Today News updates : એપ્રિલ મહિનામાં GST કલેક્શનમાં વધારો, 2.37 લાખ કરોડ રૂપિયા થયું

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 1 May 2025: એપ્રિલ મહિના દરમિયાન GST કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો છે. આ વધારા સાથે GST કલેક્શન રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સરકારી આંકડા અનુસાર, એપ્રિલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયા થયું છે

Written by Ankit Patel
Updated : May 01, 2025 23:32 IST
Today News updates : એપ્રિલ મહિનામાં GST કલેક્શનમાં વધારો, 2.37 લાખ કરોડ રૂપિયા થયું
આજના તાજા સમાચાર - photo - IE gujarati

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 1 May 2025, આજના તાજા સમાચાર: નવા મહિનાની શરૂઆત સાથે જ દેશ માટે સારા સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન GST કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો છે. આ વધારા સાથે GST કલેક્શન રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સરકારી આંકડા અનુસાર, એપ્રિલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયા થયું છે.

ચંડોળા તળાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ બુલડોઝર ફરશે

ચંડોળા તળાવ વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે પણ બુલડોઝર ફરશે. દબાણો દૂર કર્યા બાદ આજે ચંડોળા તળાવનું પણ કાંકરિયાની જેમ જ બ્યુટિફિકેશન કરાશે. પ્રથમ ફેઝમાં 27 કરોડના ખર્ચે વોક વે, જંગલ જીમ સહિતની કામગીરી કરાશે. સાથે જ તળાવને ઊંડું કરી નર્મદાના પાણીથી ભરાશે.

Live Updates

today live News : યુએસના રક્ષા મંત્રી પીટ હેગસેથે કહ્યું - અમેરિકા ભારત સાથે એકજુટતા સાથે ઉભું છે

અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી અને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના દુઃખદ મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. યુએસના રક્ષા મંત્રી હેગસેથે કહ્યું કે અમેરિકા ભારત સાથે એકજુટતા સાથે ઉભું છે અને ભારતના આત્મરક્ષાના અધિકારને સમર્થન કરે છે. તેમણે આતંકવાદ સામેની ભારતની લડાઈમાં યુએસ સરકારના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો: રક્ષા મંત્રી કાર્યાલય

today live News : એપ્રિલ મહિનામાં GST કલેક્શનમાં વધારો

નવા મહિનાની શરૂઆત સાથે જ દેશ માટે સારા સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન GST કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો છે. આ વધારા સાથે GST કલેક્શન રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સરકારી આંકડા અનુસાર, એપ્રિલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયા થયું છે.

today live News : અમને સમયરેખા જોઈએ છે - રાહુલ

કેન્દ્રના નિર્ણય બાદ રાહુલે કહ્યું, “એવું થયું કે નરેન્દ્ર મોદીએ, જે કહેતા હતા કે ફક્ત ચાર જાતિઓ છે, તેમણે જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરી. અમે તેનું સમર્થન કરીએ છીએ પણ અમે તે ક્યારે થશે તેની સમયરેખા ઇચ્છીએ છીએ. તેલંગાણા જાતિગત વસ્તી ગણતરી માટે એક મોડેલ બની ગયું છે.” કોંગ્રેસ લોકોને કહેવા માંગે છે કે તેમના દબાણને કારણે સરકારે આ માંગણી સ્વીકારી છે.

today live News : અજમેરની હોટલમાં વિસ્ફોટ, લોકો જીવતા સળગી ગયા

અજમેરના દિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટેલમાં ગુરુવારે સવારે 8 વાગ્યે ભીષણ આગ લાગી હતી, જેના કારણે હંગામો મચી ગયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં તે હોટલના પાંચમા માળે પહોંચી ગઈ. આ અકસ્માતમાં 4 લોકો જીવતા બળી ગયા, જેમાં 4 વર્ષનો માસૂમ બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. દોઢ વર્ષના બાળક સહિત ઘણા લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. એક માતાએ તેના બાળકને આગથી બચાવવા માટે બારીમાંથી ફેંકી દીધું, જેને સામાન્ય ઈજાઓ થઈ.

today live News : શેરબજાર વધીને ખુલ્યા બાદ ઘટ્યા, બજાજ ગ્રૂપના શેરમાં કડાકો

શેરબજારમાં સતત બીજા દિવસે વોલેટાઇલ ટ્રેન્ડ હતો. સેન્સેક્સ પાછલા બંધ 80288 સામે વધીને આજે 80370 ખુલ્યો હતો. સેન્સેક્સ વોલેટાઇલ ટ્રેન્ડમાં વધીને 80525 સુધી ગયો હતો. જો કે ત્યાર બજાજ ગ્રૂપ અને ટાટા ગ્રૂપના શેર તૂટતા માર્કેટ ઘટીને રેડ ઝોનમાં આવી ગયું હતું. સેન્સેક્સ 46 પોઇન્ટના ઘટાડે 80250 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24335 સામે આજે ખુલ્યો હતો 24342 હતો. સેન્સેક્સના ટોપ 5 લુઝરમાં ટાટા ફિનસર્વ 5.5 ટકા, બજાજ ફાઈનાન્સ 5 ટકા, ટાટા મોટર્સ 3.2 ટકા, એસબીઆઈ 3, અલ્ટ્રાટેક સિમેન્ટ 2 ટકા તૂટ્યા હતા.

today live News : દિલ્હી હાટમાં આગ લાગવાથી દુકાનદારોને કરોડોનું નુકસાન થયું

દિલ્હીના ખૂબ જ લોકપ્રિય બજાર, દિલ્હી હાટમાં બુધવારે રાત્રે આગ લાગી હતી. આ આગમાં મોટી સંખ્યામાં દુકાનો બળીને રાખ થઈ ગઈ. પરિસ્થિતિની ગંભીરતા જોઈને દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રા ઘટનાસ્થળે પહોંચ્યા. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લોકોને મોટું નુકસાન થયું છે. દિલ્હી હાટનું આ બજાર દક્ષિણ દિલ્હીના INA વિસ્તારમાં આવેલું છે. દિલ્લી હાટમાં દુકાન બનાવનાર એક વ્યક્તિએ મંત્રી કપિલ મિશ્રાને કહ્યું, “બધું બનાવવામાં અમને ૩૫ વર્ષ લાગ્યા… 35વર્ષ ખૂબ લાંબો સમય છે. અમે જે કંઈ કમાયા હતા તે કાટમાળમાં ફેરવાઈ ગયું છે.”

today live News : ખેડા જિલ્લામાં વહેતી મેશ્વો નદીમાં નાહવા ગયેલા 6 ડૂબ્યાં

ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદની મેશ્વો નદીમાં અમદાવાદના મામા-ફોઈના 5 સંતાનો સહિત 6 ડૂબ્યાં. ગરમીથી રાહત મેળવવા નદીમાં નાહવા ગયેલા, 4 કિશોરી અને 2 કિશોરના મૃતદેહ બહાર કઢાયા.

today live News : સતત ત્રીજા દિવસે ચંડોળા તળાવ વિસ્તાર પર બુલડોઝર ફરશે, બ્યુટિફિકેશન કરાશે

અમદાવાદમાં મીની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી ચાલશે. દબાણો દૂર કર્યા બાદ હવે ચંડોળા તળાવનું પણ કાંકરિયાની જેમ જ બ્યુટિફિકેશન કરાશે. પ્રથમ ફેઝમાં 27 કરોડના ખર્ચે વોક વે, જંગલ જીમ સહિતની કામગીરી કરાશે. સાથે જ તળાવને ઊંડું કરી નર્મદાના પાણીથી ભરાશે.

today live News : ગોધરામાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

આજે પહેલી મે, ગુરુવારના દિવસે ગુજરાત સ્થાપના દિવસ છે. ગુજરાત દિવસ પર રાજ્યકક્ષાની ઉજવણી ગોધરામાં થશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગોધરામાં 3 કાર્યક્રમો યોજાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ