Gujarati News 13 March 2025 : તમિલનાડુમાં ભાષા વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારે બજેટમાંથી ₹ સિમ્બોલ હટાવ્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 13 March 2025: તમિલનાડુમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારે મોટો નિર્ણય લીધો છે. બજેટ દરમિયાન, સરકારે '₹' ચિહ્નને હટાવીને તેના સ્થાને 'Rs' ચિહ્ન મૂક્યું છે. રૂપિયાનું પ્રતીક સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અપનાવવામાં આવે છે

Written by Ankit Patel
Updated : March 13, 2025 23:42 IST
Gujarati News 13 March 2025 : તમિલનાડુમાં ભાષા વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારે બજેટમાંથી ₹ સિમ્બોલ હટાવ્યો
તમિલનાડુના મુખ્યંત્રી એમ.કે. સ્ટેલિન - photo - @mkstalin

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 13 March 2025, આજના તાજા સમાચાર: તમિલનાડુમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારે મોટો નિર્ણય લીધો છે. બજેટ દરમિયાન, સરકારે ‘₹’ ચિહ્નને હટાવીને તેના સ્થાને ‘Rs’ ચિહ્ન મૂક્યું છે. રૂપિયાનું પ્રતીક સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અપનાવવામાં આવે છે. હવે સ્ટાલિન સરકાર એક અલગ પ્રતીક લઈને આવી છે. તેણે બજેટ દરમિયાન એક નવું પ્રતીક પણ બહાર પાડ્યું છે. દેશભરમાં રૂપિયાનું નવું ચિહ્ન જાહેર થયા બાદ, આ પહેલું રાજ્ય છે જેણે અલગ પ્રતીક જારી કર્યું છે.

સ્ટાલિન સરકારનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે હિન્દીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં, એમકે સ્ટાલિને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ‘સમગ્ર દેશમાં હિન્દી ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસોને કારણે, પ્રાચીન ભાષાઓ લુપ્ત થઈ રહી છે. બિહાર અને ઉત્તર પ્રદેશ ક્યારેય હિન્દીભાષી વિસ્તારો નહોતા. હવે તેમની મૂળ ભાષા ભૂતકાળનું પ્રતીક બની ગઈ છે.

વુમેન્સ પ્રીમિયર લીગ, મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલમાં

વુમેન્સ પ્રીમિયર લીગ 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ સામે 47 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે મુંબઈએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ગુજરાતના અભિયાનનો અંત આવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રને બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 19.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. મુંબઈ ઇન્ડિયન્સ હવે 15 માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ સામે ફાઇનલમાં ટકરાશે.

અમરેલીમાં ગીર પંથકમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ

અમરેલી પંથકની ધરા ફરીથી ધ્રૂજી છે. મળતી માહિતી પ્રમાણે અમરેલીના ખાંભા, ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયા હતા. આજે સવારે 10 વાગ્યે 3.3ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. ખાંભાના ભાડ વાકિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

દિગ્ગજ ક્રિકેટર સૈયદ આબિદ અલીનું નિધન

1967 અને 1974 વચ્ચે ભારત માટે 29 ટેસ્ટ મેચ રમનાર અનુભવી સૈયદ આબિદ અલીનું બુધવારે (13 માર્ચ) કેલિફોર્નિયામાં 83 વર્ષની વયે અવસાન થયું હતું. આબિદ અલી મધ્યમ ગતિનો બોલર હતો. તે એક ઉત્તમ ફિલ્ડર હતો. આ સિવાય તેની રનિંગ બિટવીન ધ વિકેટ પણ શાનદાર રહી હતી.

જ્યારે ભારતે ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી હતી ત્યારે તેના બેટમાંથી ચાર જીત્યા હતા. તે 1971માં ઓવલ ખાતે ટેસ્ટમાં 8મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચ જીતીને ભારતે પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. સૈયદ આબિદ અલી એક જ મેચમાં ઓપનિંગ બેટિંગ અને બોલિંગ કરવાનો રેકોર્ડ ધરાવે છે.

Live Updates

Today News live : વુમેન્સ પ્રીમિયર લીગ, મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલમાં

વુમેન્સ પ્રીમિયર લીગ 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ સામે 47 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે મુંબઈએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ગુજરાતના અભિયાનનો અંત આવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રને બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 19.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. મુંબઈ ઇન્ડિયન્સ હવે 15 માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ સામે ફાઇનલમાં ટકરાશે.

Today News live : વુમેન્સ પ્રીમિયર લીગ, ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

વુમેન્સ પ્રીમિયર લીગ 2025ની એલિમિનેટર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશ્લે ગાર્ડનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

Today News live : પહેલગામ વિસ્તારમાં ભૂસ્ખલનમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં ભૂસ્ખલનમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બપોરે પહેલગામમાં સુમો સ્ટેન્ડ પાસે ભૂસ્ખલન થયું હતું.

Today News live : સ્ટાલિન સરકારે બજેટમાંથી ₹ સિમ્બોલ હટાવ્યો

તમિલનાડુમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારે મોટો નિર્ણય લીધો છે. બજેટ દરમિયાન, સરકારે ‘₹’ ચિહ્નને હટાવીને તેના સ્થાને ‘Rs’ ચિહ્ન મૂક્યું છે. રૂપિયાનું પ્રતીક સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અપનાવવામાં આવે છે. હવે સ્ટાલિન સરકાર એક અલગ પ્રતીક લઈને આવી છે. તેણે બજેટ દરમિયાન એક નવું પ્રતીક પણ બહાર પાડ્યું છે. દેશભરમાં રૂપિયાનું નવું ચિહ્ન જાહેર થયા બાદ, આ પહેલું રાજ્ય છે જેણે અલગ પ્રતીક જારી કર્યું છે.

સ્ટાલિન સરકારનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે હિન્દીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં, એમકે સ્ટાલિને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ‘સમગ્ર દેશમાં હિન્દી ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસોને કારણે, પ્રાચીન ભાષાઓ લુપ્ત થઈ રહી છે. બિહાર અને ઉત્તર પ્રદેશ ક્યારેય હિન્દીભાષી વિસ્તારો નહોતા. હવે તેમની મૂળ ભાષા ભૂતકાળનું પ્રતીક બની ગઈ છે.

Today News live : 'જે લોકો રંગોથી સમસ્યા છે તેમણે દેશ છોડવો જોઈએ', યોગીના મંત્રી સંજય નિષાદનું નિવેદન

ઉત્તર પ્રદેશમાં હોળી અને શુક્રવારની નમાજને લઈને વહીવટીતંત્ર એલર્ટ પર છે. ખરેખર, હોળી અને શુક્રવાર એક સાથે પડી રહ્યા છે, તેથી વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કર્યા છે. આ દરમિયાન યોગી સરકારમાં મંત્રી અને નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જેમને હોળીના રંગોથી સમસ્યા છે તેમણે દેશ છોડી દેવો જોઈએ.

Today News live : અમરેલીમાં ગીર પંથકમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ

અમરેલી પંથકની ધરા ફરીથી ધ્રૂજી છે. મળતી માહિતી પ્રમાણે અમરેલીના ખાંભા, ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયા હતા. આજે સવારે 10 વાગ્યે 3.3ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. ખાંભાના ભાડ વાકિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

Today News live : પાકિસ્તાની સેનાના દાવા પર BLAનું નિવેદન

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી. જો કે, પાકિસ્તાની સેનાએ કહ્યું કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તમામ 33 વિદ્રોહી માર્યા ગયા છે. આ દરમિયાન BLAએ મોટો દાવો કર્યો છે. BLAના જણાવ્યા અનુસાર 154થી વધુ પાકિસ્તાની નાગરિકો હજુ પણ તેમની સાથે બંધક છે. તે જ સમયે, ક્વેટા સ્ટેશન પર 200 શબપેટીઓ જોવા મળી હતી.

Today News live : સેન્સેક્સ 300 પોઇન્ટ વધ્યો, ઇન્ડ્સઇન્ડ બેંક શેરમાં રિકવરી

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 74029 સામે 370 પોઇન્ટના ઉંચા ગેપમાં આજે 74392 ખુલ્યો હતો. ઇન્ડ્સઇન્ડ બેંક અને ટાટા ગ્રૂપના શેરમાં મજબૂતીથી સેન્સેક્સ 21400 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22470 સામે આજે 22541 ખુલ્યો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ઇન્ડ્સઇન્ડ બેંક, પાવરગ્રીડ, એનટીપીસીના શેર અડધાથી 2 ટકા સુધી વધ્યા હતા. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 150 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 130 પોઈન્ટ વધીને ટ્રેડ કરી રહ્યા હતા.

Today News live : સુનીતા વિલિયમ્સની ઘર વાપસી ફરી ટળી

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવ મહિના કરતાં વધુ સમયથી ફસાયેલા અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોરની પૃથ્વી પર પરત ફરવામાં ફરી એકવાર વિલંબ થયો છે. નાસાએ અગાઉ જાહેરાત કરી હતી કે બંનેને 13 માર્ચે પાછા લાવવામાં આવશે, પરંતુ તકનીકી મુશ્કેલીઓને કારણે મિશન મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ વિલંબ એ બે અવકાશયાત્રીઓ માટે બીજી કસોટીની ક્ષણ બની ગઈ છે, જેઓ માત્ર દસ દિવસના મિશન માટે ગયા હતા, પરંતુ હવે લગભગ દસ મહિનાથી ત્યાં અટવાયેલા છે.

Today News live : આજે ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ

ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ ગરમી અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદ, રાજકોટ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Today News live : ભારતીય પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સૈયદ આબિદ અલીનું નિધન

1967 અને 1974 વચ્ચે ભારત માટે 29 ટેસ્ટ મેચ રમનાર અનુભવી સૈયદ આબિદ અલીનું બુધવારે (13 માર્ચ) કેલિફોર્નિયામાં 83 વર્ષની વયે અવસાન થયું હતું. આબિદ અલી મધ્યમ ગતિનો બોલર હતો. તે એક ઉત્તમ ફિલ્ડર હતો. આ સિવાય તેની રનિંગ બિટવીન ધ વિકેટ પણ શાનદાર રહી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ