Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 25 April 2025, આજના તાજા સમાચાર: પહલગામ આતંકી હુમલાથી પાકિસ્તાન ચિંતિત છે. તેને ડર છે કે ભારત કેવો જવાબ આપશે અને તેનાથી કેટલું નુકસાન થશે. આ દરમિયાન અમેરિકામાં પણ પાકિસ્તાનને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પાકિસ્તાની પત્રકારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને પહલગામને લઈને સવાલ પૂછ્યો તો અમેરિકા તરફથી જવાબ આવ્યો હતો કહ્યું હતું કે આના પર કંઈ નહીં કહેવાય, આ મુદ્દે કોઈ ચર્ચા નહીં થાય.
સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, “અમે આ અંગે કોઈ ટિપ્પણી કરવાના નથી; અમે અન્ય કોઈ મુદ્દા પર તમારી સાથે વાત કરવા પાછા આવીશું.” હું આ પરિસ્થિતિ પર કંઈ કહીશ નહીં. પ્રમુખ અને સચિવ ઘણું કહી ચૂક્યા છે, અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે જે સ્ટેન્ડની વાત કરવામાં આવી રહી છે તે પાકિસ્તાન માટે સૌથી મોટો ફટકો છે. કોઈનું નામ લીધા વગર ટેમી બ્રુસે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.
પાકિસ્તાનમાં જોરદાર બ્લાસ્ટ, 4 સૈનિકોના મોત, 3 ઇજાગ્રસ્ત
પાકિસ્તાનના ક્વેટાના માર્ગેટ વિસ્તારમાં એક સુરક્ષા વાહન નજીક થયેલા વિસ્ફોટમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરીના ચાર જવાનો માર્યા ગયા છે અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. આતંકવાદીઓના વધતા જતા હુમલાને જોતા સુરક્ષા દળોએ પણ પોતાની કામગીરી તેજ કરી દીધી છે. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકીઓએ અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે. હન્ના ઉરકના એસએચઓ નવીદ અખ્તરે ડોન ડોટ કોમને જણાવ્યું હતું કે ક્વેટાના એક ઉપનગરમાં આઈઈડી દ્વારા સુરક્ષા દળોની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને નિશાન બનાવવામાં આવી હતી. હજી સુધી કોઈ જૂથે બોમ્બ ધડાકાની જવાબદારી લીધી નથી, પરંતુ બલૂચ અલગાવવાદીઓ પર શંકા છે.





