Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 17 April 2025 LIVE, આજના તાજા સમાચાર: વકફ એક્ટને લઈને દેશભરમાં મુસ્લિમ સમુદાયના વિરોધ વચ્ચે ભાજપ નવી રણનીતિ સાથે આગળ વધવા જઈ રહી છે. પાર્ટી ઉત્તર પ્રદેશમાં 20 એપ્રિલથી વકફ એક્ટ પર 15 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સાથે સાથે અનેક મુસ્લિમ સંગઠનો અને વિવિધ વિપક્ષી રાજકીય પક્ષોએ વકફ એક્ટને લઈને સરકાર સામે વિરોધ શરૂ કર્યો છે.
વકફ એક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ સરકારે કોર્ટમાં એક્ટની તરફેણમાં મજબૂત અને નક્કર દલીલો પણ રજૂ કરી છે. પરંતુ હવે ભાજપ લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોના પ્રભાવશાળી લોકો, મદરેસાના વિદ્યાર્થીઓ, મહિલાઓ અને યુવાનો સુધી પહોંચશે અને તેમને જણાવશે કે તેમના માટે આ કાયદો શા માટે જરૂરી છે?
વકફ બોર્ડમાં નવી નિમણુકો પર રોક, સુપ્રીમ કોર્ટે આદેશમાં શું-શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે સતત બીજા દિવસે વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. ગુરુવારે સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ કોર્ટ પાસે જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય માંગ્યો હતો. સોલિસિટર જનરલે ખાતરી આપી હતી કે સુનાવણીની આગામી તારીખ સુધી વકફ બોર્ડ અથવા વકફ કાઉન્સિલમાં કોઈ સભ્ય ઉમેરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે તેમનું નિવેદન રેકોર્ડ પર લીધું અને સરકારને જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો. સરકાર તરફથી જવાબ દાખલ કર્યા બાદ અરજદારોને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 5 મેના રોજ થશે.





