Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 15 February 2025, આજના તાજા સમાચાર: WPL 2025 ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ભવ્ય વિજય હાંસલ કર્યો છે. WPLમાં શનિવારે (15 ફેબ્રુઆરી) દિલ્હી કેપિટલ્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થયો હતો. આ મેચમાં દિલ્હીએ રોમાંચક મેચમાં મુંબઈને 2 વિકેટે હરાવ્યું. આ સિઝનમાં દિલ્હીની પહેલી જીત હતી.
આજે અમેરિકાથી 119 ગેરકાયદેસર ઈમિગ્રન્ટ ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ આજે અમૃતસર આવશે
અમેરિકાથી 119 ગેરકાયદેસર ઈમિગ્રન્ટ ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ શનિવારે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. આમાંથી અડધાથી વધુ પંજાબના છે. ઇમિગ્રન્ટ્સને લઇ જતું બીજું પ્લેન 15 ફેબ્રુઆરીએ આવે તેવી ધારણા છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે અમેરિકાનું કોઈ વિમાન ઈમિગ્રન્ટ્સને લાવવા આવશે કે ભારત સરકારે ફ્લાઈટની વ્યવસ્થા કરી છે.
5 ફેબ્રુઆરીએ 104 ભારતીયોને લઈને C-17 પ્લેન અમૃતસર પહોંચ્યું હતું. જેમાં મોટાભાગના મુસાફરો હરિયાણા, ગુજરાત અને પંજાબના હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનું બીજું જૂથ કદાચ પહેલાની જેમ હાથકડીમાં ન હોય. પ્રથમ ફ્લાઈટમાં મુસાફરો સાથેના વ્યવહારને લઈને કેન્દ્રને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.





