Gujarati News 1 March 2025 : હું ‘લુટિયન જમાત’ અને ‘ખાન માર્કેટ ગેંગ’થી આશ્ચર્યચકિત છું : PM મોદી

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 1 March 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 'NXT' કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, 'મને 'લ્યુટિયન જમાત' અને 'ખાન માર્કેટ ગેંગ'થી આશ્ચર્ય થાય છે કે તેઓ આટલા વર્ષોથી ચૂપ છે.

Written by Ankit Patel
Updated : March 01, 2025 22:57 IST
Gujarati News 1 March 2025 : હું ‘લુટિયન જમાત’ અને ‘ખાન માર્કેટ ગેંગ’થી આશ્ચર્યચકિત છું : PM મોદી
પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી સોશિયલ મીડિયા)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 1 March 2025, આજના તાજા સમાચાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ‘NXT’ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘મને ‘લ્યુટિયન જમાત’ અને ‘ખાન માર્કેટ ગેંગ’થી આશ્ચર્ય થાય છે કે તેઓ આટલા વર્ષોથી ચૂપ છે. જેઓ પીઆઈએલના ‘કોન્ટ્રાક્ટર’ છે, જેઓ દર વખતે કોર્ટમાં જાય છે, તેઓને તે સમયે આઝાદીની ચિંતા કેમ ન હતી…”

PM નરેન્દ્ર મોદીએ NXT કોન્ક્લેવ 2025માં કહ્યું PM મોદીએ કહ્યું, ‘બ્રિટિશ લોકો 150 વર્ષ પહેલાં એક કાયદો લાવ્યા હતા – ડ્રામેટિક પરફોર્મન્સ એક્ટ… આ કાયદો આઝાદીના 75 વર્ષ પછી પણ અસ્તિત્વમાં છે. મતલબ કે લગ્નમાં 10 થી વધુ લોકો ડાન્સ કરી રહ્યા છે તો પોલીસ વરરાજા સાથે તેમની ધરપકડ કરી શકે છે. અમારી સરકારે તે કાયદો નાબૂદ કર્યો. તે સમયની સરકાર અને નેતાઓને મારે કંઈ કહેવાનું નથી…”

ઉત્તરાખંડ: ચમોલી જિલ્લામાં હિમસ્ખલનની ઘટનામાં 4 લોકોના મોત

ચમોલી જિલ્લાના હિમસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના જવાનો બચાવ કામગીરી કરી રહ્યા છે. હિમસ્ખલનની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. ઉત્તરાંખંડમાં બદ્રીનાથ અને માણા ગાંમ પાસે હિમસ્ખલન થયું હતું. જેમાં 57 મજૂરો દટાયા હતા. જેમાંથી 32નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે જ્યારે હડી પણ 25 મજૂરો દબાયેલા છે. દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે ડીજી, આઈટીબીપી અને ડીજી, એનીઆરફ સાથે વાત કરી છે.

બિહારના નાલંદામાં મોટો અકસ્માત, બોલેરો પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ

બિહારના નાલંદામાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. અહીં મોડી સાંજે બખ્તિયારપુર-રાજગીર રેલ્વે સેક્શન પર મોટી દુર્ઘટના ટળી હતી. બિહારશરીફ રેલ્વે જંકશન અને પાવાપુરી સ્ટેશન હોલ્ટ નજીક લંગડી બીઘા ગામ પાસે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ ક્રોસિંગ ક્રોસ કરતી વખતે એક બોલેરો વાહન રેલ્વે ટ્રેક પર ફસાઈ ગયું હતું, જેના પછી તરત જ દાનાપુરથી રાજગીર જતી પેસેન્જર ટ્રેન ત્યાં પહોંચી હતી.

તે દરમિયાન રેલ્વે ટ્રેક પર ફસાયેલી બોલેરો ટ્રેન સાથે અથડાઈ હતી. બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોએ કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ વાહન ટ્રેનની અડફેટે આવી ગયું હતું અને થોડે દૂર સુધી ખેંચાઈ જતાં ટ્રેક પર ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ રેલ્વે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો અને તુરંત જ રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. જો કે બોલેરોમાં સવાર તમામ લોકો સ્થળ પરથી નાસી ગયા હતા.

Live Updates

Today News live : રાહુલ ગાંધી અચાનક નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા, કુલીઓ સાથે વાતચીત કરી

લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધી શનિવારે સાંજે અચાનક નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે સ્ટેશનમાં કામ કરતા કુલીઓ અને મુસાફરો સાથે વાતચીત કરી હતી. રાહુલ અહીં લગભગ 40 મિનિટ સુધી રોકાયા અને લોકોની સમસ્યાઓને જાણી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચેલા રાહુલ ગાંધીએ માત્ર કુલીઓ સાથે વાતચીત જ કરી ન હતી પરંતુ મહાકુંભ માટે પ્રયાગરાજની ટ્રેન પકડવા માટે થોડા દિવસ પહેલા રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ચર્ચા પણ કરી હતી. તેમણે નાસભાગ દરમિયાન મુસાફરોનો જીવ બચાવવા બદલ દેશવાસીઓ વતી કુલીઓનો આભાર માન્યો હતો.

Today News live : પીએમ નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન

પીએમ નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થયું છે. એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરાયું હતું. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

Today News live : ચેમ્પિયન્સ ટ્રોફી 2025, દક્ષિણ આફ્રિકાનો 7 વિકેટે વિજય, જીત સાથે સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો

બોલરોના શાનદાર પ્રદર્શન પછી રાસી વાન ડેર ડ્યુસેન અને હેનરિચ ક્લાસેનની અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડ 38.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 29.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Today News live : ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ઇંગ્લેન્ડ 38.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડ 38.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 180 રનનો પડકાર મળ્યો છે.

Today News live : ઉત્તરાખંડ: ચમોલી જિલ્લામાં હિમસ્ખલનની ઘટનામાં 4 લોકોના મોત

ઉત્તરાખંડ: ચમોલી જિલ્લાના હિમસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના જવાનો બચાવ કામગીરી કરી રહ્યા છે. હિમસ્ખલનની ઘટનામાં 4 લોકોના મોત થયા છે.

Today News live : હું 'લુટિયન જમાત' અને 'ખાન માર્કેટ ગેંગ'થી આશ્ચર્યચકિત છું : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ‘NXT’ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘મને ‘લ્યુટિયન જમાત’ અને ‘ખાન માર્કેટ ગેંગ’થી આશ્ચર્ય થાય છે કે તેઓ આટલા વર્ષોથી ચૂપ છે. જેઓ પીઆઈએલના ‘કોન્ટ્રાક્ટર’ છે, જેઓ દર વખતે કોર્ટમાં જાય છે, તેઓને તે સમયે આઝાદીની ચિંતા કેમ ન હતી…”

PM નરેન્દ્ર મોદીએ NXT કોન્ક્લેવ 2025માં કહ્યું PM મોદીએ કહ્યું, ‘બ્રિટિશ લોકો 150 વર્ષ પહેલાં એક કાયદો લાવ્યા હતા – ડ્રામેટિક પરફોર્મન્સ એક્ટ… આ કાયદો આઝાદીના 75 વર્ષ પછી પણ અસ્તિત્વમાં છે. મતલબ કે લગ્નમાં 10 થી વધુ લોકો ડાન્સ કરી રહ્યા છે તો પોલીસ વરરાજા સાથે તેમની ધરપકડ કરી શકે છે. અમારી સરકારે તે કાયદો નાબૂદ કર્યો. તે સમયની સરકાર અને નેતાઓને મારે કંઈ કહેવાનું નથી…”

Today News live : બિહારના નાલંદામાં મોટો અકસ્માત, બોલેરો પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ

બિહારના નાલંદામાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. અહીં મોડી સાંજે બખ્તિયારપુર-રાજગીર રેલ્વે સેક્શન પર મોટી દુર્ઘટના ટળી હતી. બિહારશરીફ રેલ્વે જંકશન અને પાવાપુરી સ્ટેશન હોલ્ટ નજીક લંગડી બીઘા ગામ પાસે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ ક્રોસિંગ ક્રોસ કરતી વખતે એક બોલેરો વાહન રેલ્વે ટ્રેક પર ફસાઈ ગયું હતું, જેના પછી તરત જ દાનાપુરથી રાજગીર જતી પેસેન્જર ટ્રેન ત્યાં પહોંચી હતી.

તે દરમિયાન રેલ્વે ટ્રેક પર ફસાયેલી બોલેરો ટ્રેન સાથે અથડાઈ હતી. બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોએ કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ વાહન ટ્રેનની અડફેટે આવી ગયું હતું અને થોડે દૂર સુધી ખેંચાઈ જતાં ટ્રેક પર ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ રેલ્વે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો અને તુરંત જ રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. જો કે બોલેરોમાં સવાર તમામ લોકો સ્થળ પરથી નાસી ગયા હતા.

Today News live : ટ્રમ્પના ટેરિફને લઈને કોઈ તણાવ નહીં, ભારત અને EU વચ્ચે મોટો વેપાર કરાર થઈ શકે છે

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન ભારતની મુલાકાતે છે. ઈયુ ચીફ શુક્રવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની બેઠક એવા સમયે આવી છે જ્યારે ભારત અને EU બંને યુએસ તરફથી પારસ્પરિક ટેરિફનો સામનો કરવા માટે તૈયાર છે અને ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધો હંમેશની જેમ તંગ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને તેમના વાટાઘાટકારોને 2025ના અંત સુધીમાં ભારત-EU મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવાનું કામ સોંપ્યું છે.

Today News live :ઉત્તરાખંડ ચમોલી હિમસ્ખલનમાં હજી પણ 25 મજૂરો દટાયેલા, રેસ્ક્યૂ ચાલું

ઉત્તરાંખંડમાં બદ્રીનાથ અને માણા ગાંમ પાસે હિમસ્ખલન થયું હતું. જેમાં 57 મજૂરો દટાયા હતા. જેમાંથી 32નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે જ્યારે હડી પણ 25 મજૂરો દબાયેલા છે. દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે ડીજી, આઈટીબીપી અને ડીજી, એનીઆરફ સાથે વાત કરી છે.

Today News live : વરસાદ અને ઠંડા પવનોએ દિલ્હી-NCRમાં બદલ્યું હવામાન

દિલ્હી-એનસીઆરમાં શનિવારે સવારથી ભારે વરસાદ અને ઠંડા પવનોને કારણે હવામાન બદલાયું છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિવસભર વાદળછાયું આકાશ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તે જ સમયે, યુપી, પંજાબ અને હરિયાણામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક સુધી હવામાનની સ્થિતિ યથાવત રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ