Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 March 2025, આજના તાજા સમાચાર: જમ્મુ કાશ્મીરના ગંદેરબલ જિલ્લાના કંગન ગુંડ વિસ્તારમાં એક પ્રવાસી બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 3 પ્રવાસ અને એક સ્થાનિક ડ્રાઇવરની કરુણ મોત થઇ છે. આ અકસ્માતમાં 17 લોકો ઘાયલ થયા છે.
આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી લડશે
ગુજરાતમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે.
બિહારના બેગૂસરાયમાં કાર ડિવાઇડર સાથે ટકરાઇ, 4 લોકોના મોત 5 ઘાયલ
બિહારના બેગૂસરાયમાં રવિવારે સવારે એક મહિન્દ્રા કાર ડિવાઇડર સાથે ટકરાતા ભયંકર એક્સિડેન્ટ થયો છે. આ કાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. આ તમામ લોકો લગ્ન સમારંભ માંથી પરત આવી રહ્યા હતા.
ડો. રામ મનોહર લોહિયાની જન્મજયંતિ, પીએમ મોદીએ વીડિયો શેર કર્યો
પીએમ નરેન્દ્ર મોદીએ ડો. રામ મનોહર લોહિયાની જન્મજયંતિ પર એક વીડિયો ટ્વિટ કર્યો. ડો. રામ મનોહર લોહિયા ભારતના મહાન સ્વતંત્ર સેનાની હતા.
ગુજરાતમાં આજે 1.29 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) 23 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 (ગુજકેટ 2025) પરીક્ષા યોજવાના છે. ગુજરાતના 1.29 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષામાં આપશે. રાજ્યમાં 6549 બ્લોકમાં ગુજકેટ પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટ 2025ના 3 પેપર – પેપર 1 (ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી) માટે સવારે 10 થી બપોરે 12, પેપર 2 (બાયોલોજી) બપોરે 1 થી 2 અને પેપર 3 (ગણિત) માટે બપોરે 3 થી 4 દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટ 2025 ની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ,મેડિકલ અને ફાર્મા કોલેજમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા પાસ કરવી પડે છે.





