Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 15 May 2025, આજના તાજા સમાચાર: અવંતીપોરાના નાદેરમાં ચાલી રહેલા ઓપરેશનમાં ભારતીય સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ કહ્યું છે કે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ગુરુવારે સવારથી અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના નદીર ગામને ઘેરી લીધું હતું.
રામગોપાલ યાદવનું વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર વિવાદિત નિવેદન
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ઓપરેશન સિંદૂર બાદ ચર્ચામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે તેમના વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. રામ ગોપાલ યાદવે વ્યોમિકા સિંહ વિશે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.





