Gujarati News 12 March 2025 : યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર, અમેરિકાએ સાઉદી અરબમાં કરી જાહેરાત

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 12 March 2025: સાઉદી અરબ અરબમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાતચીત પછી યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા યુદ્ધ ઝડપથી 30 દિવસો માટે વિરામ સાથે સમજૂતી કરી.

Written by Ankit Patel
Updated : March 12, 2025 23:49 IST
Gujarati News 12 March 2025 : યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર, અમેરિકાએ સાઉદી અરબમાં કરી જાહેરાત
Trump Zelensky Meeting: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સકી અને અમેરિકાના વડા ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. (Photo: @rshereme)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 12 March 2025, આજના તાજા સમાચાર: રશિયા અને યુક્રેનિયન વચ્ચે 3 વર્ષોથી વધુ સમય ચાલશે પણ સંઘર્ષ હવે સમાપ્ત થવાની આશા છે. સાઉદી અરબ અરબમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાતચીત પછી યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા યુદ્ધ ઝડપથી 30 દિવસો માટે વિરામ સાથે સમજૂતી કરી. આઠ કલાકની વાતચીત બાદ અમેરિકન અધિકારીઓએ તેની જાહેરાત કરી અને કહ્યું કે હવે બોલ રશિયાને પાલે છે. આ પ્રસ્તાવ હવે ક્રેમલિન માટે આગળ આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને યુક્રેનિયન યુદ્ધ વિરામ પર જટાનું સ્વાગત છે અને આશા છે કે રશિયા પણ આ પર રહેશે.

પાકિસ્તાન ટ્રેન હાઈજેક કેસમાં તમામ બંધકોને બચાવી લેવાયા

બલૂચ વિદ્રોહીઓએ મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાનના બોલન જિલ્લામાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. ટ્રેનમાં મોટી સંખ્યામાં બંધકો તેમની કસ્ટડીમાં હતા. હવે પાકિસ્તાનનું કહેવું છે કે સેનાનું ઓપરેશન પૂરું થઈ ગયું છે અને તમામ વિદ્રોહીઓ માર્યા ગયા છે અને બંધકોને બચાવી લેવામાં આવ્યા છે. એપીએ અહેવાલ આપ્યો હતો કે 300 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે અને 50 થી વધુ બળવાખોરો માર્યા ગયા છે. બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ કહ્યું કે ઘણા બંધક ઇજાગ્રસ્ત થયા છે અને કેટલાકના મોત પણ થયા છે, જેની વિગતો ટૂંક સમયમાં જ બધા સાથે શેર કરવામાં આવશે.

કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમીનું રેડ એલર્ટ

ગુજરાતમાં ઉનાળો શરુ થયો છે અને ગરમી પણ પોતાનો રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. ત્યારે હવામાન વિભાગે આજે બુધવારનો રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ,સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરતમાં પણ ભારે હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં હેટવેવની સાથે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. કામ વગર ઘરની બહાર ન નીકળવાનુ સલાહ તંત્ર આપી રહ્યું છે.

Live Updates

Today News live : પાકિસ્તાન ટ્રેન હાઈજેક કેસમાં તમામ બંધકોને બચાવી લેવાયા

બલૂચ વિદ્રોહીઓએ મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાનના બોલન જિલ્લામાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. ટ્રેનમાં મોટી સંખ્યામાં બંધકો તેમની કસ્ટડીમાં હતા. હવે પાકિસ્તાનનું કહેવું છે કે સેનાનું ઓપરેશન પૂરું થઈ ગયું છે અને તમામ વિદ્રોહીઓ માર્યા ગયા છે અને બંધકોને બચાવી લેવામાં આવ્યા છે. એપીએ અહેવાલ આપ્યો હતો કે 300 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે અને 50 થી વધુ બળવાખોરો માર્યા ગયા છે. બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ કહ્યું કે ઘણા બંધક ઇજાગ્રસ્ત થયા છે અને કેટલાકના મોત પણ થયા છે, જેની વિગતો ટૂંક સમયમાં જ બધા સાથે શેર કરવામાં આવશે.

Today News live : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા પરિસરમાં હોળી રમ્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભા પરિસરમાં હોળી રમ્યા હતા.

Today News live :પીએમ મોદીએ મહાકુંભથી લાવેલા ગંગાજળને મોરેશિયસના પોર્ટ લુઇસના ગંગા તળાવમાં પધરાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભથી લાવેલા ગંગાજળને મોરેશિયસના પોર્ટ લુઇસમાં ગંગા તળાવ (ગ્રાન્ડ બેસિન)માં પધરાવ્યું અને તેના કિનારે આરતી કરી હતી.

Today News live : સેન્સેક્સ નિફ્ટી નરમ, આઈટી શેરમાં ભારે વેચવાલી

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે પોઝિટિવ ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 74102 સામે આજે વધીને 74270 ખુલ્યો હતો. જો કે આઈટી શેરમાં ભારે વેચવાલીથી શેરબજારમાં આરંભિક સુધારો ધોવાઇ ગયો અને સેન્સેક્સ 74000 લેવલ નીચે ઉતરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22497 સામે વધીને આજે 22536 ખુલ્યો હતો. જો કે હેવીવેઇટ્સ આઈટી શેરમાં વેચવાલીથી નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે. ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રના શેર દોઢ થી 4 ટકા સુધી ઘટ્યા હતા. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 830 પોઇન્ટનો કડાકો બોલાયો છે.

Today News live : પાકિસ્તાની સેનાનો દાવો- હાઇજેક કરાયેલી ટ્રેનમાંથી 104 બંધકોને છોડાવાયા

પાકિસ્તાન ટ્રેન એટેકઃ મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી. જેમાં 500 જેટલા લોકો સવાર હતા. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે તેણે 214 મુસાફરોને બંધક બનાવ્યા છે અને 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે. જો સુરક્ષા દળો પીછેહઠ નહીં કરે તો તમામ બંધકોને મારી નાખવાની ધમકી પણ જૂથે આપી છે. તે જ સમયે, સુરક્ષા દળોએ ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને 104 મુસાફરોને બચાવ્યા છે.

Today News live :આજે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમીનું રેડ એલર્ટ

ગુજરાતમાં ઉનાળો શરુ થયો છે અને ગરમી પણ પોતાનો રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. ત્યારે હવામાન વિભાગે આજે બુધવારનો રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ,સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરતમાં પણ ભારે હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં હેટવેવની સાથે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. કામ વગર ઘરની બહાર ન નીકળવાનુ સલાહ તંત્ર આપી રહ્યું છે.

Today News live : યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર

રશિયા અને યુક્રેનિયન વચ્ચે 3 વર્ષોથી વધુ સમય ચાલશે પણ સંઘર્ષ હવે સમાપ્ત થવાની આશા છે. સાઉદી અરબ અરબમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાતચીત પછી યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા યુદ્ધ ઝડપથી 30 દિવસો માટે વિરામ સાથે સમજૂતી કરી. આઠ કલાકની વાતચીત બાદ અમેરિકન અધિકારીઓએ તેની જાહેરાત કરી અને કહ્યું કે હવે બોલ રશિયાને પાલે છે. આ પ્રસ્તાવ હવે ક્રેમલિન માટે આગળ આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને યુક્રેનિયન યુદ્ધ વિરામ પર જટાનું સ્વાગત છે અને આશા છે કે રશિયા પણ આ પર રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ