/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/SP-MP-home.jpg)
સપાના સાંસદના ઘરે હુમલો - photo -Social media
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 26 March 2025, આજના તાજા સમાચાર: રાણા સાંગા પરના નિવેદનને કારણે ગુરુવારે કરણી સેનાના સભ્યોએ સપા સાંસદ રામજીલાલ સુમનના ઘરે હંગામો મચાવ્યો હતો. જ્યારે સ્થળ પર તૈનાત પોલીસે લાઠીનો ઉપયોગ કર્યો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. કરણી સેનાના સભ્યોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. હુમલામાં ઈન્સ્પેક્ટર સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે બળપ્રયોગ કરીને તોફાનીઓને વિખેર્યા હતા. આ પહેલા કરણી સેનાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
પીએમ મોદી રામનવમીના દિવસે રામેશ્વરમના રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરશે
7 એપ્રિલને રામ નવમીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામેશ્વરમના રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરશે અને નવા પંબન પુલનું ઉદ્ઘાટન પણ કરશે.
હરિયાણામાં અકસ્માતમાં અમદાવાદ પોલીસના ત્રણ પોલીસ કર્મીઓના મોત
પંજાબ તપાસ અર્થે જઇ રહેલી ગુજરાતના અમદાવાદ પોલીસની કાર રોડની સાઇડમાં ઊભેલા વાહનમાં ટકરાઇ હતી. આ અકસ્માત હરિયાણાના સિરસામાંથી પસાર થતાં ભારતમાલા ફોરલેન હાઇવે પર બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
SIT મોડી રાત્રે સંભલના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરે પહોંચી
ગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા થઈ હતી. સંભલની શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન હિંસા થઈ હતી. હવે આ મામલામાં મંગળવારે મોડી રાત્રે પોલીસ સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ જિયા ઉર રહેમાન બર્કને પૂછપરછ માટે નોટિસ આપવા પહોંચી હતી. જો કે સંભલના સાંસદના ઘરે કોઈ મળ્યું ન હતું. આ પછી પોલીસની SIT ટીમ નોટિસ આપવા દિલ્હીની વેસ્ટર્ન કોર્ટ સ્થિત એમપી હોસ્ટેલ પહોંચી.
અરાહ રેલ્વે સ્ટેશન પર ફાયરિંગ કરીને છોકરી અને તેના પિતાની હત્યા કર્યા પછી, આરોપીએ પોતાને ગોળી મારી દીધી
આરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 અને 4 વચ્ચેના ઓવરબ્રિજ પર મંગળવારે એક સનસનીખેજ ઘટના બની હતી. 24 વર્ષના યુવક અમન કુમારે 16 વર્ષની જિયા કુમારી અને તેના પિતા અનિલ સિંહાને ગોળી મારી હતી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ઘટના બાદ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. એએસપી પરિચય કુમારે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં પ્રેમ પ્રકરણનો મામલો સામે આવી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરી લીધું છે અને કેસની તપાસ ચાલુ છે.
- Mar 26, 2025 18:02 IST
Today News live : અમિત શાહે કહ્યું - ચૂંટણી પછી પશ્ચિમ બંગાળમાં પણ કમળ ખીલશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે દિલ્હીમાં કમળ ખીલી ગયું છે અને હવે આયુષ્માન ભારત દિલ્હીમાં પણ છે. હવે ફક્ત પશ્ચિમ બંગાળ બાકી છે, ચૂંટણી પછી ત્યાં પણ કમળ ખીલશે અને આયુષ્માન ભારત યોજના પશ્ચિમ બંગાળમાં પણ આવશે.
watch दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह ने लोकसभा में कहा, "... दिल्ली में भी कमल खिल गया है और अब आयुष्मान भारत दिल्ली में भी है... अब सिर्फ पश्चिम बंगाल बचा है, चुनाव के बाद वहां भी कमल खिलेगा और आयुष्मान भारत योजना पश्चिम बंगाल में भी आएगी..."
(सोर्स-संसद टीवी) pic.twitter.com/bc8WNOHLps— ANI_HindiNews (@AHindinews) March 26, 2025
- Mar 26, 2025 16:51 IST
Today News live : પીએમ મોદી રામનવમીના દિવસે રામેશ્વરમના રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરશે
7 એપ્રિલને રામ નવમીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામેશ્વરમના રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરશે અને નવા પંબન પુલનું ઉદ્ઘાટન પણ કરશે.
- Mar 26, 2025 10:31 IST
Today News live : હરિયાણામાં અકસ્માતમાં અમદાવાદ પોલીસના ત્રણ પોલીસ કર્મીઓના મોત
હરિયાણાના સિરસામાંથી પસાર થતાં ભારતમાલા ફોરલેન હાઇવે પર બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. પંજાબ તપાસ અર્થે જઇ રહેલી ગુજરાતના અમદાવાદ પોલીસની કાર રોડની સાઇડમાં ઊભેલા વાહનમાં ટકરાઇ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
- Mar 26, 2025 10:05 IST
શેરબજાર નરમ, સેન્સેક્સ 78000 નીચે, ઝોમેટો તૂટ્યો
શેરબજાર ફ્લેટ ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટી નરમ છે. સેન્સેક્સ પાછલા બંધ 78017 સામે આજે 78021 ખુલ્યો હતો. બ્લુચીપ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 78000 લેવલની નીચે 77784 સુઘી ઘટ્યો છે. સેન્સેક્સના ટોપ 5 લુઝરમાં બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી અને ઝોમેટોના શેર 1 થી 2 ટકા સુધી ડાઉન હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23668 સામે આજે 23700 ખુલી ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે.
- Mar 26, 2025 09:12 IST
Today News live : CBI વહેલી સવારે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘરે પહોંચી
CBIએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્યા છે. સીબીઆઈની ટીમ પૂર્વ સીએમના ભિલાઈ અને રાયપુરના ઘરે પહોંચી હતી. એઆઈસીસીની બેઠક પહેલા જ સીબીઆઈની ટીમ બઘેલના ઘરે પહોંચી ગઈ હતી.
- Mar 26, 2025 08:22 IST
Today News live : આરા રેલ્વે સ્ટેશન પર ફાયરિંગ કરીને છોકરી અને તેના પિતાની હત્યા કર્યા પછી, આરોપીએ પોતાને ગોળી મારી દીધી
આરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 અને 4 વચ્ચેના ઓવરબ્રિજ પર મંગળવારે એક સનસનીખેજ ઘટના બની હતી. 24 વર્ષના યુવક અમન કુમારે 16 વર્ષની જિયા કુમારી અને તેના પિતા અનિલ સિંહાને ગોળી મારી હતી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ઘટના બાદ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. એએસપી પરિચય કુમારે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં પ્રેમ પ્રકરણનો મામલો સામે આવી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરી લીધું છે અને કેસની તપાસ ચાલુ છે.
- Mar 26, 2025 08:22 IST
Today News live : SIT મોડી રાત્રે સંભલના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરે પહોંચી
ગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા થઈ હતી. સંભલની શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન હિંસા થઈ હતી. હવે આ મામલામાં મંગળવારે મોડી રાત્રે પોલીસ સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ જિયા ઉર રહેમાન બર્કને પૂછપરછ માટે નોટિસ આપવા પહોંચી હતી. જો કે સંભલના સાંસદના ઘરે કોઈ મળ્યું ન હતું. આ પછી પોલીસની SIT ટીમ નોટિસ આપવા દિલ્હીની વેસ્ટર્ન કોર્ટ સ્થિત એમપી હોસ્ટેલ પહોંચી.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us