નથી, ક્યાંય આગચંપી નથી, ક્યાંય છેડતી નથી, ક્યાંય તોડફોડ નથી, ક્યાંય અપહરણ નથી, આ શિસ્ત છે, આ ધાર્મિક શિસ્ત છે. તમને જણાવી દઈએ કે સીએમ યોગીએ પીટીઆઈને આપેલા તાજેતરના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં આ બધી વાતો કહી છે.

ઝારખંડના સાહિબગંજમાં મોટી ટ્રેન દુર્ઘટના, બે માલગાડી વચ્ચે જોરદાર ટક્કર, લોકો પાઇલટ સહિત 3ના મોત

ઝારખંડના સાહિબગંજમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં બે માલગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે લોકો પાઈલટ સહિત 3 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં CISFના ચાર જવાનો ઘાયલ થયાના પણ સમાચાર છે. બારહેત ખાતે એક ટ્રેન ઊભી હતી, જ્યારે કોલસાથી ભરેલી માલગાડી આવી ત્યારે બંને ટ્રેનો કોલસાથી ભરેલી હતી. અથડામણ બાદ તે ટ્રેનોમાં જોરદાર આગ ફાટી નીકળી હતી.

મળતી માહિતી મુજબ, ફરક્કાના લાલમટિયા જતી માલગાડી બારહેત ખાતે ઉભી હતી, ત્યારે લાલમટિયાથી ફરક્કા તરફ કોલસો લઈને જતી માલગાડીએ તેને ટક્કર મારી હતી. મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે માલગાડીઓ વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે બંનેના એન્જિનને નુકસાન થયું હતું.

નવરાત્રીમાં સરકારની મોટી ભેટ, LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો

આજે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનાની શરૂઆતમાં એલપીજી ગેસના ભાવમાં ઘટાડો પણ મોટા ફેરફારો પૈકી એક છે. ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના નવા દર જાહેર કર્યા છે. નવા દર પ્રમાણે સિલિન્ડરના ભાવમાં રૂ. 45નો ઘટાડો થયો છે. જો કે, આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આવ્યો છે.

ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ રેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે 13 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એલપીજીના નવા દરો બાદ દિલ્હીથી કોલકાતા, પટનાથી પુડુચેરી સુધી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

  • Apr 01, 2025 19:40 IST

    Today News live : ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી કેસની તપાસ માટે SITની રચના

    ડીસામાં ફટાકડા ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગતાં 17 શ્રમિકોના મોત થયા છે. ગેરકાયદે ફટાકડા ફેક્ટરી કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ ટીમમાં સી.એલ.સોલંકી (DySP ડીસા), વી.જી. પ્રજાપતિ (પીઆઇ, ડીસા રુરલ પોલીસ સ્ટેશન), એ.જી. રબારી (પીઆઇ, એસ.ઓ.જી. બનાસકાંઠા), એસ.બી.રાજગોર (PSI, LCB, બનાસકાંઠા) અને એન.વી. રહેવર (PSI, પેરોલ સ્ક્વોડ બનાસકાંઠા)નો સમાવેશ થાય છે.

  • Apr 01, 2025 17:56 IST

    Today News live : સુપ્રીમ કોર્ટે મંગળવારે મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીની અરજી ફગાવી

    સુપ્રીમ કોર્ટે મંગળવારે મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે સાબરમતી આશ્રમના પુનર્વિકાસની ગુજરાત સરકારની યોજનાને પડકાર આપ્યો હતો. તુષાર ગાંધીનું કહેવું હતું કે આ પ્રોજેક્ટ આશ્રમનું મૂળ સ્વરૂપ અને તેની ઐતિહાસિક ઓળખ પ્રભાવિત થશે.

  • Apr 01, 2025 12:55 IST

    Today News live : બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં અત્યાર સુધી 11 શ્રમિકોના મોત

    આજે મંગળવારે ઉત્તર ગુજરાતમાંથી કમકમાટી ભર્યા સમાચાર આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ઘટનામાં આશરે 11 શ્રમિકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે મોતનો આંકડા વધવાની શક્યતાઓ છે. ઢુંવા રોડ ઉપર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે મંગળવારે વહેલી સવારે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડીને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

  • Apr 01, 2025 12:16 IST

    Today News live : 'રસ્તા ચાલવા માટે હોય છે', રસ્તા વચ્ચે નમાઝ પર પ્રતિબંધ અંગે સીએમ યોગીનું મોટું નિવેદન

    ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે શેરીઓમાં નમાઝ અદા કરવા પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય વહીવટીતંત્રના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ આવેલા શ્રદ્ધાળુઓ પાસેથી લોકોએ અનુશાસન શીખવું જોઈએ. સીએમ યોગીએ કહ્યું કે રસ્તો ચાલવા માટે છે. આવું કરનારા લોકોએ હિંદુઓ પાસેથી શિસ્ત શીખવી જોઈએ.

    સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે 66 કરોડ લોકો પ્રયાગરાજ આવ્યા. ક્યાંય લૂંટફાટ નથી, ક્યાંય આગચંપી નથી, ક્યાંય છેડતી નથી, ક્યાંય તોડફોડ નથી, ક્યાંય અપહરણ નથી, આ શિસ્ત છે, આ ધાર્મિક શિસ્ત છે. તમને જણાવી દઈએ કે સીએમ યોગીએ પીટીઆઈને આપેલા તાજેતરના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં આ બધી વાતો કહી છે.

  • Apr 01, 2025 09:31 IST

    Today News live : સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, બેંક અને આઈટી શેર ડાઉન

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે મોટા ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 77414 સામે 500 પોઇન્ટથી વધુ નીચા ગેપમાં 76882 ખુલ્યો હતો. બેંક અને આઈટી શેરમાં ઘટાડાથી માર્કેટ તૂટ્યું છે. સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં 76775 સુધી ઘટ્યો હતો. જો કે ત્યાર બાદ રિકવર થઇ 350 પોઇન્ટના ઘટાડે 77000 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23519 સામે આજે 23341 ખુલ્યો હતો અને નીચામાં 23339 સુધી ઘટયો હતો. સેન્સેક્સના ટોપ લુઝરમાં ઇન્ફોસિસ, ટીસીએસ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક અને એચસીએલ ટેક કંપનીના સેર 1 થી 2 ટકા સુધી ડાઉન હતા. બેંક નિફઅટી 150 પોઇન્ટ અને આઈટી ઈન્ડેક્સ 500 પોઇન્ટ ડાઉન હતા.

  • Apr 01, 2025 08:39 IST

    Today News live : ઝારખંડના સાહિબગંજમાં મોટી ટ્રેન દુર્ઘટના, બે માલગાડી વચ્ચે જોરદાર ટક્કર

    ઝારખંડના સાહિબગંજમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં બે માલગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે લોકો પાઈલટ સહિત 3 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં CISFના ચાર જવાનો ઘાયલ થયાના પણ સમાચાર છે. બારહેત ખાતે એક ટ્રેન ઊભી હતી, જ્યારે કોલસાથી ભરેલી માલગાડી આવી ત્યારે બંને ટ્રેનો કોલસાથી ભરેલી હતી. અથડામણ બાદ તે ટ્રેનોમાં જોરદાર આગ ફાટી નીકળી હતી.

    મળતી માહિતી મુજબ, ફરક્કાના લાલમટિયા જતી માલગાડી બારહેત ખાતે ઉભી હતી, ત્યારે લાલમટિયાથી ફરક્કા તરફ કોલસો લઈને જતી માલગાડીએ તેને ટક્કર મારી હતી. મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે માલગાડીઓ વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે બંનેના એન્જિનને નુકસાન થયું હતું.

  • Apr 01, 2025 07:58 IST

    Today News live : નવરાત્રીમાં સરકારની મોટી ભેટ, LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો

    આજે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનાની શરૂઆતમાં એલપીજી ગેસના ભાવમાં ઘટાડો પણ મોટા ફેરફારો પૈકી એક છે. ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના નવા દર જાહેર કર્યા છે. નવા દર પ્રમાણે સિલિન્ડરના ભાવમાં રૂ. 45નો ઘટાડો થયો છે. જો કે, આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ