Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 25 February 2025, આજના તાજા સમાચાર: દિલ્હીની એક અદાલતે ગુરુવારે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને પુત્રી હેમા યાદવને લેન્ડ ફોર જોબ કૌભાંડમાં સમન્સ જારી કર્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે હાઈ-પ્રોફાઈલ લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અંતિમ ચાર્જશીટની નોંધ લીધી છે. કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેમની પુત્રી હેમા યાદવ અને પુત્ર તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કરીને 11 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
આ પહેલા દિલ્હીની કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદને જમીન-નોકરી કૌભાંડમાં સમન્સ પાઠવ્યા હતા. દિલ્હી કોર્ટે લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને પુત્રી હેમા યાદવને પણ નોકરી કૌભાંડ મામલે સમન્સ પાઠવ્યા છે.
શીખ રમખાણ કેસઃ પિતા, પુત્રને જીવતા સળગાવવાના આરોપમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
દિલ્હીની કોર્ટે શીખ વિરોધી રમખાણોના કેસ સોમવારે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવી છે. દિલ્હીના સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ ફેંસલો આપ્યો છે. દિલ્હી પોલીસે આ કેસમાં રેયરેસ્ટ નો રેયર કેસની કેટેગરીમાં માન્યો હતો અને ફાંસીની માંગ કરી હતી. સજ્જન કુમાર પર 1 નવેમ્બર, 1984ના રોજ સરસ્વતી વિહાર વિસ્તારમાં પિતા-પુત્રની હત્યાનો આરોપ હતો.
નલિયામાં સામાન્ય તાપમાન વધ્યું
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 14.6 ડિગ્રીથી લઈને 22.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં તાપમાનમાં સામાન્ય વધારો થતાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 22.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં તાપમાન વધીને 17.4 ડિગ્રી નોંધાયું હતું.





