Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 14 February 2025 LIVE, આજના તાજા સમાચાર: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય અધિકારીઓની એક ટીમે શુક્રવારે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં પાક પર લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાનૂની ગેરંટી સહિતની મુખ્ય માંગણીઓ પર બે કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી. સૌહાર્દપૂર્ણ કહેવાતી આ ચર્ચા 22 ફેબ્રુઆરીએ ફરી થશે, જેમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગામી તબક્કાની વાતચીતનું નેતૃત્વ કરશે. છેલ્લા એક વર્ષથી સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) બિનરાજકીય અને કિસાન મજદૂર મોરચાનું પ્રતિનિધિત્વ કરી રહેલા 28 સભ્યોના પ્રતિનિધિમંડળે પંજાબના કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુદ્ડિયન અને રાજ્યના અન્ય અધિકારીઓની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સાથેની વાટાઘાટોમાં ભાગ લીધો હતો
મહાકુંભમાં શનિવાર અને રવિવાર માટે સવારથી સાંજ સુધી નો-વ્હીકલ ઝોન રહેશે
મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણએ કહ્યું કે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં મહાકુંભમાં લગભગ 55 લાખ લોકોએ સ્નાન કર્યું છે. આજે પણ અહીં ભારે ભીડ છે. સમગ્ર કુંભ મેળા વિસ્તારમાં અત્યાર સુધી ટ્રાફિક જામની કોઈ ફરિયાદ નથી. અમે શનિવાર અને રવિવાર માટે ખાસ તૈનાત કરી છે. શનિવાર અને રવિવાર માટે સવારથી સાંજ સુધી નો-વ્હીકલ ઝોન રહેશે. ફક્ત ઇમરજન્સી સેવાના વાહનોને જ આવવાની મંજૂરી આપવામાં આવશે.
નલિયામાં ઠંડીની સ્થિતિ સામાન્ય
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન્હોતો. મોટાભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રીની આજુબાજુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 14.2થી લઈને 21.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 21.2 સૌથી ઉંચુ લઘુતમ તાપમાન રહ્યું હતું. ડીસામાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.





