Today News Update: માયાવતીના ભત્રીજા આકાશ આનંદની BSPમાં વાપસી, ચીફ નેશનલ કોર્ડિનેટર પદે નિમણૂક

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 18 May 2025: બસપા પાર્ટીની હાઇલેવલ મિટિંગમાં માયાતીએ ભત્રીજા આકાશ આનંદને પક્ષના ચીફ નેશનલ કોર્ડિનેટર પદે નિમણૂક કરી છે. નોંધનિય છે કે, થોડાક મહિના અગાઉ પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આકાશ આનંદને માયાવતીએ બસપા માંથી હાંકી કાઢ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
mayawati | akash anand | mayawati with akash anand | BSP Head

Mayawati With Akash Anand: બસપા પ્રમુખ માયાવતી ભત્રીજા આકાશ આનંદ સાથે. (Photo: @Mayawati)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 18 May 2025, આજના તાજા સમાચાર: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સ્પ્રિંગ્સ શહેરમાં ફર્ટિલિટી ક્લિનિક બહાર ભયંકર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત અને 4 વ્યક્તિ ઘાયલ થયા. બોમ્બ વિસ્ફોટથી ક્લિનિકને નુકસાન થયું છે. અમેરિકાની તપાસ એજન્સી FBI આ ઘટનાને જાણી જોઇને કરાયેલું આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. એફબીઆઈ લોસ એન્જલ્સ હેડક્વાર્ટરના વડા અકીલ ડેવિસે કહ્યું કે, ક્લિનિકને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મૃતકની હજી ઓળખ થઇ શકી નથી. આ ઘટનાનું લાઇવ ટેલીકાસ્ટ (ઇન્ટરનેટ પર) કરવામાં આવ્યું છે કે તેની તપાસ ચાલી રહી છે.

Advertisment

બિહારમાં ટ્રક કાર વચ્ચે એક્સિડેન્ટ, 3 લોકોના મોત

બિહારના નવાદા વિસ્તારમાં સવારે કારને ટ્રકે ટક્કર મારતા ભયંકર એક્સિડેન્ટ થયો છે. લગ્ન માંથી પરત આવી રહેલી કારને ટ્રકે પાછળથી ટક્કર મારતા 3 લોકોના મોત અને 2 વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે. ટ્રકે એટલી ભંયકર ટક્કર મારી હતી કે કારનો બુકડો બોલાઈ ગયો હતો.

ઈસરો ઇઓએસ 09 મિશન લોન્ચિંગ નિષ્ફળ

ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) આજે ઈઓએસ-9 સેટેલાઈટ લોન્ચ કરવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તે અસફળ રહ્યું છે. ઇસરોએ શરૂઆતમાં પીએસએલવીમાં ટેકનિકલ ખામીને સેટેલાઇટ લોન્ચિંગ અસફળ રહેવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. જો કે હવે આ સમસ્યા કેમ ઉભી થઇ છે તેની મોટા પાયે તપાસ થઇ રહી છે, જેના કારણે આવું મહત્વપૂર્ણ મિશન નિષ્ફળ ગયું હતું. ISROના વડા વી નારાયણને જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કાના ઓપરેશન દરમિયાન, અમે એક નિરીક્ષણ જોઈ રહ્યા છીએ અને મિશન પૂર્ણ થઈ શક્યું નથી. વિશ્લેષણ પછી, આપણે પાછા આવીશું.

  • May 18, 2025 14:43 IST

    માયાવતીના ભત્રીજા આકાશ આનંદની BSPમાં વાપસી, પક્ષના ચીફ નેશનલ કોર્ડિનેટર પદે નિમણૂક

    માયાવતીના ભત્રીજા આકાશ આનંદની BSPમાં વાપસી થઇ છે. બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને ફરી એકવાર મુખ્ય રાજકારણમાં લાવવા પ્રયાસ કર્યો છે. રવિવારે બસપાની હાઇલેવલ મિટિંગમાં આકાશ આનંદને ફરીવાર પક્ષની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આકાશને બસવાના ચીફ નેશનલ કોર્ડિનેટર બનાવવામાં આવ્યા છે. આજની બેઠકમાં માયાવતી સાથે આકાશ આનંદ દેખાયા હતા. બસપામાં હાલ 3 નેશનલ કોર્ડિનેટ છે, તેમની ઉપર ચીફ નેશનલ કોર્ડિનેટર આકાશ આનંદ રહેશે. નોંધનિય છે કે, થોડાક મહિના અગાઉ પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આકાશ આનંદને માયાવતીએ બસપા માંથી હાંકી કાઢ્યા હતા.

    — Mayawati (@Mayawati) May 18, 2025

    https://platform.twitter.com/widgets.js

  • May 18, 2025 14:17 IST

    દિલ્હીની એક હોટેલમાં આગ, ફાયર બ્રિડેગની 6 ગાડીઓ આગ ઘટના સ્થળે

    દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં એક હોટેલમાં આગ લાગી છે. ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડ વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે આગ ઓલવવા પહોંચી છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) May 18, 2025

  • Advertisment
  • May 18, 2025 10:26 IST

    અમેરિકાના કેલિફોર્નિયામાં હોસ્પિટલની બહાર બોમ્બ વિસ્ફોટ, 1 વ્યક્તિનું મોત

    અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સ્પ્રિંગ્સ શહેરમાં ફર્ટિલિટી ક્લિનિક બહાર ભયંકર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત અને 4 વ્યક્તિ ઘાયલ થયા. બોમ્બ વિસ્ફોટથી ક્લિનિકને નુકસાન થયું છે. અમેરિકાની તપાસ એજન્સી FBI આ ઘટનાને જાણી જોઇને કરાયેલું આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. એફબીઆઈ લોસ એન્જલ્સ હેડક્વાર્ટરના વડા અકીલ ડેવિસે કહ્યું કે, ક્લિનિકને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મૃતકની હજી ઓળખ થઇ શકી નથી. આ ઘટનાનું લાઇવ ટેલીકાસ્ટ (ઇન્ટરનેટ પર) કરવામાં આવ્યું છે કે તેની તપાસ ચાલી રહી છે.

    — Press Trust of India (@PTI_News) May 18, 2025

  • May 18, 2025 10:10 IST

    ઈસરો ઇઓએસ 09 મિશન લોન્ચિંગ નિષ્ફળ

    ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) આજે ઈઓએસ-9 સેટેલાઈટ લોન્ચ કરવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તે અસફળ રહ્યું છે. ઇસરોએ શરૂઆતમાં પીએસએલવીમાં ટેકનિકલ ખામીને સેટેલાઇટ લોન્ચિંગ અસફળ રહેવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. જો કે હવે આ સમસ્યા કેમ ઉભી થઇ છે તેની મોટા પાયે તપાસ થઇ રહી છે, જેના કારણે આવું મહત્વપૂર્ણ મિશન નિષ્ફળ ગયું હતું. ISROના વડા વી નારાયણને જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કાના ઓપરેશન દરમિયાન, અમે એક નિરીક્ષણ જોઈ રહ્યા છીએ અને મિશન પૂર્ણ થઈ શક્યું નથી. વિશ્લેષણ પછી, આપણે પાછા આવીશું.

    — ANI (@ANI) May 18, 2025

  • May 18, 2025 10:08 IST

    બિહારમાં કાર અને ટ્રક વચ્ચે એક્સિડેન્ટ, 3 લોકોના મોત

    બિહારના નવાદા વિસ્તારમાં સવારે કારને ટ્રકે ટક્કર મારતા ભયંકર એક્સિડેન્ટ થયો છે. લગ્ન માંથી પરત આવી રહેલી કારને ટ્રકે પાછળથી ટક્કર મારતા 3 લોકોના મોત અને 2 વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે. ટ્રકે એટલી ભંયકર ટક્કર મારી હતી કે કારનો બુકડો બોલાઈ ગયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ india અકસ્માત ગુજરાત વિશ્વ દેશ