Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 1 June 2025, આજના તાજા સમાચાર: અસમ અને પડોશી રાજ્યમાં ભારે વરસાદ બાદ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. વરસાદ બાદ બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદ અને પડોશી બાંગ્લાદેશમાં દબાણને પગલે હવામાન વિભાગે ભારતના પૂર્વોત્તરના લગભગ તમામ રાજ્યોમાં એલર્ટ જારી કર્યું છે.
અરુણાચલ પ્રદેશમાં શક્રવારની રાતે નેશનલ હાઇવે 13 પર ભૂસ્ખલન થતા 7 લોકોના મોત થયા છે. તો લોઅર સુબનસિગી જિલ્લામાં પણ ભૂસ્ખલનના કારણે 2 લોકોના મોત થયા છે. આમ પૂર્વોત્તરના રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં 28 લોકોના મોત થયા છે. અસમના ગુવાહાટી શહેરમાં પુરથી ભારે નુકસાન પહોંચ્યું છે અને શહેર બહારના વિસ્તાર બોડામાં ભૂસ્ખલનથી 5 લોકોના મોત થયા છે.
કેરળ પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર
કેરળની વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમદેવારનુ નામ જાહેર કરવામાં આવ્યું છે. કેરળના નિલામ્બૂર મતવિસ્તારની વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે મોહન જોર્જને ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાત સહિત 4 રાજ્યોમાં 5 વિધાનસભા પેટાચૂંટણી પર 19 જૂને મતદાન થશે અને ત્યારબાદ 23 જૂને પરિણામ જાહેર થવાના છે.
LPG ગેસ સસ્તો થયો, કોમર્શિયલ સિલિન્ડરની કિંમ 25 રૂપિયા ઘટી
એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 1 જૂને 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 25 રૂપિયા ઘટાડી છે. જો કે 14 કિલોના ઘરેલુ વપરાશ માટેના ગેસ સિલિન્ડરની કિંમત સતત ત્રીજા મહિને યથાવત રાખી છે. નવા ભાવ સાથે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમ 25 ટકા વધીને 1723.50 રૂપિયા અને કલકત્તામાં 1851.50 રૂપિયા થઇ ગઇ છે.





