Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 19 February 2025, આજના તાજા સમાચાર: પંજાબની ખડુર સાહિબ લોકસભા સીટના સાંસદ અમૃતપાલ સિંહ તેમની સંસદ સભ્યપદ ગુમાવવાથી ચિંતિત છે. તેણે પંજાબ અને હરિયાણા કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી છે. અરજીમાં સંસદના 60 દિવસના શાસનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેલમાં બંધ અમૃતપાલે કેન્દ્ર સરકાર, પંજાબ સરકાર અને અન્ય સંબંધિત પક્ષો પાસેથી સંસદની કાર્યવાહીમાં હાજરી આપવા માટે પરવાનગી માંગી છે. અરજીમાં તેમણે કહ્યું કે સંસદમાં તેમની હાજરી જરૂરી છે, નહીં તો તેમની સદસ્યતા જતી રહેશે.
અમૃતપાલ સિંહે કહ્યું કે લોકસભા સચિવાલય તરફથી તેમને સમન્સ મોકલવામાં આવ્યું છે. સમન્સમાં કહેવામાં આવ્યું છે કે તેમની ગેરહાજરીને કારણે તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ હાલમાં NSA હેઠળ આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં બંધ છે.
ચેમ્પિયન્સ ટ્રોફી – પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય
ટોમ લેથમ (અણનમ 118) અને વિલ યંગ (107)ની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 60 રને વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 5 વિકેટે 320 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 47.2 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ટોમ લેથમને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.





