/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/PM-modi-in-Hayriyana.jpg)
હરિયાણાના હિસારમાં વડાપ્રધાન મોદી - photo - X @BJP4India
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 14 April 2025 , આજના તાજા સમાચાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર હરિયાણાના હિસારના પ્રથમ એરપોર્ટ પરથી હિસાર-અયોધ્યા ફ્લાઈટને લીલી ઝંડી બતાવી અને ટર્મિનલનો શિલાન્યાસ પણ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે કોંગ્રેસે સત્તા મેળવવા માટે બંધારણને હથિયાર બનાવ્યું. જ્યારે પણ તેમને લાગ્યું કે સત્તા તેમના હાથમાંથી સરકી રહી છે, ત્યારે તેમણે બંધારણને કચડી નાખ્યું, જેમ કે તેમણે કટોકટી દરમિયાન કર્યું હતું. બંધારણની ભાવના સ્પષ્ટપણે જણાવે છે કે તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ, જેને હું બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા કહું છું. પરંતુ કોંગ્રેસે તેનો ક્યારેય અમલ કર્યો નથી.
ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતમાં છાસવારે દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાયું હોય છે ત્યારે વધુ એક ડ્રગ્સનો મોટો ઝડપાયો છે. ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સંયુક્ત કામગીરીના પગરે ગુજરાતના દરિયા કાંઠેથી 300 કિલોગ્રામ ડ્રગ્સ જેની માર્કેટ વેલ્યૂ 1800 કરોડ રૂપિયા જેટલી થાય છે. બંને સુરક્ષા એજન્સીઓના ઓપરેશનમાં ડ્રગ્સ ભરેલી એક બોટ પકડી છે.
PNB કૌભાંડના આરોપી બિઝનેસમેન મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ
પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસના આરોપી ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીની પોલીસે બેલ્જિયમમાં ધરપકડ કરી છે. સુત્રોના અહેવાલ મુજબ 65 વર્ષીય ચોકસીની શનિવારે (14 એપ્રિલ, 2025) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજી પણ જેલમાં છે.
મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાંથી રૂ. 13,500 કરોડની લોનની છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો.
- Apr 14, 2025 18:54 IST
Today News live : પશુપતિ પારસે એનડીએ સાથે ગઠબંધન તોડ્યું, મહાગઠબંધન સાથે જવા પર કહી આ વાત
બિહારની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીએ એનડીએ સાથે સંબંધો તોડી નાખ્યા છે. આરએલપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે આ જાહેરાત પટનામાં કરી છે. સોમવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમે 2014થી અત્યાર સુધી એનડીએની સાથે હતા પરંતુ એનડીએના લોકોએ અમારી સાથે અન્યાય કર્યો છે. પશુપતિ પારસે કહ્યું કે અમને એનડીએ છોડવાની ફરજ પડી છે. મહાગઠબંધન સાથે જવાના સવાલ પર પશુપતિ પારસે કહ્યું કે મહાગઠબંધન અમને યોગ્ય સમયે યોગ્ય સન્માન આપશે તો ભવિષ્યમાં રાજનીતિ વિશે જરૂર વિચાર કરીશું.
- Apr 14, 2025 17:22 IST
Today News live : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અમૃતપાલ સિંહ ઉમેદવાર હશે
પંજાબની ખડૂર સાહિબ બેઠક પરથી લોકસભાના સાંસદ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ આસામની જેલમાં બંધ છે. પરંતુ હવે તે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકે છે. પંજાબ પોલીસે 2023માં અમૃતપાલની અમૃતસરની બહારના વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશન પર હુમલો કરવા બદલ ધરપકડ કરી હતી અને આસામના દિબ્રુગઢની સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. ધ ટ્રિબ્યુનના એક અહેવાલ અનુસાર અકાલી દળ (વારિસ પંજાબ ડે)એ અમૃતપાલ સિંહને તેમની પાર્ટીના સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. આ દરમિયાન ફરીદકોટના સાંસદ સરબજીત સિંહ ખાલસાએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ આગામી દોઢ વર્ષ સુધી અમૃતપાલ સિંહ માટે પ્રચાર કરે.
- Apr 14, 2025 12:25 IST
Today News live : ‘કોંગ્રેસ કોઈ મુસ્લિમને પોતાનો પ્રમુખ કેમ નથી બનાવતી?’ હરિયાણાના હિસારમાં પીએમ મોદીનો પ્રહાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર હરિયાણાના હિસારના પ્રથમ એરપોર્ટ પરથી હિસાર-અયોધ્યા ફ્લાઈટને લીલી ઝંડી બતાવી અને ટર્મિનલનો શિલાન્યાસ પણ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે સત્તા મેળવવા માટે બંધારણને હથિયાર બનાવ્યું. જ્યારે પણ તેમને લાગ્યું કે સત્તા તેમના હાથમાંથી સરકી રહી છે, ત્યારે તેમણે બંધારણને કચડી નાખ્યું, જેમ કે તેમણે કટોકટી દરમિયાન કર્યું હતું. બંધારણની ભાવના સ્પષ્ટપણે જણાવે છે કે તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ, જેને હું બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા કહું છું. પરંતુ કોંગ્રેસે તેનો ક્યારેય અમલ કર્યો નથી.
- Apr 14, 2025 08:30 IST
Today News live : ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતમાં છાસવારે દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાયું હોય છે ત્યારે વધુ એક ડ્રગ્સનો મોટો ઝડપાયો છે. ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સંયુક્ત કામગીરીના પગરે ગુજરાતના દરિયા કાંઠેથી 300 કિલોગ્રામ ડ્રગ્સ જેની માર્કેટ વેલ્યૂ 1800 કરોડ રૂપિયા જેટલી થાય છે. બંને સુરક્ષા એજન્સીઓના ઓપરેશનમાં ડ્રગ્સ ભરેલી એક બોટ પકડી છે.
- Apr 14, 2025 07:59 IST
Today News live : 13500 કરોડની લોન ફ્રોડ કેસનો આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ
પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસના આરોપી ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીની પોલીસે બેલ્જિયમમાં ધરપકડ કરી છે. સુત્રોના અહેવાલ મુજબ 65 વર્ષીય ચોકસીની શનિવારે (14 એપ્રિલ, 2025) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજી પણ જેલમાં છે.
મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાંથી રૂ. 13,500 કરોડની લોનની છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us