Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 16 March 2025, આજના તાજા સમાચાર: પીએમ નરેન્દ્ર મોદીએ એક પોડકાસ્ટ દરમિયાન પાકિસ્તાન પર પ્રહારો કર્યા અને કહ્યું, ‘એક પ્રોક્સી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ કોઈ વિચારધારા નથી. આતંકવાદીઓને એક્સપોર્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે. દુનિયામાં જ્યાં પણ આતંકવાદી હુમલો થાય છે, તેની કડીઓ કોઈને કોઈ રીતે પાકિસ્તાન સાથે જોડાયેલી હોય છે. 9/11ના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો હતો.
હું પોતે શાંતિ માટે લાહોર ગયો હતો – મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું, ‘દુનિયાએ તેમની આતંકવાદી માનસિકતાને ઓળખી લીધી છે.’ આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કેન્દ્ર બની ગયું છે. અમે તેમને સતત કહ્યું કે આ માર્ગથી કોને ફાયદો થશે, તમારે આતંકવાદનો માર્ગ છોડી દેવો જોઈએ. રાજ્ય પ્રાયોજિત આતંકવાદનો અંત આવવો જ જોઇએ. હું પોતે શાંતિના પ્રયાસો માટે લાહોર ગયો હતો. મેં મારા શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રણ આપ્યું હતું જેથી આપણે એક નવી શરૂઆત કરી શકીએ.
ગુજરાતના ભરૂચમાં 45 વર્ષના વ્યક્તિની ઝેરી દવા પી આત્મહત્યા, પોલીસ સામે આક્ષેપ
ગુજરાતના ભરૂચમાં એક 45 વર્ષના કીર્તન નામના વ્યક્તિએ ઝેર પી આત્મહત્યા કરી છે. ભરૂચ ડીએસપી સી.કે.પટેલે જણાવ્યું કે, કિર્તન નામના 45 વર્ષના વ્યક્તિએ ઝેર પી આત્મ હત્યા કરી છે. તેની પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. તેમા નબીપુર પોલીસ સ્ટેશનના ઇમ્ચાર્જ અને 2 પોલીસ કર્મીઓના નામ છે. કિર્તન અગાઉ વિદેશી દારુના કેસમાં પકડાયો હતો. તે સમયે પોલીસે તેની પાસેથી એક ગાડી જપ્ત કરી હતી. સુસાઇડ નોટમાં લખ્યું છે કે,પોલીસ તેને ગાડી પરત આપી રહી નથી અને તેના પરિવારને પરેશાન કરે છે. તપાસ બાદ સત્ય બહાર આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.





