Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 March 2025 LIVE, આજના તાજા સમાચાર: રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ઓલવવા માટે સતત એક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આગ વિકરાળ હોવાથી લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો છે.
સંસદ સભ્યોનો પગાર 1,00,000 રૂપિયાથી વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો
કેન્દ્ર સરકારે સંસદ સભ્યો અને પૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થાં અને પેન્શનમાં વધારો કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ સંશોધિત પગાર ધોરણ 1 એપ્રિલ, 2023 થી લાગુ થશે. મોદી સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખીને સેલેરી, એલાઉન્સ અને પેન્શન ઓફ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટ, 1954 હેઠળ પગાર અને પેન્શનમાં ફેરફાર કર્યો છે. હવે પગાર અને ભથ્થાની વાત કરીએ તો પહેલા સંસદના સભ્યોનો પગાર 1,00,000 રૂપિયા હતો અને હવે તેને વધારીને 1,24,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
એકનાથ શિંદે પર કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણીએ મચાવ્યો હંગામો, FIR નોંધાઈ
કોમેડિયન કુણાલ કામરા વિવાદોમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ટોણો મારવો તેમને મોંઘો પડ્યો છે. આ ટોણાને લઈને શિવસૈનિકો સક્રિય થઈ ગયા છે. હોબાળો મચી ગયો છે. કોમેડી માટે જાણીતા કુણાલ કામરાએ પોતાના કાર્યક્રમમાં મહારાષ્ટ્રની રાજનીતિ પર ટિપ્પણી કરતા એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા છે.
પોતાની કવિતા દ્વારા તેમણે શિંદેને દેશદ્રોહી કહ્યા છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ નારાજ શિવસૈનિકોએ મુંબઈમાં કોમેડિયન કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં તેણે પીએમ મોદી અને અમિત શાહ પર પણ નિશાન સાધ્યું છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની સામે થાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.





