/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Supreme-Court.jpeg)
સુપ્રીમ કોર્ટ (એક્સપ્રેસ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 16 May 2025, આજના તાજા સમાચાર: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને રાજ્ય સરકારી કર્મચારીઓને 25% મોંઘવારી ભથ્થું (DA) ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. વચગાળાનો આદેશ જારી કરતા, ન્યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મહેતાની બેન્ચે પશ્ચિમ બંગાળ સરકારને ત્રણ મહિનાની અંદર ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો અને ઓગસ્ટમાં સુનાવણી માટે આ કેસ મુલતવી રાખ્યો.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેટલાક રાજ્ય સરકારી કર્મચારીઓએ કલકત્તા હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ મોંઘવારી ભથ્થું (DA) આપવાની માંગ કરી, જેમાં બાકી પગારનો પણ સમાવેશ થાય છે. મે 2022 માં, હાઇકોર્ટે રાજ્યને કેન્દ્રીય દરે ડીએ ચૂકવવાનો નિર્દેશ આપ્યો. જોકે, પશ્ચિમ બંગાળ સરકારે નવેમ્બર 2022 માં અપીલ દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને પડકાર્યો.
ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ દોહામાં ઈતિહાસ, 90.23 મીટરનો થ્રો કર્યો
ગોલ્ડન બોય નીરજ ચોપરાએ શુક્રવારે દોહામાં ડાયમંડ લીગમાં ઇતિહાસ રચ્યો છે. નીરજે 2025ની સિઝનના પહેલા જ મુકાબલામાં 90 મીટરનો થ્રો પાર કર્યો હતો. તેણે પોતાના ત્રીજા પ્રયાસમાં 90.23 મીટરનો શાનદાર થ્રો કર્યો હતો. આ થ્રો ની સાથે તે જેવલીન થ્રો ઈવેન્ટમાં 90 મીટરની બેરિયર પાર કરનારો દુનિયાનો 25મો એથ્લીટ બની ગયો છે. નીરજે પહેલા થ્રો 88.44 મીટરનો ફેંક્યો હતો. પરંતુ બીજો પ્રયાસ ફાઉલ હતો. ત્યાર બાદ ત્રીજા પ્રયાસમાં તેણે 90 મીટરનો આંકડો પાર કર્યો હતો અને 90.23 મીટરનો થ્રો કર્યો હતો.
ચીનમાં ભૂકંપ
ચીનમાં આજે શુક્રવારે સવારે 6.29 વાગ્યે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ અંગે જાણકારી આપી હતી.
- May 16, 2025 23:26 IST
Today News Live : ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, 90.23 મીટરનો થ્રો કર્યો
ગોલ્ડન બોય નીરજ ચોપરાએ શુક્રવારે દોહામાં ડાયમંડ લીગમાં ઇતિહાસ રચ્યો છે. નીરજે 2025ની સિઝનના પહેલા જ મુકાબલામાં 90 મીટરનો થ્રો પાર કર્યો હતો. તેણે પોતાના ત્રીજા પ્રયાસમાં 90.23 મીટરનો શાનદાર થ્રો કર્યો હતો. આ થ્રો ની સાથે તે જેવલીન થ્રો ઈવેન્ટમાં 90 મીટરની બેરિયર પાર કરનારો દુનિયાનો 25મો એથ્લીટ બની ગયો છે. નીરજે પહેલા થ્રો 88.44 મીટરનો ફેંક્યો હતો. પરંતુ બીજો પ્રયાસ ફાઉલ હતો. ત્યાર બાદ ત્રીજા પ્રયાસમાં તેણે 90 મીટરનો આંકડો પાર કર્યો હતો અને 90.23 મીટરનો થ્રો કર્યો હતો.
- May 16, 2025 18:02 IST
Today News Live : દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
હવામાનમાં અચાનક પલટાને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેના કારણે ભીષણ ગરમીથી રાહત મળી છે.
watch दिल्ली: मौसम में अचानक आए बदलाव के कारण राष्ट्रीय राजधानी के कई इलाकों में तेज हवाएं और भारी बारिश हुई, जिससे भीषण गर्मी से राहत मिली।
वीडियो साउथ ब्लॉक से है। pic.twitter.com/OmuV26oFkY— ANI_HindiNews (@AHindinews) May 16, 2025
- May 16, 2025 16:21 IST
Today News Live : રાજનાથ સિંહે ભૂજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલયની મુલાકાત લીધી
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કચ્છના ભૂજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલયની મુલાકાત લીધી.
watch भुज, कच्छ (गुजरात): केंद्रीय रक्षा मंत्री राजनाथ सिंह ने स्मृतिवन भूकंप स्मारक संग्रहालय का दौरा किया। pic.twitter.com/GbvAWS9r1S
— ANI_HindiNews (@AHindinews) May 16, 2025
- May 16, 2025 14:05 IST
Today News Live : ‘કર્મચારીઓને 25% DA આપો’, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ત્રણ મહિનામાં ચુકવણી કરવા કહ્યું
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને રાજ્ય સરકારી કર્મચારીઓને 25% મોંઘવારી ભથ્થું (DA) ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. વચગાળાનો આદેશ જારી કરતા, ન્યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મહેતાની બેન્ચે પશ્ચિમ બંગાળ સરકારને ત્રણ મહિનાની અંદર ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો અને ઓગસ્ટમાં સુનાવણી માટે આ કેસ મુલતવી રાખ્યો.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેટલાક રાજ્ય સરકારી કર્મચારીઓએ કલકત્તા હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ મોંઘવારી ભથ્થું (DA) આપવાની માંગ કરી, જેમાં બાકી પગારનો પણ સમાવેશ થાય છે. મે 2022 માં, હાઇકોર્ટે રાજ્યને કેન્દ્રીય દરે ડીએ ચૂકવવાનો નિર્દેશ આપ્યો. જોકે, પશ્ચિમ બંગાળ સરકારે નવેમ્બર 2022 માં અપીલ દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને પડકાર્યો.
- May 16, 2025 09:41 IST
Today News Live : સેન્સેક્સ 200 પોઇન્ટ ડાઉન, નિફ્ટીમાં 25000નો સપોર્ટ
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે ઘટીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 82530 સામે ઘટીને આજે 82392 ખુલ્યો હતો. આઈટી અને બેંક શેરમાં નરમાઇથી માર્કેટ દબાણ હેઠળ હતું. સેન્સેક્સ 220 પોઇન્ટ ઘટી 82315 લેવલ આસપાસ છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25062 સામે આજે 25064 ખુલ્યો હતો. નિફ્ટી 48 પોઇન્ટ ઘટીને 25000ના મનોવૈજ્ઞાનિક સપોર્ટ લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આજે ભારતી એરટેલ 2.6 ટકા, ઇન્ડ્સઇન્ડ બેંક 1.6 ટકા, એસબીઆઈ 1.5 ટકા, એચસીએલ ટેક, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા 1 ટકા આસપાસ ડાઉન હતા. બેંક નિફ્ટી 140 ટકા અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 160 પોઇન્ટન ડાઉન હતો.
- May 16, 2025 08:40 IST
Today News Live : ચીનમાં ભૂકંપ
ચીનમાં આજે શુક્રવારે સવારે 6.29 વાગ્યે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ અંગે જાણકારી આપી હતી.
- May 16, 2025 08:40 IST
Today News Live : આજે વિવિધ રાજ્યોના પ્રમુખ વેપારી નેતાઓની બેઠક
દેશભરના વેપારીઓએ પાકિસ્તાનનું સમર્થન આપવા માટે તુર્કી અને અઝરબૈજાન સાથે વેપાર ખતમ કરવાની યોજના બનાવી છે. જેના પર કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) તરફથી આજે વિવિધ રાજ્યોના પ્રમુખ વેપારી નેતાઓની બેઠક બોલાવાવમાં આવી છે. બેઠકમાં દેશભરના વેપારીઓ એ નક્કી કરશે કે પાકિસ્તાનને સમર્થન આપનાર તુર્કીઓ અને અઝરબૈઝાન સાથે વેપાર કરવો કે નહીં.
- May 16, 2025 08:40 IST
Today News Live : રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે ભુજ એરબેઝની મુલાકાત
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રક્ષા મંત્રી દેશના એરબેઝની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતના ભૂજમાં આવેલા એરબેઝની મુલાકાત લેશે. તેમની યાત્રા બે દિવસીય એટલે કે આજે શુક્રવાર અને આવતી કાલ શનિવાર માટે રહેશે. માનવામાં આવી રહ્યું છે કે રક્ષામંત્રી ગુજરાતની ભારત પાકિસ્તાન બોર્ડરની પણ મુલાકાત કરશે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us