Today News updates : PM મોદીએ પંજાબના આદમપુર એરબેઝ પર જવાનો સાથે કરી મુલાકાત, જુસ્સો વધાર્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 13 May 2025: પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને ત્યાં સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 13 May 2025: પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને ત્યાં સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM modi in AFS Adampur

પીએમ મોદી પંજાબના આદમપુર એરબેઝ પર - Photo - X @narendramodi

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 13 May 2025, આજના તાજા સમાચાર: પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને ત્યાં સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો.

Advertisment

પીએમ નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું, "આજે સવારે, હું AFS આદમપુર ગયો અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. હિંમત, દૃઢનિશ્ચય અને નિર્ભયતાનું પ્રતીક એવા લોકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો. ભારત આપણા સશસ્ત્ર દળોનો આપણા રાષ્ટ્ર માટે જે કંઈ કરે છે તેના માટે હંમેશા આભારી રહેશે."

અમૃતસરના પાંચ ગામોમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત

પંજાબના અમૃતસર જિલ્લામાં ફરી એકવાર ઝેરી દારૂએ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં, મજીઠા બ્લોકના પાંચ ગામો - થેરવાલ, મારી, પાતાલપુરી, ભાંગલી અને અન્ય એક ગામમાં ૧૪ લોકોના મોત થયા છે - જ્યારે છ લોકો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. સોમવાર સાંજથી આ દુર્ઘટના ધીમે ધીમે આગળ વધી જ્યારે વિવિધ ગામડાઓમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત્યુના અહેવાલો આવવા લાગ્યા.

દિલ્હી, અમૃતસર અને લેહ સહિત 6 શહેરો માટે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ

Advertisment

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં, સરહદી વિસ્તારોમાં ડ્રોન પ્રવૃત્તિ ચિંતાનો વિષય બની રહી છે. સોમવારે રાત્રે ફરી એકવાર ભારતીય વાયુસેનાએ જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યા. જોકે, સેનાએ સમયસર બધા ડ્રોનને નિષ્ક્રિય કરી દીધા હતા અને તેથી કોઈ નુકસાન થયું ન હતું.

સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સાંબા સેક્ટરમાં ડ્રોનની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી રહી છે અને તાજેતરની ઘટનાઓ પછી છેલ્લા 15 મિનિટમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી. સુરક્ષા કારણોસર ડ્રોનના પ્રવેશનો ચોક્કસ સમય જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ સેનાએ ખાતરી આપી છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ આજે ​​જમ્મુ, લેહ, અમૃતસર માટે ફ્લાઇટ્સ ન મોકલવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિગો એરલાઈન્સે મંગળવારે જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટ એરપોર્ટથી તેની ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે.

  • May 13, 2025 22:19 IST

    Today News Live : ભારતે પાકિસ્તાન હાઈકમિશનના અધિકારીને 24 કલાકમાં દેશ છોડવાનું અલ્ટીમેટમ આપ્યું

    નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા એક પાકિસ્તાની અધિકારીને પર્સનાલિટી નોન ગ્રેટા જાહેર કર્યા છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને આજે એક ડિમાર્ચ જારી કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે.



  • May 13, 2025 19:22 IST

    Today News Live : વિજયનો દાવો કરવો તેમની જૂની આદત - વિદેશ મંત્રાલય

    પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે વિદેશી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે વિજયનો દાવો કરવો તેમની જૂની આદત છે, તેમણે 1971, 1975 અને 1999ના કારગિલ યુદ્ધમાં પણ આ જ રાગ આલાપ્યો હતો. આ પાકિસ્તાનનું જૂનું વલણ છે. પરાસ્ત થઇ જાય પણ ઢોલ વગાડો



  • May 13, 2025 18:03 IST

    Today News Live : અમદાવાદમાં તિરંગાયાત્રા

    ઓપરેશન સિંદૂર ચલાવીને ભારતીય સેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી. ભારતીય સેનાએ દાખવેલા અદમ્ય સાહસ પછી અમદાવાદમાં તિરંગાયાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જોડાયા છે. સીએમએ વ્યાસવાડી પહોંચી ભગવાન પરશુરામની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.



  • May 13, 2025 16:14 IST

    Today News Live : પીએમ મોદીએ કહ્યું - દશકો સુધી તમારા પરાક્રમની ચર્ચા થશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આદમપુરના એરફોર્સ બેઝ પર ભારતીય વાયુસેનાના બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય વાયુસેનાના સૈનિકોને પણ સંબોધિત કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓ અને બીએસએફના બહાદુર જવાનોને સલામ કરતા કહ્યું કે તમે ભારતીયોની છાતી ગર્વથી ફુલાવી દીધી છે, તમે ઇતિહાસ રચી દીધો, દાયકાઓ સુધી તમારી બહાદુરી પર ચર્ચા થશે.



  • May 13, 2025 12:40 IST

    Today News Live : પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા પીએમ મોદી, જવાનો સાથે કરી મુલાકાત

    પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને ત્યાં સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો.



  • May 13, 2025 12:33 IST

    Today News Live : ઓપરેશન સિંદૂરમાં કેટલા દુશ્મન સૈનિકો માર્યા ગયા? પાકિસ્તાને ડેટા જાહેર કર્યા

    ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓ સામે ભારતની કાર્યવાહી બાદ, પાકિસ્તાને પહેલી વાર સ્વીકાર્યું છે કે તેના સૈનિકો પણ તેમાં માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે ભારતીય હુમલામાં લગભગ ૧૧ સૈનિકો માર્યા ગયા છે અને ૭૮ સૈનિકો ઘાયલ થયા છે. જોકે, આ સંખ્યા હજુ પણ વધારે હોઈ શકે છે. આ પહેલા ભારતીય સેનાએ પણ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 30 થી 40 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.

    પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ડોન પર પાકિસ્તાન સેના દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. તેમાં અબ્દુલ રહેમાન, દિલાવર ખાન, ઇકરામુલ્લાહ, વકાર ખાલિદ, મોહમ્મદ આદિલ અકબર અને નિસારના નામ સામેલ છે. પાકિસ્તાન વાયુસેનાના મૃતકોમાં ઉસ્માન યુસુફ, ઔરંગઝેબ, નજીબ, ફારૂક અને મુબાશીરનો સમાવેશ થાય છે.



  • May 13, 2025 11:31 IST

    Today News Live :આજે શેરબજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ, સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24500 ની નજીક

    સોમવારે આકાશી ઊંચા સત્ર બાદ મંગળવારે સ્થાનિક શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો. ડી-સ્ટ્રીટ પર રેલી પછી બુલ્સે રાહતનો શ્વાસ લીધો. મંગળવાર (૧૩ મે, ૨૦૨૦) ના ટ્રેડિંગ સત્રમાં સૂચકાંકો ફ્લેટ ખુલીને નીચા સ્તરે ગયા. NSE નિફ્ટી 50 12.40 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 24,912 પર ખુલ્યો, ટૂંક સમયમાં 200 પોઈન્ટ અથવા 0.84% ​​થી વધુ ઘટીને 24,700 ની નજીક ટ્રેડ થયો. બીએસઈ સેન્સેક્સ ૮૯ પોઈન્ટ અથવા ૦.૧૧% ઘટીને ૮૨,૩૪૦ પર ખુલ્યો, જ્યારે પાછળથી તે ૮૦૦ પોઈન્ટ અથવા ૧.૦૯% થી વધુ ઘટીને ૮૧,૫૦૦ ની નજીક ટ્રેડ થયો. બેંક નિફ્ટી 7.60 પોઈન્ટ અથવા 0.01% ઘટીને 55,375.25 પર ખુલ્યો. નિફ્ટી મિડકેપ 100 73 પોઈન્ટ અથવા 0.13% વધીને 55,489.40 પર ખુલ્યો.



  • May 13, 2025 11:29 IST

    Today News Live : ભાજપ આજથી તિરંગા યાત્રા શરૂ કરશે

    સોમવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ પછી 'ઓપરેશન સિંદૂર' અને ભારતની નીતિ અંગે સ્પષ્ટ અને મક્કમ સંદેશ આપ્યો હતો. આ સંબોધન એવા સમયે થયું જ્યારે યુદ્ધવિરામની જાહેરાત થયાને બે દિવસ વીતી ગયા હતા અને દેશભરમાં આ અભિયાન અંગે ચર્ચાઓ તીવ્ર હતી. આ ભાષણ ભાજપના આગામી જનસંપર્ક અભિયાનનો પાયો નાખતું હોય તેવું પણ લાગતું હતું.



  • May 13, 2025 11:25 IST

    Today News Live : અમૃતસરના પાંચ ગામોમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, છ લોકો ગંભીર રીતે ઘાયલ

    પંજાબના અમૃતસર જિલ્લામાં ફરી એકવાર ઝેરી દારૂએ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં, મજીઠા બ્લોકના પાંચ ગામો - થેરવાલ, મારી, પાતાલપુરી, ભાંગલી અને અન્ય એક ગામમાં ૧૪ લોકોના મોત થયા છે - જ્યારે છ લોકો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. સોમવાર સાંજથી આ દુર્ઘટના ધીમે ધીમે આગળ વધી જ્યારે વિવિધ ગામડાઓમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત્યુના અહેવાલો આવવા લાગ્યા.



  • May 13, 2025 11:19 IST

    Today News Live : પાકિસ્તાનને સાફ સંદેશો આપ્યો છેઃ સંજય જયસ્વાલ

    ભાજપ સાંસદ સંજય જયસ્વાલે કહ્યું કે અમે સૌભાગ્યશાળી છીએ કે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતા મળ્યા છે. 2004થી 2024 સુધી આપણે માત્ર કડક નિંદાના પ્રસ્તાવ પસાર કર્યા હતા. પાકિસ્તાનને સાફ સંદેશો આપી દીધો છે. જો આ દેશમાં આતંકી ઘટનાઓ થાય છે તો તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.



  • May 13, 2025 09:08 IST

    Today News Live : 24 કલાકમાં ગુજરાતમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો

    ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 12 મે 2025, સવારે 6 વાગ્યાથી લઈને 13 મે 2025, સવારે છ વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના કુકરમુંડામાં 1.69, અમરેલીના સાવર કુંડલામાં 1.42 અને મોરબીના વાંકાનેરમાં 1.14 ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • May 13, 2025 07:35 IST

    Today News Live : 6 શહેરો માટે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ

    પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ આજે ​​જમ્મુ, લેહ, અમૃતસર માટે ફ્લાઇટ્સ ન મોકલવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિગો એરલાઈન્સે મંગળવારે જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટ એરપોર્ટથી તેની ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ