Gujarati News 23 April 2025 : પીએમ મોદીની અધ્યક્ષતામાં CCS ની મીટિંગ ખતમ, લગભગ દોઢ કલાક ચાલી બેઠક

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 April 2025: પહેલગામ હુમલા અંગે મળેલી સીસીએસની બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજિત ડોવાલ ઉપસ્થિત રહ્યા હતા.

Written by Ankit Patel
Updated : April 23, 2025 23:35 IST
Gujarati News 23 April 2025 : પીએમ મોદીની અધ્યક્ષતામાં CCS ની મીટિંગ ખતમ, લગભગ દોઢ કલાક ચાલી બેઠક
પહેલગામ હુમલા બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં CCS ની બેઠક મળી હતી (તસવીર - પીએમ મોદી ટ્વિટર)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 April 2025, આજના તાજા સમાચાર: પહેલગામ હુમલા અંગે મળેલી સીસીએસની બેઠક હવે પૂરી થઈ ગઈ છે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજિત ડોવાલ ઉપસ્થિત રહ્યા હતા.

બારામૂલામાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા

મંગળવારે 23 એપ્રિલ 2025ના રોજ બપોરે લગભગ 3 વાગ્યે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં લગભગ 26 લોકો માર્યા ગયા હતા. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. આ હુમલાને 2019ના પુલવામા હુમલા બાદ ઘાટીમાં સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. લોકોએ જણાવ્યું કે આતંકવાદીઓ પોલીસ વર્દીમાં ત્યાં પહોંચ્યા હતા.

સુરક્ષા દળોએ બારામૂલામાં બે આતંકીઓને ઠાર માર્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેના સતત જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

PM મોદીએ વિદેશ મંત્રી, NSA સાથે બેઠક કરી

પીએમ નરેન્દ્ર મોદી પણ પોતાનો બે દિવસીય સાઉદી પ્રવાસ છોડીને પોતાના દેશ પરત આવી ગયા છે. ભારતમાં પગ મુકતાની સાથે જ એરપોર્ટ ઉપર જ હાઈલેવલ બેઠક બોલાવી હતી. કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર, NSA અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ ઘટના અંગેની તમામ માહિતી મેળવી હતી.

પહેલગામમાં આતંકવાદી ઘટના બાદ દુનિયાભરના દેશોના વડાઓએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકા અને રશિયાએ પણ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સાથ આપશે.

Live Updates

Today Live News : પીએમ મોદીની અધ્યક્ષતામાં CCS ની મીટિંગ ખતમ, લગભગ દોઢ કલાક ચાલી બેઠક

પહેલગામ હુમલા અંગે મળેલી સીસીએસની બેઠક હવે પૂરી થઈ ગઈ છે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજિત ડોવાલ ઉપસ્થિત રહ્યા હતા.

Today Live News : પહેલગામ આતંકી હુમલાને લઇને પીએમ મોદીની અધ્યક્ષતામાં CCS ની મીટિંગ શરુ

પહેલગામ આતંકી હુમલાને લઇને પીએમ મોદીની અધ્યક્ષતામાં CCS ની મીટિંગ શરુ, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજિત ડોવાલ ઉપસ્થિત છે.

Today Live News : પહેલગામ હુમલા સામે જમ્મુ કાશ્મીરના પૂર્વ ભાજપ અધ્યક્ષે વિરોધ પ્રદર્શન કર્યું

Today Live News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બૈસરન ખીણનું નિરીક્ષણ કર્યું

જમ્મુ અને કાશ્મીર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બૈસરન ખીણનું નિરીક્ષણ કર્યું. જ્યાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Today Live News : જમ્મુ-શ્રીનગર રાજમાર્ગ પર એકતરફી વાહનવ્યવહાર ચાલું

એક અધિકારીએ જણાવ્યું કે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રી રાજમાર્ગ ઉપર એકતરફ વાહનવ્યવહાર શરુ કરવામાં આવ્યો છે. ફસાયેલા યાત્રીઓ માટે કટરાથી નવી દિલ્હી સુધી ટ્રેન સેવા શરુ કરવામાં આવી છે.

Today Live News : પહલગામ આતંકવાદી હુમલા પર મમતા બનર્જીએ શું કહ્યું?

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે પહલગામ આતંકી હુમલામાં રાજ્યના ત્રણ લોકોના મોત થયા હતા. મમતા બેનર્જીએ આ ઘટનાને રાજ્ય માટે દુઃખની ઘડી છે. તેમની સરકાર પીડિત પરિવારોને દિલ્હીથી કોલકત્તા પાછા લાવવા માટે જરૂરી મદદ કરી રહી છે. જે પોતાની સીધી દેખરેખ હેઠળ રહેશે.

Today Live News : અમે દેશના લોકો પાસે માંફી માંગીએ છીએ : મહેબૂબા મુફ્તી

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે આ આખા જમ્મુ કાશ્મીરના લોકો ઉપર હુમલો છે. આખા દેશના લોકોના દિલ રડી રહ્યા છે. અમે કાશ્મીરની આ ઘટનાથી શરમ અનુભવી રહ્યા છીએ. ગૃહમંત્રીને આ ઘટનાના દોષીતોને શોધી શોધીને સજા આપવી જોઈએ. કશ્મીરિયત તો છે પરંતુ અમે આખા દેશ સામે શર્મિંદા છીએ.

Today Live News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેર જમ્મુ કાશ્મીરમાં હુમલા પીડિતોની મુલાકાત લીધી

જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોલીસ કંટ્રોલ રૂમમાં પહેલગામ આતંકી હુમલાના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

Today Live News : પાકિસ્તાનને આંતકી દેશ ઘોષિત કરે ગૃહમંત્રીઃ કપિલ સિબ્બલ

પહલગામ આતંકી હુમલા પર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ માટે જવાબદાર લોકો ઉપર આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કેસ ચલાવવો જોઈએ. હું ગૃહમંત્રીને આગ્રહ કરું છું કે તેઓ પાકિસ્તાનને આતંકી દેશ ઘોષિત કરે અને આંતરરાષ્ટ્રીય ક્રાઈમ કોર્ટમાં જાય. મને વિશ્વાસ છે કે વિપક્ષ આના પર સાથ આપશે.

Today Live News : પર્યટક બોલ્યા અમે વહેલા ઘરે જવા માંગીએ છીએ

પહલગામ આતંકી હુમલા બાદ ઝારખંડથી આવેલા એક પર્યટકે કહ્યું કે અમે વહેલા ઘરે પરત જવા માંગીએ છીએ.

Today Live News : ઉધમપુર સહિત તમામ શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સખ્ત

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉધમપુરમાં સુરક્ષા વધારી દીધી છે. જમ્મુ કાશ્મીરના અનેક શહેરોની જેમ અહીં પણ પહલગામ આતંકવાદી હુમલાનો વિરોધમાં બંધનું સામૂહિક આહ્વાન કરવામાં આવ્યું છે.

Today Live News : સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળી 80000 પાર, આઈટી શેરમાં તેજી

શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 79595 સામે 500 પોઇન્ટથી વધુ ઉછાળે આજે 80142 ખુલ્યો હતો. આઈટી શેરમાં તેજીથી સેન્સેક્સ ઉપરમાં 80254 સુધી ઉછળ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24357 સામે આજે 24357 ખુલ્યો હતો. બેંક નિફ્ટી 450 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 750 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. સેન્સેક્સના બ્લુચીપ સ્ટોક એચસીએલ ટેક 5.5 ટકા, ટેક મહિન્દ્રા 2.5 ટકા ઇન્ફોસીસ, ઇન્ડ્સઇન્ડ બેંક અને ટાટા મોટર્સના શેર 1 થી 2 ટકા વધ્યા હતા.

Today Live News : 2-3 આતંકવાદીઓએ બારામૂલામાં ઘૂસણખોરી કરવાની કોશિશકરી : સેના

ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે 23 એપ્રિલ 2025ના રોજ લગભગ 2-3 આતંકવાદીઓએ ઉરીનાલા, બારામૂલામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. નિયંત્રણ રેખા ઉપર તૈનાત જવાનોએ તેમને રોક્યા હતા અને ત્યારબાદ ગોળીબાર થયો હતો. આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલું છે.

Today Live News : દુનિયાભરના દેશોના વડાઓનું આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન

પહેલગામમાં આતંકવાદી ઘટના બાદ દુનિયાભરના દેશોના વડાઓએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકા અને રશિયાએ પણ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સાથ આપશે.

Today Live News : PM મોદીએ વિદેશ મંત્રી, NSA સાથે બેઠક કરી

પીએમ નરેન્દ્ર મોદી પણ પોતાનો બે દિવસીય સાઉદી પ્રવાસ છોડીને પોતાના દેશ પરત આવી ગયા છે. ભારતમાં પગ મુકતાની સાથે જ એરપોર્ટ ઉપર જ હાઈલેવલ બેઠક બોલાવી હતી. કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર, NSA અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ ઘટના અંગેની તમામ માહિતી મેળવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ