Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 12 April 2025, આજના તાજા સમાચાર: એલઓસી પર પાકિસ્તાન તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો, પરંતુ આ કાર્યવાહીમાં એક જવાન પણ શહીદ થયો. કહેવામાં આવી રહ્યું છે કે અખનૂરના કેરી બટ્ટલ વિસ્તારમાં શુક્રવારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, મોડી રાત સુધી લાંબા સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કિશ્તવાડમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ઓપરેશન દરમિયાન બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો, આ ફાયરિંગમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. 9 એપ્રિલથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન આજે ફરી એકવાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
તમને જણાવી દઈએ કે સેના 9 એપ્રિલથી કિશ્તવાડના છત્રુ જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગુરુવારે પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સેનાના જવાનો જ્યારે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ અચાનક તેમના પર ગોળીબાર કરી દીધો હતો.





