Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 18 April 2025, આજના તાજા સમાચાર: પંજાબમાં ગ્રેનેડ હુમલાના માસ્ટરમાઇન્ડ હેપ્પી પાસિયાની યુએસમાં અટકાયત કરવામાં આવી છે. હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાને ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેના કથિત રીતે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધ છે. આ વર્ષની શરૂઆતમાં NIAએ ચંદીગઢમાં એક ઘર અને પંજાબના પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડ હુમલામાં કથિત સંડોવણી બદલ હેપ્પી પાસિયા પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
પંજાબમાં છેલ્લા સાત મહિનામાં 16 ગ્રેનેડ હુમલા થયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મનોરંજન કાલિયા સહિત અનેક લોકોના પોલીસ ચોકીઓ, ધાર્મિક સ્થળો અને રહેઠાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આવા ઓછામાં ઓછા 14 હુમલાઓની તપાસ દરમિયાન પાસિયાનું નામ સામે આવ્યું છે. એક સૂત્રએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તેમને માહિતી મળી છે અને ત્યાંની તપાસ એજન્સી તમામ વિગતો શેર કરી રહી છે.
ગુજરાતમાં EV પરના ટેક્સમાં 5%ની છૂટ, હવે 1% જ ટેક્સ ભરવો પડશે
ગુજરાત સરકારે ઇવીને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ, 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. ઈલેક્ટ્રિક વ્હીકલ પરનો 6 ટકા ટેક્સ હવેથી 1 ટકા લેખે જ વસૂલવા આદેશ જારી કર્યો છે, જેને પગલે હવેથી ઈલેક્ટ્રિક વ્હીકલ પર 1 ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે. ટેક્સમાં 5 ટકા છૂટ આપવાથી વાહનમાલિકોને ફાયદો થશે.





