Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 10 April 2025, આજના તાજા સમાચાર: મુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. તેની ફ્લાઈટ અમેરિકાથી રવાના થઈ હતી અને આજે ભારત પહોંચ્યો હતો. ભારત સરકારે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે યુએસ કોર્ટમાં લાંબી લડાઈ લડી હતી, જ્યારે આતંકવાદી રાણાએ પ્રત્યાર્પણ ટાળવા માટે તમામ યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેની એક પણ યુક્તિ કામ કરી શકી નહોતી. રાણા અમેરિકાથી ભારત આવ્યા બાદ તેને દિલ્હીની તિહાર જેલમાં ગુપ્ત એગ સેલમાં રાખવામાં આવી શકે છે.
તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર ઇઝારાયેલે ખુશી વ્યક્ત કરી
ઇઝરાયલે પાકિસ્તાની-કેનેડિયન આતંકવાદી અને 26/11 મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાના અમેરિકાથી ભારત પ્રત્યાર્પણનું સ્વાગત કર્યું છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે આ ઘટનાક્રમ પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે અને ભારત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમના નિવેદનમાં તેમણે કહ્યું કે હું ભારત સરકારની આતંકવાદીઓને ન્યાયના કઠાડામાં લાવવા માટે તેમની દ્રઢતા અને સમર્પણ બદલ તેમનો આભાર આપવા માનું છું.





