Gujarati News 23 February 2025 : ઝેલેન્સ્કીએ કહ્યું – દેશને નાટોનું સભ્યપદ મળવાના બદલામાં તેઓ તાત્કાલિક રાજીનામું આપી દેશે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 23 February 2025: ઝેલેન્સ્કીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દાયકાઓ સુધી સત્તામાં રહેવાનો મારો કોઈ ઇરાદો નથી. તેમણે કહ્યું કે દેશને નાટોનું સભ્યપદ મળવાના બદલામાં તેઓ તાત્કાલિક રાજીનામું આપી દેશે.

Written by Ajay Saroya
Updated : February 23, 2025 23:39 IST
Gujarati News 23 February 2025 : ઝેલેન્સ્કીએ કહ્યું – દેશને નાટોનું સભ્યપદ મળવાના બદલામાં તેઓ તાત્કાલિક રાજીનામું આપી દેશે
રશિયા યુક્રેન યુદ્ધ - વ્લાદિમીર ઝેલેન્સકી - photo - @VZelenskyUA

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 February 2025, આજના તાજા સમાચાર: વોલોડિમીર ઝેલેન્સ્કીએ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિના પદેથી રાજીનામું આપવા તૈયાર છે. ઝેલેન્સ્કીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દાયકાઓ સુધી સત્તામાં રહેવાનો મારો કોઈ ઇરાદો નથી. તેમણે કહ્યું કે દેશને નાટોનું સભ્યપદ મળવાના બદલામાં તેઓ તાત્કાલિક રાજીનામું આપી દેશે. ઝેલેન્સ્કીએ કહ્યું કે જો આનાથી યુક્રેનમાં શાંતિ આવશે તો તે પદ છોડવા માટે તૈયાર છે.

ભારતનો પાકિસ્તાન સામે 6 વિકેટે વિજય

બોલરોના શાનદાર પ્રદર્શન પછી વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની અડધી સદીની મદદથી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ કહ્યું – આજે 1 કરોડ 30 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યું

મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે 140 સોશિયલ મીડિયા હેન્ડલ સામે 13 એફઆઈઆર નોંધવામાં આવી છે જેના પર ભ્રામક સામગ્રી શેર કરવામાં આવી હતી. આજે 1 કરોડ 30 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. આગામી શિવરાત્રી ઉત્સવ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. કુંભ મેળા વિસ્તારમાં ક્યાંય પણ ટ્રાફિક જામ ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. બધી વ્યવસ્થા સુચારુ રીતે ચાલે. ભીડ ગમે તેટલી મોટી હોય, અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.

અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા 1નું મોત

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ડી માર્ટ નજીક નિર્માણધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડવાની ગંભીર ઘટના બની છે. ભેખડ ધસી પડતા બે મજૂર માટી નીચે દબાઇ ગયા હતા, જેમા કમનસીબે 1 મજૂરનું મોત થયું છે. તો 1 મજૂરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાથી જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

હિમાચલ પ્રદેશમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ

હિમાચલ પ્રદેશમાં ધરતીકંપ થયો છે. હિમાચલ પ્રદેશના મંડી વિસ્તારમાં 3.7 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધરતીકંપ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. નોધનિય છે કે, થોડાક દિવસ અગાઉ દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપ આવતા લોકો દહેશતમાં હતા.

તેલંગાણાના SLBC ટનલમાં 8 કર્મચારીઓ ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન જારી

તેલંગાણામાં શનિવારે શ્રીસૈલમ લેફ્ટ બેંક કેનાલ એટલે કે એસએલસીબીની ટનલનો એક ભાગ ધરાશાયી થવાના કારણે 8 લોકો ફસાયા છે. ટનલમાં ફસાયેલા આઠ લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાએ બચાવ કામગીરી સંભાળી લીધી છે. 50 કામદારો ટનલની કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે નિર્માણાધીન ટનલની છતનો ત્રણ મીટરનો ભાગ ધરાશાયી થયો હતો.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમો ઘટના સ્થળે તૈનાત છે અને જ્યારે સિકંદરાબાદમાં ઇન્ફન્ટ્રી ડિવિઝનનો ભાગ એવી ભારતીય સેનાની એન્જિનિયર રેજિમેન્ટને ઘટના સ્થળે ખસેડવામાં આવી છે, એવું સેનાએ જણાવ્યું હતું. બચાવ પ્રયત્નોને ટેકો આપવા માટે તેણીને ખોદકામ કરનાર ડોઝર સાથે સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. ઇટીએફમાં નિષ્ણાત એન્જિનિયરિંગ ટીમો, આર્મી મેડિકલ કોર્પ્સની ફિલ્ડ એમ્બ્યુલન્સથી મેડિકલ ડિટેચમેન્ટ, એક એમ્બ્યુલન્સ, ત્રણ ઉચ્ચ ક્ષમતાવાળા પમ્પિંગ સેટ, બખ્તરબંધ હોઝ અને અન્ય સહાયક ઉપકરણોથી સજ્જ છે.

Live Updates

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 - ભારતનો પાકિસ્તાન સામે 6 વિકેટે વિજય

બોલરોના શાનદાર પ્રદર્શન પછી વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની અડધી સદીની મદદથી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ કહ્યું - આજે 1 કરોડ 30 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યું

પ્રયાગરાજ : મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે 140 સોશિયલ મીડિયા હેન્ડલ સામે 13 એફઆઈઆર નોંધવામાં આવી છે જેના પર ભ્રામક સામગ્રી શેર કરવામાં આવી હતી. આજે 1 કરોડ 30 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. આગામી શિવરાત્રી ઉત્સવ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. કુંભ મેળા વિસ્તારમાં ક્યાંય પણ ટ્રાફિક જામ ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. બધી વ્યવસ્થા સુચારુ રીતે ચાલે. ભીડ ગમે તેટલી મોટી હોય, અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.

પાકિસ્તાન 241 રનમાં ઓલઆઉટ

પાકિસ્તાન 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ. ભારતને જીતવા માટે 242 રનનો પડકાર મળ્યો છે. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને 2 વિકેટ, જ્યારે અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાને 1-1 વિકેટ મળી હતી.

પીએમ મોદીએ બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલનું શિલાન્યાસ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેમણે રવિવારે છતરપુરમાં બાગેશ્વર ધામ સરકાર મંદિરમાં બાલાજીના દર્શન અને પૂજા કર્યા પછી બાલાજી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરનું ડિજિટલ શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના વખાણ પણ કર્યા હતા.

અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા મજૂરો દટાયા, 1નું મોત

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ડી માર્ટ નજીક નિર્માણધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડવાની ગંભીર ઘટના બની છે. ભેખડ ધસી પડતા બે મજૂર માટી નીચે દબાઇ ગયા હતા, જેમા કમનસીબે 1 મજૂરનું મોત થયું છે. તો 1 મજૂરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાથી જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે

હિમાચલ પ્રદેશમાં ધરતીકંપ, મંડીમાં 3.7 તીવ્રતાનો ભૂંકપ

હિમાચલ પ્રદેશમાં ધરતીકંપ થયો છે. હિમાચલ પ્રદેશના મંડી વિસ્તારમાં 3.7 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. નોધનિય છે કે, થોડાક દિવસ અગાઉ દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપ આવતા લોકો દહેશતમાં હતા.

તેલંગાણામાં SLBC ટનલમાં ફસાયેલા 8 કર્મચારીને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

તેલંગાણામાં શનિવારે શ્રીસૈલમ લેફ્ટ બેંક કેનાલ એટલે કે એસએલસીબીની ટનલનો એક ભાગ ધરાશાયી થવાના કારણે 8 લોકો ફસાયા છે. ટનલમાં ફસાયેલા આઠ લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાએ બચાવ કામગીરી સંભાળી લીધી છે. 50 કામદારો ટનલની કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે નિર્માણાધીન ટનલની છતનો ત્રણ મીટરનો ભાગ ધરાશાયી થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ