Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 2 March 2025, આજના તાજા સમાચાર: ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના સરહદી વિસ્તારમાં માના ગામ નજીક ગ્લેશિયર તૂટવાથી થયેલી મોટી દુર્ઘટના બાદ શરૂ કરાયેલું શોધ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. રવિવારે શોધખોળ કામગીરી દરમિયાન વધુ ચાર મૃતદેહ મળી આવ્યા હતા, જેના કારણે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા 8 થઈ ગઈ છે. શનિવારે પણ ચાર મૃતદેહ મળી આવ્યા હોવાનું કહેવાય છે.
આ સિવાય ઓપરેશન દ્વારા બાકીના બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ માના અને બદ્રીનાથ વચ્ચે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પમાં હિમપ્રપાતની ઘટના બની હતી જેમાં 54 કામદારો આઠ કન્ટેનર અને એક શેડમાં દટાયા હતા.
બસપાના વડા માયાવતી એ તેમના ભત્રીજા આકાશ આનંદને પક્ષના તમામ પદેથી હટાવી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ લખનઉની બેઠક પહેલા માયાવતીએ 25 ફેબ્રુઆરીએ પદાધિકારીઓ સાથે અલગ અલગ બેઠક કરી છે, તેમણે નક્કી કર્યું છે કે, 2027ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ઘણા ફેરફાર થશે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે બસવા પ્રમુખે મંડળથી લઇ જિલ્લા લેવલ સુધી 1028 પ્રભારી નિમણૂક કર્યા છે. 403 વિધાનસભા બેઠકમાં 2-2 પ્રભારી નિમણૂક કરવામાં આવ્યા છે.
પીએમ મોદી જામનગરમાં, બપોર બાદ સોમનાથ અને સાસણગીરની મુલાકાતે
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની 3 મુલાકાતે આવ્યા છે. આજે પીએમ મોદીનો ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. પીએમ મોદી શનિવાર સાંજે જામનગર આવી પહોંચ્યા હતા. પીએમ મોદી 2 માર્ચે જામનગરમાં મુકેશ અંબાણીના વનતારાની મુલાકાત લેશે. બપોરે તેઓ ગીર સોમનાથ જશે ત્યાં સોમનાથ મંદિરમાં દર્શન કરશે અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યાર પછી 4 વાગેની આસપાસ સાસણગીર જશે. સાસણગીરમાં વનવિભાગની કોન્ફરન્સમાં ભાગ લેશે. પીએમ મોદી સાસણગીરમાં આવેલા સિંહ સદનમાં રાત્રિરોકાણ કરશે.
પીએમ મોદીએ રમઝાન માસની શુભકામના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રમઝાન માસની શરૂઆતની શુભકામના પાઠવી. તમને જણાવી જઇયે કે, મુસલમાન લોકોને પવિત્ર રમઝાન માસ 1 માર્ચ, 2025થી શરૂ થયો છે.
હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનોહરલાલ ખટ્ટરે મતદાન કર્યું
હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. હરિયાણાના નેતા મનોહરલાલ ખટ્ટરે ચૂંટણી માટે આજે મતદાન કર્યું છે. તેમણ કહ્યું કે, તમામ લોકોએ મતદાન કરવું જોઇએ. દરેક વ્યક્તિએ પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઇએ. મારી બધા લોકોને મતદાન કરવા અપીલ છે.





