Gujarati News 22 April 2025 : પીએમ મોદીનું આકાશમાં સઉદી ફાઇટર જેટ્સે કર્યું એસ્કોર્ટ, 21 તોપોની સલામીથી સ્વાગત

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 22 April 2025: પીએમ મોદી સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન મંગળવારે સાઉદી અરબના એફ-15 ફાઈટર જેટ વિમાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને વિશેષ સન્માન હેઠળ સુરક્ષા પૂરી પાડી હતી

Written by Ankit Patel
Updated : April 22, 2025 23:58 IST
Gujarati News 22 April 2025 : પીએમ મોદીનું આકાશમાં સઉદી ફાઇટર જેટ્સે કર્યું એસ્કોર્ટ, 21 તોપોની સલામીથી સ્વાગત
પીએમ મોદીના વિમાનને સાઉદી વિમાનોએ સુરક્ષા આપી હતી (તસવીર - @MEAIndia)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 22 April 2025, આજના તાજા સમાચાર: પીએમ મોદી સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન મંગળવારે સાઉદી અરબના એફ-15 ફાઈટર જેટ વિમાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને વિશેષ સન્માન હેઠળ સુરક્ષા પૂરી પાડી હતી. વિદેશ મંત્રાલયે પીએમ મોદીના વિમાનને સુરક્ષા પૂરી પાડતા સાઉદી જેટનો વીડિયો પણ જાહેર કર્યો હતો. આ પગલાને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના આગમન પર તેમનું સ્વાગત 21 તોપોની સલામી આપીને કરવામાં આવ્યું હતું.

અમરેલીમાં ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલનું પ્લેન ક્રેશ, એકનું મોત

ગુજરાતમાં મોટી ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર પંથકના અમરેલી જિલ્લાના ગિરિયા રોડ ઉપર ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલનું પ્લેન ક્રેશ થયાની ઘટના બની હતી. વિમાન ક્રેશનની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથધરી હતી.

મધ્ય પ્રદેશમાં લગ્નમાંથી પરત ફરતી પીકઅપ જીપ પલટી, 5 લોકોના મોત

મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના બાણસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જ્યાં એક પીકઅપ પલટી મારી ગઈ હતી. જેના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં જ અફરા-તફરી મચી ગઈ હતી.

વાસ્તવમાં સીધી જિલ્લાના મડવાસના બૈગા પરિવારની લગ્નની સરઘસ શહડોલ જિલ્લાના કરોંડિયા ગામમાં આવી હતી. લગ્નની વિધિ પૂરી થયા બાદ લગ્નની પાર્ટી પીકઅપમાં પરત ફરી રહી હતી. જ્યારે પીકઅપ ગડા કરાઉંડિયા રોડ પર પહોંચ્યું ત્યારે પીકઅપની સામે એક બાઇકસવાર આવ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં પીકઅપ કાબુ બહાર જઈને પલટી મારી ગઈ હતી.

Live Updates

Today Live News : પીએમ મોદીનું આકાશમાં સઉદી ફાઇટર જેટ્સે કર્યું એસ્કોર્ટ, 21 તોપોની સલામીથી સ્વાગત

પીએમ મોદી સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન મંગળવારે સાઉદી અરબના એફ-15 ફાઈટર જેટ વિમાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને વિશેષ સન્માન હેઠળ સુરક્ષા પૂરી પાડી હતી. વિદેશ મંત્રાલયે પીએમ મોદીના વિમાનને સુરક્ષા પૂરી પાડતા સાઉદી જેટનો વીડિયો પણ જાહેર કર્યો હતો. આ પગલાને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના આગમન પર તેમનું સ્વાગત 21 તોપોની સલામી આપીને કરવામાં આવ્યું હતું.

Today Live News : પીએમ મોદી સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત માટે જેદ્દાહ પહોંચી ગયા છે. તેમનું સ્વાગત 21 તોપોની સલામી સાથે કરવામાં આવ્યું હતું. પીએમ મોદી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી, HRH પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે, તેમની મુલાકાત દરમિયાન બીજી ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ લીડર્સ મીટિંગની સહ-અધ્યક્ષતા કરશે.

Today Live News : સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા, ઈન્ડ્સઇન્ડક બેંક શેર 5 ટકા તૂટ્યો

શેરબજાર બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઉછાળે ખુલ્યા બાદ એકંદરે પોઝિટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 79408 સામે 300 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં 79728 ખુલ્યો હતો. જો કે અમુક બ્લુચીપ શેર ઘટતા માર્કેટનો આરંભિક ઉછાળો ધોવાઇ ગયો હતો. સેન્સેક્સ 100 પોઇન્ટના સુધારે ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24125 સામે આજે 24185 ખુલ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડ્સઇન્ડ બેંક 5 ટકા, ઇન્ફોસિસ દોઢ ટકા, પાવરગ્રીડ, એશિયન પેઇન્ટ અને ભારતી એરટેલ શેર 1 ટકાના ઘટાડે ટોપ 5 લૂઝર હતા. બેંક નિફ્ટી 130 પોઇન્ટ વધીને જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 150 પોઇન્ટ ડાઉન હતો.

Today Live News : PM મોદી આજે સાઉદી અરેબિયા જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે સાઉદી અરેબિયાના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદીની આ મુલાકાત બે દિવસની હશે. આ દરમિયાન તેઓ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પણ મળશે. આ દરમિયાન સંરક્ષણ સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે અને પીએમ મોદી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બીજી બેઠકમાં પણ હાજરી આપશે. ભારતીય રાજદૂત સુહેલ એજાઝ ખાને સાઉદી અરેબિયાની તેમની મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન જેદ્દાહ આવી રહ્યા છે. સદીઓથી, જેદ્દાહ ઉમરાહ અને હજ માટે આવતા યાત્રાળુઓ માટે એક બંદર છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ, વડાપ્રધાન મોદી અને ક્રાઉન પ્રિન્સ, અહીં વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીની જેદ્દાહની આ પ્રથમ મુલાકાત છે.

Today Live News : મધ્ય પ્રદેશમાં લગ્નમાંથી પરત ફરતી પીકઅપ જીપ પલટી, 5 લોકોના મોત

મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના બાણસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જ્યાં એક પીકઅપ પલટી મારી ગઈ હતી. જેના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં જ અફરા-તફરી મચી ગઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ