Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 21 April 2025 LIVE, આજના તાજા સમાચાર: વડોદરા શહેરમાં સમતા વિસ્તારમાં 35 વર્ષ જૂના ત્રણ માળિયા સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી થયો હતો. જેમાં ચાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે આ ફ્લેટમાં રહેતા પરિવારો જીવ બચાવીને ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને રેસ્ક્યૂ કામગીરી હાથધરી હતી. કાટમાળ નીચે દટાયેલી ત્રણ મહિલા સહિત ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળી 79000 પાર, બેંક અને આઈટી શેરમાં તેજી
સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પહેલા દિવસે મોટા ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 78553 સામે 350 વધીને આજે 78903 ખુલ્યો હતો. બેંક અને આઈટી શેરમાં મજબૂતીથી માર્કેટને સપોર્ટ મળ્યો હતો. તેજીની ચાલમાં સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ ઉછળી ઉપરમાં 79152 સુધી પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી એ પાછલા બંધ 23851 સામે આજે 23949 ખુલ્યો હતો. નિફ્ટ 150 પોઇન્ટ વધી 24000 લેવલ ક્રોસ કુદાવ્યું હતું. બેન્કિંગ શેરમાં તેજીથી બેંક નિફ્ટી ઈન્ડેક્સ 800 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 300 પોઇન્ટ ઉછળ્યા હતા. ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ અને એસબીઆઈના શેર 1.3 ટકાથી 4 ટકા જેટલા વધીને ટ્રેડ થઇ રહ્યા છે.
રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સત્ર કર્યું હતું. આ દરમિયાન તેમણે ગયા વર્ષની મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે દેશની ચૂંટણી વ્યવસ્થામાં ઘણી સમસ્યાઓ છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પણ આક્ષેપો કર્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ નેતાએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહ્યું, ‘સાદા શબ્દોમાં કહીએ તો, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં યુવાનોના મતદાનની સંખ્યા અપેક્ષિત સંખ્યા કરતા વધુ હતી. આ એક હકીકત છે. ચૂંટણી પંચે અમને સાંજના 5.30 વાગ્યા સુધીના મતદાનના આંકડા આપ્યા હતા.





