Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 22 May 2025 LIVE, આજના તાજા સમાચાર: ગુજરાતના અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ થયેલા 18 રેલવે સ્ટેશનોનું આજે વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. વડાપ્રધાનનરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રેલવે સ્ટેશનોને જાહેર જનતા માટે ખુલ્લા મુકશે. રાજકોટ ડિવિઝન ચીફ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજનાનો લાભ મેળવતા રેલ્વે સ્ટેશનોમાં જામનગર શહેરનું હાપા રેલ્વે સ્ટેશન ખૂબ જ ખાસ છે. આ રેલ્વે સ્ટેશન પરથી ઘણી એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ સહિત ઘણી ટ્રેનો પણ આ સ્ટેશન પર રોકાય છે. બીજી તરફ હાપા રેલ્વે સ્ટેશન પર દરરોજ સરેરાશ 716 મુસાફરો આવે છે.





